________________ 250 જિનતત્ત્વ फलं यच्छति दातृभ्यो दानं नानास्ति संशयः। फलं तुल्यं ददात्येतदाश्चर्य त्वनुमोदकम् / / (ઉપદેશપ્રાસાદ) દાન દાતારને ફળ આપે છે, તેમાં તો કંઈ પણ સંશય નથી; પરંતુ દાતારના જેવું ફળ અનુમોદના કરનારને પણ આપે છે એ આશ્ચર્ય છે. વળી કહેવાયું છે કે : चिरादेकेन दानादिक्लेशैःपुण्यं यदर्जितम् / तस्यानुमोदनाभावात् क्षणादन्यस्तदर्जयेत् / / એક મનુષ્ય ચિરકાળ સુધી દાનાદિકના ક્લેશ વડે-કષ્ટ વડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્ય બીજો મનુષ્ય એક ક્ષણ વાર તેની અનુમોદના કરવાથી ઉપાર્જન કરે છે. દાનનો કેટલો બધો મહિમા છે તે વર્ણવતાં ‘ધર્મ-કલ્પદ્રુમ માં કવિએ સરસ કહ્યું છે : दानं दुर्गतिवारणं गुणगणप्रस्तारविस्तारणं, तेजःसन्ततिधारणं कृतविपच्छ्रेणीसमुत्सारणम् / अंहःसन्ततिदारणं भवमहाकूपारनिस्तारणम्, धर्माभ्युन्नति कारणं विजयते श्रेयः सुखाकारणम् / / દાન દુર્ગતિને નિવારનાર છે, ગુણના સમૂહને વિસ્તારનાર છે, તેજના સમૂહને ધારણ કરનાર છે, વિપત્તિના સમૂહનો નાશ કરનાર છે, પાપના સમૂહને વિદારનાર છે, ભવરૂપી સમુદ્રમાંથી તારનાર છે, ધર્મની અમ્મુન્નતિનું કારણ છે અને મોક્ષના સુખને અપાવનાર છે. એવું દાન વિજય પામે છે. આમ, દાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એનું સ્વરૂપ અત્યંત ગહન છે, એના પ્રકાર અનેક છે અને એનો મહિમા અપાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org