Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
મંગળ—પરવાળું
૪૫ વિશેષ : તાકાત તથા પરાક્રમનાં કામો અને લડાઈ ઝઘડા વિગેરે ઉપર મંગળનું આધિપત્ય ગણાય. વળી ખેતીની પેદાશ, જમીનમાં થતી વસ્તુઓ, ખનિજ પદાર્થો, વિગેરે પણ મંગળની સત્તાની વસ્તુઓ છે. ભાંડુસુખ, ક્રૂર કાર્યો, અગ્નિ, સેનું, ચેર, દુશ્મન, પરસ્ત્રી તથા પાપ ભરેલાં કાર્યો પણ મંગળની અસરમાં ગણાય છે. લશ્કર, લડાઈ, સેનાપતિ, સિનિક તથા હથિયારે વિશે પણ મંગળ અસરકર્તા ગણાય છે.
જે જન્મરાશિથી અથવા નામની રાશિથી મંગળ નબળા હોય તો તે મંગળ ઉપરની તમામ બાબતો માટે ખરાબ ફળ ઉત્પન્ન કરે છે. આથી ખરાબ સ્થાનમાં રહેલા મંગળના સમય દરમ્યાન અથવા મંગળની નબળી દશા કે અંતર્દશા દરમ્યાન ઉપરોક્ત બાબતે માટે માણસે ખાસ સજાગ રહેવું જોઈએ તથા પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ.
જન્મરાશિ અથવા નામરાશિથી મંગળ શુભસ્થાનમાં આવતો હેય અથવા શુભફળ આપનારા મંગળની દશા કે અંતર્દશા ચાલતી હોય તો તે મંગળ ઉપરોકત બાબત સારું ફળ આપે છે અને તેથી તે તે વસ્તુઓને લાભ પણ કરાવે છે.
જે મંગળ નબળો હોય અથવા મગળની નબળી દશાનો સમય ચાલતે હેય તો માણસે અહીં બતાવ્યા પ્રમાણે સઘળો વિધિ કરીને તેની શાંતિ કરવી જોઈએ, તેમ જ સિદ્ધ કરેલી મંગળની વીંટી પણ પહેરવી જોઈએ. આ ઉપરાંત મંગળને ત્રિકોણાકાર એકવીસ ખાનાંવાળે યંત્ર બનાવીને તે યંત્રમાં મંગળનાં એકવીસ નામ કેતરાવવાં તથા એકવીસ મંગળવાર સુધી તે યંત્રની પૂજા વિધિ વગેરે કરવા. ત્યાર પછી કાયમ મંગળ યંત્ર પૂજામાં રાખવો જોઈએ.
આ રીતે મંગળની પૂજા આરાધના વિગેરે જે લોકો કરે છે તેમને અનેક પ્રકારે સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે તથા ધનધાન્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org