Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જિનતત્ત્વ હૃદયની સાચી ઉદારતા વિના દાનની સાચી પ્રવૃત્તિ સંભવી શકે નહિ. મનુષ્યની ચેતનાનો જેટલો વિસ્તાર હોય તેટલો વિસ્તાર તેની ાનની ભાવનાનો થઈ શકે. જે માણસ સ્વાર્થી કે અહકેન્દ્રી છે તે માણસ જલદી દાન દઈ શકતો નથી. અને દે તો પણ ગણતરીપૂર્વકનું અને પોતાના સ્વાર્થની વૃદ્ધિ માટેનું હોવાનો સંભવ છે. જ્યાં ‘મારા અને પરાયા’નો ભાવ છે ત્યાં દાનની પ્રવૃત્તિ મર્યાદિત રહેવાની. સમગ્ર સંસારમાં તમામ જીવો પ્રત્યે મૈત્રીની ઊંચી ભાવના જ્યાં વિકસે છે ત્યાં અન્ય જીવોના લાભાર્થે પોતાની સ્થૂલ કે સૂક્ષ્મ સંપત્તિનું વિસર્જન સતત ચાલ્યા કરે છે. ‘પંચતંત્રમાં કહ્યું છે કે : अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् || ૨૨૮ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારની ધર્મઆરાધનામાં શાસ્ત્રકારોએ દાનને જે પ્રથમ સ્થાન આપ્યું છે તે ધણી દૃષ્ટિએ ઉચિત છે, કારણ કે દાન સકલ ગુણોને ઉદ્દીપ્ત કરનારું, સરળ અને સ્વપકલ્યાણક છે. દાનની ભાવના સરળ અને સુલભ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ ઘનની પ્રવૃત્તિ સરળતાથી ફરી શકે છે. તપની આરાધના દાન કરતાં કઠિન છે. કેટલીક વ્યક્તિઓ સહેલાઈથી તપ કરી શકતી નથી. કેટલાક વૃદ્ધ, અશક્ત, માંદા માણસો દાન આપી શકે, પણ તપશ્ચર્યા કરવી તેમને ફાવે નહિ. શીલ અને ભાવ આત્માને ઉચ્ચ કોટિએ લઈ જાય છે, પરંતુ વિશુદ્ધ ચારિત્ર્ય અને ઉદાત્ત ભાવને જીવનમાં ઉતારવાનું એટલું સરળ નથી. દાનને પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે દાન સ્વપર-કલ્યાણકારી છે. માટે જ ‘સ્વપરોપારાર્થે વિતરનું વાનમ્ !' એમ કહેવાયું છે. શીલ, તપ અને ભાવ મુખ્યત્વે ને પ્રત્યક્ષપણે સ્વકલ્યાણકારી છે. અલબત્ત તે પરોક્ષ રીતે અને પરંપરાએ કુટુંબ, સમાજ વગેરેના કલ્યાણનું નિમિત્ત બની શકે છે. જ્યાં સુધી અન્ય જીવના કલ્યાણનો ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી દાનની વૃત્તિ પોતાનામાં જન્મતી નથી. માણસ માત્ર પરાર્થે દાન આપતો હોય તો પણ એ દ્વારા અનાયાસ આત્મકલ્યાણ પણ સાધે છે. એક ચિંતકે કહ્યું છે, ‘Charity is never lost; it may meet with ingratitude or be of no service to those on whom it was bestowed, yet it ever does a work of beauty and grace upon the heart of the giver.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25