________________
દાનધર્મ
ર૩૫
સારો વક્તા મળી શકે, પરંતુ દસ હજારમાંથી એકાદ સાચો દાતા મળે કે ન પણ મળે.
शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः।
वक्ता दशसहस्रेषु, दाता भवति वा न वा।। સાચું દાન દેનાર વ્યક્તિ કેટલી ચડિયાતી હોય અને એનામાં કેવા કેવા ગુણો રહેલા હોય તે વિશે કહેવાયું છે :
तुष्टिश्रद्धा विनय भजना लुब्धताक्षान्ति सत्त्वप्राण त्राण व्यवसित गुणज्ञानकालाज्ञतादयः। दानासक्तिर्जननमृतिभिश्वास्तिकोऽमत्सरेप्यों,
दक्षात्मा यो भवति स नरो दातृमुख्यो जिनोक्तः। જે દાની મનુષ્ય તુષ્ટિ, શ્રદ્ધા, વિનય, ભક્તિ, નિર્લોભિતા, ક્ષમા, પ્રાણીદયા, ગુણજ્ઞતા અને કાલજ્ઞતાથી યુક્ત, જન્મ અને મરણ વિશે અનાસક્ત, આસ્તિક, મત્સરથી અને ઈર્ષ્યાથી રહિત તથા દક્ષ હોય તેવા મનુષ્યને જિનેશ્વર ભગવાને ઘનીઓમાં મુખ્ય (શ્રેષ્ઠ) કહ્યો છે.
જે માણસો પરાર્થ કશું જ આપી શકતા નથી એવા પણ માણસો છેવટે તો બીજાને માટે જ બધું છોડીને જગતમાંથી વિદાય લેતા હોય છે. એટલે એક અપેક્ષાએ આવા કંજૂસ માણસો મોટા ત્યાગી ગણાય. એટલા માટે જ કટાક્ષમાં કહેવાયું છે :
अदातापुरुषस्त्यागी धनं संत्यज्य गच्छति।
दातारं कृपणं मन्ये, न मृतोऽप्यथ मुञ्चति ।। [દાન ન આપનાર માણસ હકીકતમાં ત્યાગી છે, કારણ કે છેવટે તે ધનલક્ષ્મીને છોડીને ચાલ્યો જાય છે. જે દાતા છે તે કુપણ છે એમ હું માનું છું, કારણ કે મરતી વખતે તે ધન છોડીને જતો નથી. પુણ્યરૂપી લક્ષ્મી પણ તે સાથે લઈને જાય છે.]
જુદી જુદી દૃષ્ટિએ દાનના જુદા જુદા પ્રકાર શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. દાનના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્યદાન અને ભાવદાન. બૌદ્ધ ધર્મના ગ્રન્થ અંગુત્તર નિકાય'માં પણ અભિસદાન” (ભૌતિક દાન) અને “ધર્મદાન' એવા બે મુખ્ય પ્રકાર દર્શાવવામાં આવ્યા છે.
જૈન આગમગ્રન્થોમાં સ્થાનાંગસૂત્રના દસમા અધ્યયનમાં દાનના દસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org