Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ JPšà3/3/3/33/383 38.83934399/8/8/33/28/3/3/3 જે મોક્ષનો માર્ગ છે તે આ ગ્રંથમાં જણાવવામાં-બતાવવામાં આવેલ છે, જેનો બોધ આ પુસ્તક પૂર્ણ વાંચવાથી થશે અને તે પ્રમાણે વર્તન કરવાથી તેનો અનુભવ થશે એમ મારી ચોક્કસ માન્યતા છે. આ ગ્રંથ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથોનું અને અનુભવનું દોહન સારરૂપ છે. અધિકારી જીવોએ જ આ ગ્રંથ વાંચવા પ્રયત્ન કરવો. બિનઅધિકારીને પણ આ ગ્રંથમાંથી અધિકારી થવાનાં ઘણાં સાધનો મળે તેમ છે. છેવટે, આ ગ્રંથના સંગ્રહકર્તા શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાયનો અને ભાવાર્થરૂપ વિવેચન કરનાર, લખનાર, સંગ્રહ કરનારનો શુભ પ્રયાસ, આ ગ્રંથથી અનેક જીવોને ફાયદો થવારૂપે સત્ય સમજાવારૂપે, અને તેમાં પ્રવૃત્તિ થવારૂપે સફલ થાઓ એમ ઈચ્છીને આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ગ્રંથની શરૂઆત સં. ૧૯૭૦ના રાજકોટના ચોમાસામાં કરવામાં આવી હતી અને તેનો ઘણો ભાગ પૂર્ણ પણ ત્યાં જ થઈ ગયો હતો, છતાં બીજાં કેટલાંક કારણોને લઈ તે અધૂરો રહેલો ગ્રંથ ૧૯૭૨ના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ થયો છે. છેવટે ૧૯૭૩ના કારતક સુદ પાંચમે આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ છે. સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો નીરોગી બનો. સર્વ જીવો આત્માના અનંત સુખનો અનુભવ કરો. આ ગ્રંથમાં મતિમંદતાથી જ્ઞાનીઓની દ્રષ્ટિથી કાંઈ વિરુદ્ધ લખાયું હોય તો ત્રિકરણ ત્રિયોગે ક્ષમા ઈચ્છું છું અને જ્ઞાનીઓને સવિનય પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે તેમાં સુધારો કરવો. શાંતિ ! શાંતિ ! શાંતિ ! શાંતિ ! શાંતિ ! સંવત ૧૯૭૨, કારતક સુદ ૧૦ પંન્યાસ કેશરવિજય ગણિ. JURURURURURURURURURGALABAUREAERBRUKERERURUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 396