________________
પ્રસ્તાવના
આ સંબંધમાં, ગ્રંથના અંતમાં (પૃ.૨૧૫-૨૧૬) તેમણે લખેલા નીચેના બે શ્લોકોમાં તેમણે ઘણું કહી દીધું છે.
पूर्वैर्यस्य समुद्धतिर्न विहिता धीरैः कुतोऽप्याशयादावाभ्यां स समुद्धृतः श्रुतनिधेर्द्रव्योत्करो दुर्लभः । एनं यूयमनन्तकार्यनिपुणं गृह्णीत तत्कोविदाः स्वातन्त्र्यप्रसवां यदीच्छथ चिरं सर्वार्थसिद्धिं हृदि ॥२॥ मध्यं बौद्धामृतजलनिधेर्गाढवान् भ्रान्तवांश्च न्यायाटव्यां वचनशठताप्रोत्स्व(च्छ्व)सत्कण्टकायाम् । आम्नाती वा विषमविफलप्रक्रिये यो विशेषे शास्त्रारम्भे यदि परमसौ दक्षतां लक्षयेनौ ॥३॥
ભાવાર્થ - સ્વાતંત્રને જન્મ આપનારી જો સર્વાર્થસિદ્ધિ(મુક્તિ)ને તમે હૃદયમાં ઈચ્છતા હો તો પૂર્વના ધીર પુરૂષોએ કોઈ પણ આશયથી શ્રુત સમુદ્રમાંથી જે દ્રવ્યોનો દુર્લભ સમૂહ ઉદ્ભૂત કર્યો ન હતો તે અનંતકાર્ય કરવામાં નિપુણ દ્રવ્યના સમૂહને તેમાં નિષ્ણાત તમે ગ્રહણ કરો. ' બૌદ્ધ શાસ્ત્રો રૂપી અમૃત સમુદ્રના મધ્યભાગ સુધી જે ડૂબી ગયા છે, અને વચનોની શઠતા રૂપી કાંટાઓથી છવાયેલી ન્યાય દર્શનની અટવીમાં જે ખૂબ ફરી ચૂક્યા છે, તથા વિષમ અને વિફલ પ્રક્રિયાવાળી વૈશેષિક દર્શનની વાતોના જે ખૂબ જાણકાર છે તે જ માણસો આ શાસ્ત્રના આરંભમાં અમારી જે દક્ષતા છે તેને સમજી શકશે. (બીજા કોઈ અમારી આ વિષયમાં દક્ષતાને સમજી શકે તેમ નથી).
દ્રવ્યાલંકારના બીજા-ત્રીજા પ્રકાશની ટીકામાં જૈનેતર દર્શનોની ઐતિહાસિક આદિ દષ્ટિએ ઉપયોગી અનેક અનેક વાતોનો ખજાનો ભરેલો છે. બીજા-ત્રીજા પ્રકાશની ટીકા જ વર્તમાનમાં મળે છે. જો પ્રથમ પ્રકાશની ટીકા મળતી હોત તો તેમાંથી એટલી બધી ઉપયોગી વાતો મળતા કે આ વિષયમાં રસ ધરાવતા વિશ્વના વિદ્વાનો અત્યંત આશ્ચર્ય અને આનંદથી વ્યાપ્ત થઈ જાત. પ્રથમ પ્રકાશ ઘણો મોટો છે, અને તેમાં જીવ-આત્મા અંગે ઘણી ઘણી વિચારણા કરવામાં આવી છે.
ગ્રંથનો વિષય :- જૈન દર્શનમાં બે દ્રવ્યો મુખ્યરૂપે સ્વીકારેલાં છે - જડ તથા ચેતન. ચેતનમાં જીવ દ્રવ્ય આવે છે. જડના પાંચ ભેદો છે- પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાલ. આ રીતે જૈન દર્શનમાં જીવ (આત્મા), પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાલ એમ છ દ્રવ્યો (પદ્રવ્યો) મૌલિક પદાર્થ તરીકે સ્વીકારવામાં આવેલા છે. તેમાં પ્રથમ પ્રકાશમાં જીવદ્રવ્યનું-આત્મતત્ત્વનું દાર્શનિક પદ્ધતિથી અત્યંત વિસ્તૃત વર્ણન છે. બીજા પ્રકાશમાં પુગલ દ્રવ્યનું એ જ રીતે વર્ણન છે. ત્રીજા અકમ્પ પ્રકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તથા કાલનું વર્ણન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org