Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 8
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગ્રંથકારશ્રીનું સંસારી જીવન અને દીક્ષા - ગ્રંથકર્તા પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીનો જન્મ ઉત્તરગુજરાતમાં મહેસાણા પાસેના ધીણોજથી નજીક અને ગાંભુગામથી ૬ કિલોમીટર દૂર કનોડા ગામમાં થયેલો. પિતાનું નામ નારાયણશ્રેષ્ઠી, માતાનું નામ સૌભાગ્યદેવી, મોટાભાઈનું નામ પદ્મસિંહ અને પોતાનું નામ “જસવંતસિંહ” હતું. માત-પિતા આદિ પરિવારના ધર્મમય સંસ્કારી જીવનના કારણે આ સમગ્ર કુટુંબ ત્યાગ, તપ, વૈરાગ્ય અને સ્વાધ્યાયના રંગે રંગાયેલું હતું. પૂજ્ય શ્રી વિજયજી મ.શ્રી કુણગેર' ગામમાં ચાતુર્માસ કરીને વિક્રમ સંવત ૧૬૮૮માં કનોડા ગામે પધાર્યા. વૈરાગ્યમયી ધર્મદેશનાથી આ સમગ્ર કુટુંબ ધર્મભાવનાથી વધારે સુવાસિત થયું. સૌભાગ્યદેવી માતાને દરરોજ “ભક્તામર સ્તોત્ર” સાંભળીને જ પચ્ચખાણ પાળવાનો નિયમ હતો. એક વખત સતત વધારે વરસાદ ચાલુ રહેવાથી ઉપાશ્રયે ન જઈ શકવાથી ઉપવાસ થયા. જસવંતસિંહે કુતુહલ વશથી પૂછતાં માતાએ ભક્તામર સાંભળીને પચ્ચખાણ પાળવાની પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. તે વાત સાંભળીને જસવંતસિંહે “હું તમને ભક્તામર સ્તોત્ર' સંભળાવું. આવી વાત કરતાં માતા આશ્ચર્ય પામ્યાં, જસવંતસિંહે સ્પષ્ટાક્ષરે ભક્તામર સંભળાવ્યું, માતાએ પારણું કર્યું. વરસાદ બંધ થતાં માતા ઉપાશ્રયે જ્યારે ગયાં ત્યારે ગુરુજી શ્રી નયવિજયજીએ આ વાત જાણી. ગુરુજીએ જસવંતસિંહની ધારણાશક્તિ અને સ્મરણશક્તિ જોઈને તે બાળકને દીક્ષા અપાવવાની વાત તેના માતા-પિતાને કરી. આ બાજુ જસવંતસિંહના દયમાં પણ અસાર સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાની ભાવના હતી અને આ કારણે વૈરાગ્યભાવના તીવ્ર બની. ગુરુજી શ્રી નવિજયજી મ. શ્રી વિહાર કરીને પાટણ પધાર્યા. માત-પિતાએ જસવંતસિંહને મોહને વશ ઘણો સમજાવ્યો. પરંતુ તેનો વિચાર “અફર' હોવાથી માત-પિતાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે માતા-પિતાએ ઘણા જ ઉત્સાહ અને ઉમંગ સાથે મહોત્સવપૂર્વક વિક્રમ સંવત ૧૬૮૮માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે પાટણમાં, પંચાસરાના દેરાસર પાસે, પોળીયાના ઉપાશ્રયમાં ભાઈશ્રી જસવંતસિંહને દીક્ષા અપાવી. જસવંતસિંહજી હવે બન્યા “શ્રી યશોવિજયજી મહારાજ.” ભાઈની પણ દીક્ષા અને અભ્યાસ : જસવંતસિંહની દીક્ષા જોઈને મોટાભાઈ પદ્ધસિંહને પણ દીક્ષા લેવાની ભાવના થઈ. અને તેમની દીક્ષા પણ પાટણમાં જ થઈ. અને તેમને પદ્મવિજયજી'ના નામે ઘોષિત કરાયા. બન્ને ભાઈઓની વડી દીક્ષા પણ વિક્રમ સંવત ૧૬૮૮માં પાટણમાં જ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે જ થઈ. અને પૂજ્ય નયવિજયજી મ.શ્રી ના શિષ્ય તરીકે ઘોષિત કરાયા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 444