Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 15
________________ જિનતત્ત્વ જગતમાં અભયાનની ભાવના પ્રસરાવવા અને તેવા પ્રકારનું પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જન્માવવા માટે માણસે પોતે પહેલાં નિઃશસ્ત્ર થવું જોઈશે અને ભયરહિત બનવું પડશે. આ તો પ્રાથમિક આવશ્યકતા છે. પરંતુ એથી આગળ જઈ અહિંસા, પ્રેમ, કરુણાની ભાવનાને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરવી જોઈશે. જ્યાં સાચી અહિંસા હોય છે ત્યાં જીવોનો પરસ્પર જાતિગત વેરભાવ હોય તો તે પણ ચાલ્યો જાય છે. અહિંસાની સાથે સાથે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચે મહાવ્રતોનું પરિપાલન બીજા જીવોને તે તે પ્રકારનું અભયદાન આપવા માટે વ્યક્તિને પાત્ર બનાવે છે. ૨૪૦ મૃત્યુના ભય ઉપરાંત જીવને અન્ય પ્રકારના ભય હોય તો તે પણ દૂર થઈ જાય છે. તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં જીવને કોઈ પણ પ્રકારનો ભય રહતો નથી. એટલે જ તીર્થંકર ભગવાન માટે ‘શક્રસ્તવમાં વપરાયેલાં વિશેષણોમાંનું એક વિશેષણ તે ‘અમયવવાળું’ પણ છે. શાંતિનાથ ભગવાન પૂર્વના મેઘરથ રાજાના ભવમાં પક્ષીને બચાવવા પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવે છે એ અભયદાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. મહાભારતમાં શિબિરાજાનું પણ તેવું જ ઉદાહરણ છે. નેમિનાથ ભગવાન પોતાના લગ્નના જમણવાર નિમિત્તે એકઠાં કરાયેલાં પશુઓને છોડાવે છે. મેઘકુમાર પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવે છે. ગર્દભિલ્લ મુનિ અને સંયતિ રાજા પણ પશુઓને અભયદાન દેવા માટે પ્રસિદ્ધ છે. અન્ય જીવને બચાવવા જતાં પોતાના પ્રાણનો પણ ભોગ આપ્યાનાં ઉદહરણો દુનિયામાં જોવા મળે છે. અન્ય જીવો પ્રતિ અંતરમાં સાચી પ્રીતિ અને કરુણા વગર એમ બની શકે નહિ. અભયાનનો હિન્દુ ધર્મમાં પણ એટલો જ મહિમા દર્શાવાયો છે. નીચેના કેટલાક શ્લોક પરથી તે જણાશે : वरमेकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा । न तु विप्रेसहस्रेभ्यो गोसहस्रमलङ्कृतम् ।। હજારો બ્રાહ્મણોને અલંકારો વડે શણગારેલી ગાયો દાનમાં આપવી તેના કરતાં એક જ પ્રાણીને અભયરૂપી દક્ષિણા આપવી તે વધુ ઉત્તમ છે. વળી કહ્યું છે : जीवानां रक्षणं श्रेष्ठ, जीवा जीवितकाङ्क्षिणः । तस्मात्समस्तदानेभ्योऽभयदानं પ્રશસ્યતે।। Jain Education International For Private & Personal Use Only (માર્કંડેયપુરાણ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25