________________
૨૩૬
પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે.
3
दसविहे दाणे पण्णते, तंजहा
अणुकंपा संगहे चेव, भया कालुणिते ति त ।
लज्जाए गारवेणं च, अहम्मे पुण सत्तमे । धम्मे य अट्ठमे वुत्ते, काही ति त कंतति त ।।
(૧) અનુકમ્પાદાન, (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણિકદાન, (૫) લજ્જાાન, (૬) ગૌરવાન, (૭) અધર્મદાન, (૮) ધર્માન, (૯) કાહીાન, (૧૦) કંતતીાન.
વળી ધર્મદાનના પેટાપ્રકાર તરીકે (૧) અભયાન, (૨) સુપાત્રદાન અને (૩) જ્ઞાનદાન એમ ત્રણ ગણાવવામાં આવ્યા છે.
જિનતત્ત્વ
‘દાનકુલકમાં ધર્મદાન, અર્થદાન અને કામાન એમ ત્રણ પ્રકારો બતાવી ધર્મદાનની વિશેષતા દર્શાવવામાં આવી છે.
धम्मत्थकामभेया तिविहं दाणं जयंमि विक्खायं । तहवि आ जिजिंदमुणिणो धम्मिय दाणं प्रसंसंति ।।
[ધર્માન, અર્થાન અને કામદાન એમ ત્રણ પ્રકારનું દાન દુનિયામાં વિખ્યાત છે, પણ જિનેશ્વર ભગવાનના શાસનના મુનિઓ ધાર્મિક દાનની જ પ્રશંસા કરે છે.]
કેટલાક ગ્રંથોમાં દાનના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) અભયદાન, (૨) અનુકંપાદાન, (૨) જ્ઞાનદાન અને (૪) ભક્તિઘન. ભક્તિદાન તે સુપાત્રદાનનું બીજું નામ છે અને તેમાં સાત ક્ષેત્ર – (૧) સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા, (૫) જિનાગમ, (ડ) જિનમંદિર અને (૭) જિનબિંબ ને સુપાત્ર ગણવામાં આવ્યાં છે.
--
Jain Education International
વળી દાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે : (૧) અભયદાન, (૨) સુપાત્રદાન, (૩) અનુકંપાદન, (૪) ઉચિત દાન અને (૫) કીર્તિદાન.
વળી, નવ પ્રકારનાં પુણ્યના આધારે અન્નદાન, વસ્ત્રદાન, વસતિાન, ઔષધિદાન વગેરે પ્રકારો ઘનના ગણાવવામાં આવે છે. ગરીબ ખેડૂતોને જમીનનું દાન આપવા માટે વિનોબાજીએ ‘ભૂદાન’ની પ્રવૃત્તિ ઉપાડી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org