Book Title: Dravyalankara
Author(s): Ramchandra, Gunchandra, Jambuvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના શકાય. રામચંદ્રસૂરિ અને ગુણચંદ્રસૂરિ બંનેએ મળીને સ્વપજ્ઞવૃત્તિ સહિત દ્રવ્યાલંકાર અને નાટ્યદર્પણ” રચેલ છે. ‘પ્રબંધશતકર્તા' તથા 'પ્રબંધશતવિધાનનિષ્ણાતબુદ્ધિ' એવાં વિશેષણો પરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે સો પ્રબંધ ગ્રંથો રચ્યા હશે. પરંતુ હાલ સર્વભક્ષી કાલને લીધે તે સર્વ ઉપલબ્ધ નથી. બીજો પણ એક મત છે કે પ્રબંધશત” એ સતસંગાપરિમિત પ્રબંધોનો સૂચક નથી પણ તેમણે પ્રબંધશત નામનો કોઈ ગ્રંથ રચેલો છે. અત્યારે નીચે લખેલા ગ્રંથો જ મળે છે. ૧. સત્યહરિશ્ચંદ્ર નાટક નિર્ભયભીમ વ્યાયોગ ૫. યાદવાન્યુદય ૭. રઘુવિલાસ મલ્લિકા મકરન્દ પ્રકરણ ૧૧. વનમાલા નાટિકા ૧૩. યુગાદિદેવ ધાત્રિશિકા ૧૫. પ્રસાદ દ્વાáિશિકા ૧૭. મુનિસુવ્રતસ્તવ ૧૯. સોળ સાધારણ જિનાસ્તવ ૨૧. હૈમબૃહદ્રવૃત્તિ ન્યાસ ૨૩. સુધાકલશ ૨. કૌમુદીમિત્રાણંદ ૪. રાઘવાક્યુદય ૬. યદુવિલાસ ૮. નલવિલાસ નાટક ૧૦. રોહિણી મૃગાંક પ્રકરણ ૧૨. કુમારવિહાર શતક ૧૪. વ્યતિરેક ધાર્નાિશિકા ૧૬. આદિદેવસ્તવ ૧૮. નેમિસ્તવ ૨૦. જિનસ્તોત્રો ૨૨. દ્રવ્યાલંકાર વૃત્તિ સહિત ૨૪. નાટ્યદર્પણ આ ગ્રંથોમાં વ્યાલંકાર ગ્રંથની વિશિષ્ટતા :- સામાન્ય રીતે જૈનદર્શનના ગ્રંથોમાં પ્રમાણનય-સમભંગી-અનેકાન્તવાદ આદિનું વર્ણન જ વિસ્તારથી જોવા મળતું હોય છે. પરંતુ જૈનદર્શન સંમત છ દ્રવ્યોનું (પદ્રવ્યનું) દાર્શનિક પદ્ધતિથી વર્ણન કરનાર કોઈ જ ગ્રંથ જૈન પરંપરામાં જોવામાં આવતો નથી. આ.મ.શ્રી રામચંદ્ર તથા ગુણચંદ્ર આ દિશામાં પહેલ કરીને આ મહાન ગ્રંથની જગતને ભેટ આપી છે. તે તે દ્રવ્યો, તેના ભેદ-પ્રભેદો, તેનાં લક્ષણો વર્ણવીને, તે પ્રસંગે જૈન સિવાયનાં બીજાં દર્શનોનાં મંતવ્યોને તે તે દર્શનના મૌલિક આકર ગ્રંથોમાંથી તે તે સંદર્ભોને વિસ્તારથી ઉદ્ધત કરીને તેનું વિસ્તારથી ખંડન કરીને જૈનદર્શન સંમત સિદ્ધાંતોની સ્થાપના તેમણે આ સટીક ગ્રંથમાં કરી છે. તેમના સમયમાં પ્રચલિત અનેક અનેક ગ્રંથોમાંથી તેમણે એટલા બધા પાઠો ઉદ્ભૂત કર્યા છે કે તે તે દર્શનના અભ્યાસીઓને તેમાંથી તે તે દર્શનોની ઐતિહાસિક આદિ માહિતી વિપુલ પ્રમાણમાં આ ગ્રંથમાં મળશે. ખાસ કરીને વર્તમાન કાળમાં સંસ્કૃત ભાષામાં લુપ્ત થયેલા બૌદ્ધગ્રંથો અંગે પણ આમાં ઘણું જાણવા મળશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 318