Book Title: Dravyalankara
Author(s): Ramchandra, Gunchandra, Jambuvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ પ્રસ્તાવના હતી એની પણ કોઈ માહિતી મળતી નથી. ૧લા પ્રકાશની ટીકા મળી હોત તો મોટા ખજાના જેટલો કિંમતી માલ તેમાંથી મળી જાત. તેમણે જે મૂળની રચના કરેલી તેની વિક્રમ સંવત્ ૧૪૯૨ માં લખેલી એક પ્રતિ અમદાવાદની હાજાપટેલની પોળમાં રહેલા સંવેગી ઉપાશ્રયમાં (પગથીયાના ઉપાશ્રયમાં) છે. આ.પ્ર.શ્રી પુણ્યવિજયજી મહારાજે એ શોધી કાઢી હતી, અને પછી તેમણે તરત મારા ઉપર તેની નકલ તથા ફોટો કોપી મોકલી આપી હતી. આની અમે રે સંજ્ઞા રાખી છે. એટલે મૂળના તો ત્રણેય પ્રકાશ મળે છે. પરંતુ ટીકા વિના, પ્રથમ પ્રકાશનું મૂળ સમજવામાં બહુ જ પરિશ્રમ પડે છે. વળી તે પ્રતિ અશુદ્ધ હોવાને કારણે પણ સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ વિષયને લગતી કેટલીક ચર્ચા દિગંબરાચાર્ય પ્રભાચંદ્રવિરચિત ન્યાયકુમુદચંદ્ર ભા.૧, ૨ માં, દિગંબરાચાર્ય વિદ્યાનંદવિરચિત તત્ત્વાર્થબ્લોકવાર્તિકમાં તથા શ્વેતાંબરાચાર્ય સિદ્ધસેનગણિવિરચિત તસ્વાર્થવૃત્તિમાં તથા બીજા પણ ગ્રંથોમાં જોવા મળે છે. આ દ્રવ્યાલંકારવૃત્તિને સમજવા માટે એવા એવા બીજા ગ્રંથો પણ ઘણા ઉપયોગી છે. સમયના અભાવે અમે એ ગ્રંથોનું ખાસ પરિશીલન કરી શક્યા નથી. પણ એમાંથી કંઈને કંઈ સહાય જરૂર મળશે, એવી અમને આશા છે. અમદાવાદમાં મળેલી સંવેગીના (પગથીયાના) ઉપાશ્રયની પ્રતિ મળ્યા પછી, મારવાડમાં બેડામાં અમે વિક્રમ સં. ૨૦૨૮ ચોમાસું રહ્યા હતા ત્યારે સ્વ. વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજે સંગૃહીત કરેલો મોટો જ્ઞાનભંડાર ત્યાં હતો તેમાં તપાસ કરતાં દ્રવ્યાલંકારમૂળની એક કાગળ ઉપર લખેલી અર્વાચીન પ્રતિ પણ અમને મળી હતી. આની અમે “ સંજ્ઞા રાખી છે. આ બહુ શુદ્ધ નહિ અને બહુ જ અશુદ્ધ નહિ એવી પ્રતિ છે. પાઠનિર્ણયમાં આ પણ કંઈક ઉપયોગી થાય છે. તે પછી, નમસ્કાર મહામંત્રના મહાન આરાધક પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શિષ્ય ઉપાધ્યાય શ્રી મહાયશવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ધુરંધરવિજયજી મહારાજે પણ એક દ્રવ્યાલંકાર ભૂલની પ્રતિ થોડાં જ વર્ષો પૂર્વે મારા ઉપર મોકલી છે. અમદાવાદપગથીયાના ઉપાશ્રયની પ્રતિ કરતાં તો આ અર્વાચીન પ્રતિ લાગે છે. છતાં ઘણી સારી છે. આની અમે D સંજ્ઞા રાખી છે. એમાં અનેક સ્થળે પ્રાચીન ટિપ્પણો છે. પ્રથમ પ્રકાશની ટીકા વિદ્યમાન હતી તે સમયમાં થયેલા કોઈ વિદ્વાને આ ટિપ્પણો લખ્યાં હશે એમ લાગે છે. જો કે, કેટલેક સ્થળે P. K. તથા D. માં એક સરખા અશુદ્ધ પાઠો લાગે છે, છતાં અમે આવા પાઠોને જેવા છે તેવા જ રાખ્યા છે-છાપ્યા છે. પ્રાચીન કાળમાં મૂળના ગ્રંથોમાં માત્ર મૂળ, તથા ટીકાના ગ્રંથોમાં માત્ર ટીકા જ લખવામાં આવતી હતી. મધ્યમાં મૂળ તથા ઉપર નીચે ટીકા લખી હોય આવા ગ્રંથો ત્રિપાઠ કહેવાતા હતા. મધ્યમાં મૂળ તથા ઉપર-નીચે અને બંને આજુ-બાજુના હાંસિયામાં જ્યાં ટીકા લખી હોય તેવા ગ્રંથોને પંચપાઠ કહેવાય છે. આવા ત્રિપાઠ અને પંચપાઠ હસ્તલિખિત આદશો સિવાય બીજા હસ્તલિખિત આદશોંમાં મૂળ જેમાં હોય તેમાં માત્ર મૂળ તથા ટીકા જેમાં હોય તેમાં માત્ર ટીકા આ રીતે જ લખવાની પ્રાયઃ પદ્ધતિ હતી. પણ આવા ત્રિપાઠ, પંચપાઠ આદર્શી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 318