Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ દાનધર્મ ૨૩૩ નિશ્ચિત છે. કર્મનો એ સિદ્ધાંત છે. પૂર્વના ધન સાર્થવના ભવમાં સાધુજનોને ઘીનું દાન દેવાથી ઋષભદેવ તીર્થકર થયા હતા. પૂર્વના ભવમાં પારેવાને કરુણાભાવશી અભયદાન દેવાને કારણે શાંતિનાથ ભગવાન ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યા હતા અને તીર્થંકર થયા હતા. પૂર્વના ભવમાં તપસ્વી મુનિમહારાજને લીરનું દાન દેવાથી શાલિભદ્ર અત્યંત ઋદ્ધિવાન થયા હતા. પૂર્વજન્મમાં ઘન દેવાથી કયાવના શેઠે ઘણું સુખ ભોગવ્યું હતું. ઉદાયી રાજ, સંપ્રતિ રાજા, મૂળદેવકુમાર વગેરે દાનવીર તરીકે સુપ્રસિદ્ધ છે. ચંદનબાળા ભગવાન મહાવીરસ્વામીને અળદના બાકળા વહોરાવીને ધન્ય બની ગયાં હતાં તે કોણ નથી જાણતું ? હિન્દુ ધર્મકથાઓમાં કર્ણ, બલિરાજા, વિક્રમાદિત્ય રાજા વગેરેનાં દૃષ્ટાંતો દાન આપવાના વિષયમાં સુપ્રસિદ્ધ છે. જૈન ધર્મમાં પાંચ મહાવ્રતોમાં અપરિગ્રહને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધુઓ અપરિગ્રહવ્રતનું પરિપાલન કરે છે. માટે તેઓએ સ્વયં અનુકંપાથી દ્રવ્યદાન આપવાનું હોતું નથી, પરંતુ તે માટે પ્રેરણા કરી શકે છે. ગૃહસ્થને માટે પરિગ્રહ પરિમાણનું વ્રત હોય છે. સમયે સમયે માણસે પોતાના પરિગ્રહને તપાસી યથાશક્ય તે ઓછો કરવો જોઈએ, એટલે કે વખતોવખત એણે દાન આપતા રહેવું જોઈએ. ગૃહસ્થ બીજાં દુષ્કર વ્રતો ન પાળી શકે તો પણ દાન તો આપી શકે છે. “ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે : नो शीलं प्रतिपालयन्ति गृहिणस्तप्तुं तपो न क्षमा, आर्तध्याननिराकृता जडधियस्तेषां कुतो भावना। इत्येव निपुणेन हन्त मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवकूपतोऽपि सुदृढं दानावलम्बात्परः।। ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્યો બ્રહ્મચર્ય પાળતા નથી, તપ કરવામાં સમર્થ નથી, તેમની જડબુદ્ધિ હોવાથી તેઓ આર્તધ્યાન વડે પરાભવ પામેલા હોય છે. તેથી તેમને ભાવના તો ક્યાંથી જ હોય ? આ પ્રમાણે હોવાથી નિપુણ મનથી વિચાર કરીને મેં નિશ્ચય કર્યો છે કે અત્યંત દઢ એવા દાનધર્મનો આશ્રય લીધા સિવાય સંસારકૂપથી ઊતરવાનો બીજો કોઈ ઉપાય નથી.] દાન હાથનું ભૂષણ છે. સમયે સમયે દાન દેવાથી લોભ કષાય મંદ પડે છે, એટલા માટે જ કેટલાક સાચા શ્રાવકો પરિગ્રહ ઓછો કરવાની બાબતમાં બહુ સજાગ અને સચિત હોય છે. અમુક ઉમરે નવી કમાણી ન કરવી અને જે સંપત્તિ એકત્રિત કરેલી હોય તેમાંથી થોડી થોડી ઓછી કરી શભ કાર્ય માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25