Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249447/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ दाणं सोहग्गकरं, दाणं आरुग्गकारणं परम् । दाणं भोगनिहाणं दाणं ठाणं गुणगणाणम् ।। दाणेण फुरइ कित्ती दाणेण होइ निम्मला कंति। दाणावज्जिअहिअओ वइरा वि हु पाणिय वहइ।। (દાનકુલક દાન સૌભાગ્યકારી છે; દાન પરમ આરોગ્યકારી છે; દાન ભોગનું નિધાન છે; દાન ગુણગણોનું સ્થાન છે. દાનથી કીર્તિ વધે છે; દાનથી નિર્મળ ક્રાંતિ પ્રાપ્ત થાય છે; દાનથી વશ થયેલા હૃદયવાળો વેરી પણ દાતારના ઘરે પાણી ભરે છે. दानेन भोगाः सुलभा भवन्ति, તાન વૈરારિ ચન્તિ નાશનું दानेन भूतानि वशीभवन्ति तस्माद्धि दानं सततं प्रदेयम्।। (મનુસ્મૃતિ) ધન વડે ભોગ સુલભ થાય છે; દાનથી વૈર નાશ પામે છે; દાનથી પ્રાણીઓ વશ થાય છે; તેથી નિરંતર દાન દેવું જોઈએ. दक्षिणावन्तो अमृतं भजन्ते। दक्षिणावन्त प्रतिरन्त आयुः।। ( સ્વેદ) [દાતા અમૃત પામે છે; દાતા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે.! Page #2 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ देयं भोज घनं धनं सुविधिना नो संचितव्यं कदा श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याद्यापि कीर्तियतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यन्ति भो मक्षिका अस्माकं मधु दानभोगरहितं नष्टं चिरात् संचितम् ॥ [હે ભોજરાજા ! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક બહુ દાન દેવું, પણ એકઠું કર્યા ન કરવું, કારણ કે દાનથી જ શ્રી કર્ણરાજા, બલિરાજા અને વિક્રમરાજાની કીર્તિ હજુ સુધી પ્રસિદ્ધ છે. એટલા કારણે જ અહો, મધમાખીઓ પોતાના હાથપગને બહુ ઘસે છે અને એ દ્વારા જણાવે છે કે ‘ઘણા વખતથી સંચિત કરેલું અમારું મધ દાન અને ભોગથી રહિત હોવાથી તત્કાળ નાશ પામ્યું છે’.] જગતમાં દાનની ક્રિયા એટલી સતત અને વ્યાપકપણે પરાપૂર્વથી ચાલતી આવી છે કે સમયે સમયે અનેક મહાત્માઓએ દાનનો અપાર મહિમા પોતપોતાની વિવિધ શૈલીથી સધન અને સચોટ ભાષામાં વ્યક્ત કર્યો છે. સેંકડો એવી પંક્તિઓ સુભાષિત જેવી બની ગઈ છે. દાનનો અર્થ ફક્ત ધન પૂરતો સીમિત નથી. આ સંસારમાં કોઈ પણ જીવ અન્ય જીવોના સહકાર વિના કે કુદરતી તત્ત્વોના આલંબન વિના પોતાનું જીવન ટકાવી ન શકે. સ્થૂલ દૃષ્ટિએ જોઈએ તો ધરતી પર વસતા માનવીને હવા, પાણી અને પ્રકાશની જરૂર જીવન ટકાવવા માટે પડે છે. પૃથ્વી, વાયુ, તેજ વગેરેમાં પણ તે પ્રકારના સ્થૂલસૂક્ષ્મ જીવો છે એમ જો સ્વીકારીએ તો કોઈ પણ જીવને જીવવા માટે બીજા જીવોની જરૂર પડે છે એ નિર્વિવાદ સત્ય છે. એ દૃષ્ટિએ તમામ જીવો વચ્ચે પરસ્પર અનુગ્રહ અને આલંબનની ઘટના સતત, અવિરત ચાલે છે. એટલા માટે જ વાચક ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે - ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ વળી એમણે દાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે : ૨૨૭ 'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।' આમ દાનની પ્રવૃત્તિનાં ત્રણ મહત્ત્વનાં અંગો છે: (૧) પોતાની માલિકીની કોઈ વસ્તુ હોવી, (૨) તેનો અતિસર્ગ એટલે કે ત્યાગ કરવો, (૩) એ ત્યાગ બીજાના કલ્યાણ માટે હોવો જોઈએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ હૃદયની સાચી ઉદારતા વિના દાનની સાચી પ્રવૃત્તિ સંભવી શકે નહિ. મનુષ્યની ચેતનાનો જેટલો વિસ્તાર હોય તેટલો વિસ્તાર તેની ાનની ભાવનાનો થઈ શકે. જે માણસ સ્વાર્થી કે અહકેન્દ્રી છે તે માણસ જલદી દાન દઈ શકતો નથી. અને દે તો પણ ગણતરીપૂર્વકનું અને પોતાના સ્વાર્થની વૃદ્ધિ માટેનું હોવાનો સંભવ છે. જ્યાં ‘મારા અને પરાયા’નો ભાવ છે ત્યાં દાનની પ્રવૃત્તિ મર્યાદિત રહેવાની. સમગ્ર સંસારમાં તમામ જીવો પ્રત્યે મૈત્રીની ઊંચી ભાવના જ્યાં વિકસે છે ત્યાં અન્ય જીવોના લાભાર્થે પોતાની સ્થૂલ કે સૂક્ષ્મ સંપત્તિનું વિસર્જન સતત ચાલ્યા કરે છે. ‘પંચતંત્રમાં કહ્યું છે કે : अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् || ૨૨૮ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારની ધર્મઆરાધનામાં શાસ્ત્રકારોએ દાનને જે પ્રથમ સ્થાન આપ્યું છે તે ધણી દૃષ્ટિએ ઉચિત છે, કારણ કે દાન સકલ ગુણોને ઉદ્દીપ્ત કરનારું, સરળ અને સ્વપકલ્યાણક છે. દાનની ભાવના સરળ અને સુલભ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ ઘનની પ્રવૃત્તિ સરળતાથી ફરી શકે છે. તપની આરાધના દાન કરતાં કઠિન છે. કેટલીક વ્યક્તિઓ સહેલાઈથી તપ કરી શકતી નથી. કેટલાક વૃદ્ધ, અશક્ત, માંદા માણસો દાન આપી શકે, પણ તપશ્ચર્યા કરવી તેમને ફાવે નહિ. શીલ અને ભાવ આત્માને ઉચ્ચ કોટિએ લઈ જાય છે, પરંતુ વિશુદ્ધ ચારિત્ર્ય અને ઉદાત્ત ભાવને જીવનમાં ઉતારવાનું એટલું સરળ નથી. દાનને પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે દાન સ્વપર-કલ્યાણકારી છે. માટે જ ‘સ્વપરોપારાર્થે વિતરનું વાનમ્ !' એમ કહેવાયું છે. શીલ, તપ અને ભાવ મુખ્યત્વે ને પ્રત્યક્ષપણે સ્વકલ્યાણકારી છે. અલબત્ત તે પરોક્ષ રીતે અને પરંપરાએ કુટુંબ, સમાજ વગેરેના કલ્યાણનું નિમિત્ત બની શકે છે. જ્યાં સુધી અન્ય જીવના કલ્યાણનો ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી દાનની વૃત્તિ પોતાનામાં જન્મતી નથી. માણસ માત્ર પરાર્થે દાન આપતો હોય તો પણ એ દ્વારા અનાયાસ આત્મકલ્યાણ પણ સાધે છે. એક ચિંતકે કહ્યું છે, ‘Charity is never lost; it may meet with ingratitude or be of no service to those on whom it was bestowed, yet it ever does a work of beauty and grace upon the heart of the giver.' Page #4 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૨૯ દ્રવ્યદાન કરતાં ભાવદાન ચડિયાતું મનાય છે. દ્રવ્યદાનમાં રોકડનાણું, ચીજવસ્તુઓ, ઉપકરણ ઇત્યાદિનો સમાવેશ થાય છે. સ્કૂલ દ્રવ્યના દાન કરતાં પણ આત્માને માટે જ્ઞાનઘન દ્વારા પરિણમતાં સમ્યક ધર્મક્રિયાદિ વધુ ઉપકારક થઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કોઈ માણસ રોજ એક લાખ ખાંડી સુવર્ણનું ધન આપે તો પણ રોજ એક સામાયિક કરનાર માણસની તોલે તે ન આવે. માણસે ધર્મની આરાધના વિવિધ પ્રકારે કરવાની છે. એમાં સ્કૂલ દ્રવ્યદાન દ્વારા થતી આરાધના નીચી ભૂમિકાએ આવે. સુપાત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે ઊંચા પ્રકારનાં દાન છે. પરંતુ દાન કરતાં પણ તપ, શીલ અને ભાવ દ્વારા થતી શુદ્ધ ધર્મારાધના કેટલીક અપેક્ષાએ ચડિયાતી ગણાવાય છે. અલબત્ત, આ દરેકમાં તરતમતાના ભેદ અને પ્રભેદ હોઈ શકે છે. સ્થળ દ્રવ્યદાન કરતાં અન્ય પ્રકારની આરાધના ચડિયાતી છે એનો અર્થ એ નથી કે ધનનો નિષેધ કરવામાં આવ્યો છે. એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દ્રવ્યના ઘનધર્મમાં જ અટકી ન જતાં એથી ઉચ્ચતમ ધર્મારાધનાનું લક્ષ્ય રાખવું ઘટે. એમાં શુદ્ધ અને ઉચ્ચ ભાવથી કરેલું સુપાત્રદાન તો કર્મનિર્જરા દ્વારા મોક્ષનું સાધન પણ બની શકે છે. બૌદ્ધ ધર્મમાં જે કેટલીક “પારમિતા' નિર્વાણ માટે બતાવી છે તેમાં ‘દાનપારમિતા” પણ છે. - ધન દેનાર બધા એકસરખી કોટિના હોતા નથી. વળી એક જ વ્યક્તિ દરેક વખતે એક જ સરખા ભાવથી કે મનના અધ્યવસાયથી દાન આપે એવું હંમેશાં બનતું નથી. સુભાષિતકારોએ દાનના ભૂષણ ને દૂષણ પ્રત્યે એટલા માટે નિર્દેશ કર્યો છે. દાનનાં નીચે પ્રમાણે પાંચ ભૂષણ ગણવામાં આવે છે. ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : आनंदाश्रूणि रोमांचो बहुमानं प्रियं वचः । तथाऽनुमोदना पात्रे दानभूषणपंचकम् ।। (૧) દાન આપતી વખતે આનંદનાં આંસુ વહે, (૨) હર્ષથી રોમાંચનો અનુભવ થાય, (૩) દાન લેનાર પ્રત્યે બહુમાનનો ભાવ રહે, (૪) પ્રિય વચનો બોલાય અને (૫) સત્પાત્રની અનુમોદના કરવામાં આવે - એ દાનનાં પાંચ ભૂષણો છે. ઘનના પાંચ દૂષણો આ પ્રમાણે છે. “ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ अनादरो विलंबश्च वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च दातुः स्याद्दानदूषणपंचकम् ।। (૧) દાન લેનાર તરફ અનાદરનો ભાવ થાય, (૨) દાન આપવામાં વિલંબ થાય, (૩) દાન આપતી વખતે વિમુખ થવાય, (૪) અપ્રિય વચન બોલાય અને (૫) આપ્યા પછી પશ્ચાત્તાપ થાય એ દાનનાં પાંચ દૂષણ છે. T જિનતત્ત્વ દાનનાં આ તો મુખ્ય પાંચ ભૂષણ કે પાંચ દૂષણ છે. તે ઉપરાંત પણ બીજાં ભૂષણો કે દૂષણો હોઈ શકે છે. ‘વિવેકવિલાસ'માં કહ્યું છે : मायाऽहंकारलज्जाभिः प्रत्युपक्रिययाऽथवा । यत्किंचिद्दीयते दानं न तद्धर्मस्य साधकम् ।। જે કંઈ દાન