Book Title: Dhyanadipika Author(s): Sakalchandra Gani, Kesharsuri Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad View full book textPage 9
________________ 88888@8888888888888888888888888888888888888, I કા BBBBBBBBBBBBBBBBBBBBBURGBUBURBUBUBORGBUBURUBBBBBBBBBBBBBBBBBBBBBBURGBUBBB શરૂઆત અને ચૌદમા ગુણસ્થાનકના અંતે તેની પૂર્ણતા થઈ છે હું જાય છે. અશરીરી સિદ્ધ પરમાત્માને અવ્યાબાધ સ્વરૂપ સ્થિરતા હોય છે. ધ્યાનની પૂર્વે જે ચપલ અધ્યવસાન હોય છે તેને ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતવના કહેવાય છે અને જે સ્થિર અધ્યવસાન થાય તેને ધ્યાન કહેવાય છે. દઢ સંહનનવાળાને તે અંતર્મુહૂર્ત (૪૮ મિનિટ)થી વધારે સમય રહે તો કેવળજ્ઞાન થાય છે. છદ્મસ્થ જીવને વર્તમાનકાળમાં બહુ જ થોડા સમય માટે ધ્યાનની સ્થિરતા હોઈ શકે છે. મનને (ઉપયોગને) એક વસ્તુ ઉપર જ રોકી રાખવું તેને ધ્યાન કહેવાય છે. ઘણા સાધકો લાંબા સમય સુધી ધ્યાન કરે છે. તેનો અર્થ એટલો કે ધ્યાનમાંથી ધ્યાનાંતર રૂપભાવના, અનુપ્રેક્ષા કે ચિંતવના દ્વારા તે ધ્યાનની સંતતિને લંબાવે છે. વર્તમાનકાળમાં ઘણા જીવો ધ્યાન કરવાને અપાત્ર છતાં ધ્યાનાભાસ દ્વારા ધ્યાન કરવાની ચેષ્ટાઓ કરે છે, અને માને છે કે પોતે સાચું ધ્યાન કરે છે. પણ હકીકતે તે ધ્યાન તરંગરૂપ અને બ્રાંતિરૂપ હોય છે. જે જીવ વૈરાગ્યવાન ન હોય, કષાયોની હું મંદતાવાળો ન હોય, તત્ત્વના યથાર્થ નિર્ણયયુક્ત ન હોય, પ્રમાદી હોય, આસનની સ્થિરતાયુક્ત ન હોય, અનુકંપાવાન ન હોય, સત્ય બોલનાર ન હોય, આરંભ-પરિગ્રહાદિની મૂછ ત્યાગી ન હોય, સ્થિર આશય અને ચિત્તવાળો ન હોય, શુદ્ધ સમ્યત્વવાન ન હોય, ધૈર્યવાન ન હોય, જિતેન્દ્રિય ન હોય, લોકસંગનો ત્યાગી ન હોય, મીતભાષી ન હોય. તે વાસ્તવિક આત્મધ્યાન કરવાને યોગ્ય ન કહેવાય. જે જીવોમાં ધ્યાનના યથાર્થ લક્ષણો નથી તેવા જીવો ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ ભાવનાદિ અનેક સસાધનો દ્વારા પ્રથમ પોતાની ભૂમિકા યથાર્થ બનાવે તે વધારે યોગ્ય છે. = 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888@ < BURROBEREBUBURUEBBBBBBBBBBBBBBBBBBBBBBBBSZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 396