________________
પ્રસ્તાવના
રાખીને અભ્યાસ કરીને આ ગ્રંથ વાંચવામાં આવશે તો ઘણો ભાગ સમજાશે.
જુદા જુદા પરિશિષ્ટોમાં જુદી જુદી વાતો છે. ત્રીજા પરિશિષ્ટમાં સ્પષ્ટીકરણ તથા તુલના માટે મેં કેટલાંક લખીને સંઘરી રાખેલાં જુનાં જુનાં ટિપ્પણો આપેલાં છે.
પાંચમાં પરિશિષ્ટમાં જે બૌદ્ધગ્રંથો સંસ્કૃત ભાષામાં અત્યારે મળતા નથી, પણ જેના પાઠો દ્રવ્યાલંકારટીકામાં ઉદ્ભૂત કરેલ છે તે ગ્રંથોનાં ભોટ (Tibetan) ભાષામાં થયેલાં પ્રાચીન ભાષાંતરમાંથી તે તે પાઠોને શોધીને ભોટ લિપિમાં જ આપ્યા છે. પહેલાં સંસ્કૃત અને નીચે તેનું ભોટ ભાષાંતર છે. એવા ઘણા પાઠો હજુ પણ મળશે કે કોઈ મોટભાષા જાણનાર વિદ્વાન ભોટભાષાના ગ્રંથોમાં અવગાહન કરીને તેનાં મૂલ સ્થાનો શોધી કાઢે.
વિષય અતિવ્યાપક તથા અતિગહન, ફોટાના ખૂબ ઝીણા અને ઝાંખા અક્ષરો કે જેને ઉકેલતાં ઉકેલતાં થાકી જવાય, બૌદ્ધ આદિ ગ્રંથોમાંથી તે તે વિષયને શોધી કાઢવા, તેમાંયે ભોટ ભાષાના ગ્રંથોમાંથી તે તે પાઠોનાં ભાષાંતરો શોધી કાઢવાં, વગેરે વગેરે કારણે ઘણા પરિશ્રમને અંતે દેવ-ગુરૂકૃપાથી જ જે તૈયાર થયું છે તે આજે વિદ્વાનો સમક્ષ રજુ કર્યું છે. ધન્યવાદ તથા વંદના
આગમપ્રભાકર પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે આ કામ મને સોંપ્યું તેમજ તેના સંશોધન માટે જરૂરી કોપી કરીને મોકલી વગેરે વગેરે ઘણી રીતે તેઓશ્રી આમાં સહાયક, પ્રેરક તથા પ્રોત્સાહક રહ્યા છે એટલે સર્વપ્રથમ તેમને શ્રદ્ધાથી, હૃદયથી વંદન કરું છું.
આના પ્રકાશનની જવાબદારી અમદાવાદમાં રહેલા લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે લીધી હતી. એટલે એના બધા છપાયેલા ફર્મા વર્ષોથી લા.દ. વિદ્યામંદિરમાં છે. આના શીધ્ર પ્રકાશન માટે તેના નિદેશક જિતેન્દ્રભાઈ બાબુલાલ શાહ, તથા સંયોજક ઉજમશીભાઈ કાપડીયા વગેરે મહાનુભાવોએ મને ઘણીવાર પ્રેરણા પણ કરી છે. છતાં મારા તરફથી થયેલા વિલંબને ઘાણી જ ધીરજથી તેમણે નભાવી લીધો છે. તે માટે તેઓ ખાસ ધન્યવાદના અધિકારી છે.
સામાન્ય રીતે મારી બધી પ્રવૃત્તિઓમાં, મારા અતિવિનીત અંતેવાસી મુનિરાજશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્યો મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી તથા તપસ્વી મુનિરાજશ્રી ધર્મઘોષવિજ્યજી ઘણી ઘણી રીતે સહાય કરતા જ હોય છે. બીજા પરિશિષ્ટના નિર્માણમાં મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી ઘણા સહાયક થયા છે.
તથા, P.K.D. આધારે દ્રવ્યાલંકારનું મૂળ તૈયાર કરવામાં, તથા પરિશિષ્ટો તૈયાર કરવામાં, તથા તેનાં પ્રફો વાંચવામાં સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મહારાજ કે જે મારા પરમ પરમ પરમ ઉપકારી માતુશ્રી પણ છે, તેમનાં પરમ સેવાભાવી શિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી તથા તેમના પરિવારે ઘણી ઘણી સહાય કરી છે. તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે.
સર્વ અરિહંત પરમાત્માની કૃપાથી, વિશેષ કરીને સિદ્ધાચલ તીર્થના આદીશ્વર દાદા તથા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org