માયાકપટથી, અહંકારથી, લજ્જાથી અથવા પ્રત્યુપકાર(બદલા)ના આશયથી દેવામાં આવે તે દાન ધર્મનું સાધક બનતું નથી. આમ, આ ભૂષણો કે દૂષણો દ્વારા દાતાની પોતાની પાત્રતા કે અપાત્રતાની ખબર પડી જાય છે. દાનનો માત્ર દેખાવ કરી ઘન આપવા કરતાં પણ વધુ મોટો બદલો મેળવી લેવાની વૃત્તિવાળા દાતાઓ પણ હોય છે. ‘બળતું ઘર કૃષ્ણાર્પણ' કરનારા દાનધર્મદાતાઓ પણ જગતમાં હોય છે. એવાં દાન નિષ્ફળ દાન તરીકે ઓળખાવાય છે. કેટલીક વાર માત્ર બાહ્ય ક્રિયા જ દાનની હોય, પણ તેમાં માત્ર ભાવશૂન્યતા જ નહિ, આશય પણ અધમ હોય છે. નાનાં છોકરાંને બોર આપી કડલી કઢાવી લેવાનું કામ કરનારા પણ કેટલાક હોય છે. મોંઘી ચીજવસ્તુઓ કે ઘરેણાં વગેરે ઉદારતાથી ભેટ આપી સ્ત્રીઓને વશ કરનારા કામલોલુપ માણસો પણ દુનિયામાં જોવા મળે છે. અધમાધમ દાન કેવું હોય તે વિશે પ્રાચીન જૈન સાહિત્યમાં એક પ્રહેલિકા પૂછવામાં આવી છે. ગંગા નદીના પવિત્ર કિનારે એક માણસ રોજ સવારથી સાંજ સુધી અન્નદાન આપે છે. પરંતુ આ દાન એવું છે કે લેનાર ાન લેતાં જ મૃત્યુ પામે છે અને ાતાએ આવી રીતે દાન આપવાને કારણે અવશ્ય નરકતિ મળવાની છે. ધન વિશે આવી સમસ્યા સાંભળતાં વિચારમાં પડી જવાય. કદાચ આ વાત માન્યમાં પણ ન આવે. પણ પ્રહેલિકા પૂછનાર ઉત્તર આપે છે કે એ દાતા તે માછીમાર છે. સવારથી સાંજ સધી અન્નદાન આપી માછલાંને મારે છે અને તેને પરિણામે તે નરકતિ ભોગવનાર છે. આ ાન તે ધન નથી, પણ તેને અધમાધમ દાન તરીકે ઓળખાવવું હોય તો ઓળખાવી શકાય, કારણ કે તેમાં દાતા અને લેનાર બંનેની તેથી દુર્ગંત છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ એકલદોકલ વ્યક્તિ જે ન કરી શકે તેવાં મોટાં કાર્યો નાનીમોટી સામુદાયિક દાનપ્રવૃત્તિથી સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. એ દરેક કાર્યની ઉપયોગિતા એકસ૨ખી ન હોય, કારણ કે દરેકની પાછળ રહેલું સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક ધ્યેય એકસરખું ન હોય. એવાં દૂરદર્શી ધ્યેયને સમજવાના અભાવને કારણે કે પૂર્વગ્રંથિના કારણે એક યા અન્ય વર્ગ તરફથી વખતોવખત ટીકા થવાનો પણ સંભવ રહે. પરંતુ એકંદર દાનની પ્રવૃત્તિઓની ઉપયોગિતા સર્વસ્વીકૃત છે. ૨૦૧ જે સમાજમાં આર્થિક અસમાનતા મોટા પ્રમાણમાં છે, ત્યાં દ્રવ્યાનની પ્રવૃત્તિને ઘણો અવકાશ રહેવાનો. જ્યાં સમાજવાદ, સામ્યવાદ કે કલ્યાણરાજ્ય (welfare state) દ્વારા આર્થિક અસમાનતા બહુધા દૂર થઈ ગઈ હોય ત્યાં લક્ષ્મી દ્વારા થતી દ્રવ્ય-દાનની પ્રવૃત્તિને ઓછો અવકાશ રહે છે. ગરીબોના કલ્યાણ માટે દાન-પ્રવૃત્તિ અત્યાવશ્યક છે, ઇષ્ટ છે; પરંતુ એવી પ્રવૃત્તિ જ્યાં ઘણી થતી હોય ત્યાં શોષકશોષિત વર્ગોનું પ્રમાણ મોટું છે. સમાજનું એ ભૂષણ નહિ, બલકે દૂષણ ગણાય. આદર્શ સ્થિતિ તો એ ગણાય કે જ્યાં દાતા ઘણા હોય પણ લક્ષ્મીનું દાન લેવાવાળા યાચક કોઈ ન હોય અથવા ખુદ યાચક પોતે દાતા બની જાય. