Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
કયા ગ્રહનું નંગ નક્કી કરવું?
૧૨૭
પણ આવું જ કઈ કારણ હશે. એક અધિકારીને મેં ચાંદીના વાટકામાં જ પ્રવાહી પદાર્થ શીખંડ વગેરે લઈ જમતા જોયા છે. (હવે તો સ્ટેઈનલેસ સ્ટીલ !! ચાંદીથી ઊંધી અસર આ નવી ચાંદી કરે તો નહિ ને!)
ક્યા ગ્રહનું નંગ નક્કી કરવું ?
પ્રથમ આ વિભાગમાં કહ્યું છે તેમ ગ્રહ નીચનો હોય કે નિર્બળ | રાશિમાં હોય તે હેરાન કરે છે એમ માનીને તે ગ્રહનું નંગ નક્કી કરવામાં આવે છે. જે સ્થાનમાં પડ્યો હોય તે સ્થાનનો વિચાર કરવામાં આવે છે. જેમકે મંગળ પાંચમે પડયો છે ને છોકરાં થતાં નથી કે જીવતાં નથી એમ હોવાથી મંગળવાર કરવાનું કહેવાય છે. મંગળના જપ કરવાનું કહેવાય છે ને મંગળનું નંગ પહેરવાનું કહેવાય છે. પણ અહીં સમજવાનું છે કે કેટલાંકને પામે મંગળ હોય છે. છતાં છોકરી હોય છે. પણ નંગ પહેરવાથી છોકરાંના જન્મ અંગે શેર ફાયદો થાય તે સમજવું મુશ્કેલ છે, જપતપ વગેરેથી ફાયદો થાય એમ માનીએ કે એ દેવી શક્તિને યોગ કરે છે પણ વીંટી પહેરવાથી જ સંતાન થાય એ માનવું જરાક વસમું લાગે છે. મંગળના યંત્રની પૂજા વિધિ વગેરેથી પરમાત્મા પ્રસન્ન થાય ને સંતાન બક્ષે. કદાચ દેવું પૂરું થાય કે રેગ નાશ પામે. મંગળના જંગમાં મંગળનાં કિરણ યા દેલન માં પ્રવેશવાથી શરીરની ગરમી ઘટી જાય એ માનવામાં આવે નહિ. વળી આ મંગળ, શનિ યા રાહુથી પીડિત હોય તે મંગળની વીંટી પહેરવાથી કઈ રીતે બળ મળે ? મંગળને શનિ રાહુ ન પડે માટે તો શનિ રાહુને મનાવવા તેને જપતપ કરવા જોઈએ.
અમારું માનવું છે કે આવા પ્રસંગમાં નંગ’ આવા ગ્રહનું પહેરવાને કઈ અર્થ નથી. જપતપને અર્થ કદાચ સારે પણ પાંચમા ભાવને માલીક કોણ છે તે જોવું જરૂરનું છે ને તેને કઈ શુભગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org