Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
બુધ-પાનું
પી.
બુધની પ્રસન્નતા માટે આ પ્રમાણેની વસ્તુઓ દાનમાં આપવાથી બુધ અત્યંત પ્રસન્ન થાય છે તથા તેથી માણસનાં સઘળાં કષ્ટો દૂર થઈને તેને અનેક પ્રકારે શાંતિ મળે છે તથા જૂના મિત્રોને મેળાપ. થાય છે અને તેમનાથી પણ માણસને અનેક પ્રકારના લાભ થવા માટેના યોગો ઊભા થાય છે તથા માણસની બુદ્ધિ પણ તીવ્ર બને છે.
આ પ્રમાણે જે વ્યક્તિને માટે ગોચરમાં બુધ નબળો થતો હોય અથવા નબળા બુધની દશા કે અંતર્દશા ચાલતી હોય અને તેના કારણે અસહ્ય મુશ્કેલીઓ આવી પડતી હોય તો તેમાંથી છુટવા માટે માણસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે તેનાથી બુધની સઘળી. ખરાબ અસર દૂર થાય છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
આ ઉપરાંત નીચે બુધનાં સ્તોત્રો આપ્યાં છે. બુધની પ્રસન્નતા માટે આ સ્તોત્રોનો પણ માણસે નિયમિત પાઠ કરવો જોઈએ.
બુધ સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | પ્રિયંગુકલિકા શ્યામ રૂપેણાપ્રતિમ બુધમ્ / સૌમ્ય સૌમ્યગુણે પિત નં બુધ પ્રણમામ્યહમ | ઉત્પાતરૂ પી જગતાં ચંદ્ર પુત્રો મહાદ્યુતિઃ | સૂર્યપ્રીતિક વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ | શ્યામઃ શિરાલશ્વ કલાવિધિજ્ઞઃ |
કૌતુહલીકેમલવાગ્વિલાસી રોધિકે મધ્યમરૂપસ્યા |
દાતાશ્રનેત્રે દ્વિજરાજ પુત્રઃ બુધબુદ્ધિ પ્રદાતારં સૂર્યરશિમસમન્વિત છે યજમાન હિતાર્યાય બુધમાવાયામ્યહમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org