________________
JPšà3/3/3/33/383 38.83934399/8/8/33/28/3/3/3
જે મોક્ષનો માર્ગ છે તે આ ગ્રંથમાં જણાવવામાં-બતાવવામાં આવેલ છે, જેનો બોધ આ પુસ્તક પૂર્ણ વાંચવાથી થશે અને તે પ્રમાણે વર્તન કરવાથી તેનો અનુભવ થશે એમ મારી ચોક્કસ માન્યતા છે. આ ગ્રંથ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથોનું અને અનુભવનું દોહન સારરૂપ છે. અધિકારી જીવોએ જ આ ગ્રંથ વાંચવા પ્રયત્ન કરવો. બિનઅધિકારીને પણ આ ગ્રંથમાંથી અધિકારી થવાનાં ઘણાં સાધનો મળે તેમ છે. છેવટે, આ ગ્રંથના સંગ્રહકર્તા શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાયનો અને ભાવાર્થરૂપ વિવેચન કરનાર, લખનાર, સંગ્રહ કરનારનો શુભ પ્રયાસ, આ ગ્રંથથી અનેક જીવોને ફાયદો થવારૂપે સત્ય સમજાવારૂપે, અને તેમાં પ્રવૃત્તિ થવારૂપે સફલ થાઓ એમ ઈચ્છીને આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ગ્રંથની શરૂઆત સં. ૧૯૭૦ના રાજકોટના ચોમાસામાં કરવામાં આવી હતી અને તેનો ઘણો ભાગ પૂર્ણ પણ ત્યાં જ થઈ ગયો હતો, છતાં બીજાં કેટલાંક કારણોને લઈ તે અધૂરો રહેલો ગ્રંથ ૧૯૭૨ના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ થયો છે. છેવટે ૧૯૭૩ના કારતક સુદ પાંચમે આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ છે. સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો નીરોગી બનો. સર્વ જીવો આત્માના અનંત સુખનો અનુભવ કરો. આ ગ્રંથમાં મતિમંદતાથી જ્ઞાનીઓની દ્રષ્ટિથી કાંઈ વિરુદ્ધ લખાયું હોય તો ત્રિકરણ ત્રિયોગે ક્ષમા ઈચ્છું છું અને જ્ઞાનીઓને સવિનય પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે તેમાં સુધારો કરવો.
શાંતિ ! શાંતિ ! શાંતિ ! શાંતિ ! શાંતિ !
સંવત ૧૯૭૨, કારતક સુદ ૧૦
પંન્યાસ કેશરવિજય ગણિ.
JURURURURURURURURURGALABAUREAERBRUKERERURUR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org