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ થવું ઘણું અઘરું છે; નિર્માણ થયા પછી એવી સ્થિતિ ચિરકાળ ટકાવી રાખવી ઘણી કઠિન છે; અને જ્યાં ટકે છે ત્યાં અન્ય પ્રકારનાં સ્થૂલ કે સૂક્ષ્મ દૂષણો સમાજમાં કે સત્તાધારી વર્ગમાં પ્રગટ થાય છે. મનુષ્યની પ્રકૃતિ એવી છે કે સર્વથા સંપૂર્ણ અને આદર્શ કહી શકાય એવી કાયમી આર્થિક વ્યવસ્થા સંભવિત નથી. બધાંને સારું ઘર, સારું ખાવાનું, સારાં કપડાં, હરવાફરવાનાં સારાં સાધનો અને અન્ય પ્રકારની સર્વ સામગ્રી મળી રહે એવા આદર્શ સમાજની રચના સમગ્ર વિશ્વને માટે શક્ય નથી. ભૂતકાળમાં એવું ક્યારેય થયું નથી અને ભવિષ્યમાં થશે કે કેમ તે પ્રશ્ન છે. ગરીબ કે જરૂરિયાતવાળા માણસોને પૈસાની મદદ કરવી એટલો જ અર્થ દાનનો નથી. વ્યવહારમાં કેટલાંય સામુદાયિક સત્કાર્યો કે તેવી યોજનાઓ માટે લોકો પોતાના પૈસા આપે છે. એટલે દાન શબ્દ ઉદારતાથી આપેલી આર્થિક સહાયના અર્થમાં વિશેષ રૂઢ થયેલો છે. ‘ફીયતે રૂતિ વાનમૂ’ એવી દાનની વ્યાખ્યા આપવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે ઉપયોગી પાળેલાં પ્રાણીઓ માણસની Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જિનતત્ત્વ મોટી સંપત્તિરૂપ ગણાતાં અને એનું દાન બહુ મહત્ત્વનું લેખાતું. વર્તમાન સમયમાં તબીબી વિજ્ઞાનની પ્રગતિ પછી રક્તદાન, નેત્રદાન, હૃદયદાન, કિડનીદાન કે દેહદાન વગેરે પ્રકારનાં દાનનો મહિમા પણ વધતો ચાલ્યો છે. જીવંત કે મૃત્યુ પામેલા મનુષ્યદેહની કે તેનાં અંગાંગોની ઉપયોગિતા વધવા લાગી છે, અને એથી બીજા દુ:ખી જીવોને ઉપયોગી થવાની પ્રવૃત્તિનો, માનવતાની ભાવનાના વિકાસ સાથે, ઉપયોગ વધ્યો છે. દાનની પ્રવૃત્તિનો વ્યાપ આમ ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે. જગતની તમામ પ્રજાઓમાં ધનનું દાન દેવામાં જે કેટલાક લોકો મોખરે છે તેમાં જૈનોનું સ્થાન મહત્ત્વનું છે. જૈન સમાજ સમયે સમયે વ્યક્તિગત સહાયરૂપે કે માનવકલ્યાણની વિવિધ મોટી યોજનાઓ માટે જે ાનનો પ્રવાહ વહેવડાવે છે તે અમાપ છે. દાન એ કોઈ પણ જૈનનો સામાન્ય સગુણ છે. દાન એ જૈનની શોભા છે. જે જીવનમાં ક્યારેય પણ દાન કરતો નથી તે ‘જૈન’ શબ્દને પાત્ર ઠરતો નથી. દાનનો મહિમા કેટલો છે તે તીર્થંકરોનાં જીવન જોવાથી જણાશે. પોતાનો તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત છે એવું પોતાના અધિજ્ઞાનથી જાણવા છતાં તીર્થંકર ભગાવન દીક્ષા પૂર્વે સ્વહસ્તે એક વર્ષ સુધી, પ્રતિદિન એક કરોડ આઠ લાખ સુવર્ણ મહોર લેખે મહાદાન આપે છે. તે દાન હંમેશાં માત્ર ભવ્યાત્માઓ જ પામી શકે છે. અભવ્ય જીવો તીર્થંકરોએ આપેલું દાન કદાપિ પામી શકતા નથી. એટલા માટે જ તીર્થંકર ભગવાન જ્યારે સાંવત્સરિક દાન આપે છે ત્યારે તે મેળવવા માટે અને મેળવીને પોતાની ભવ્યતા છે તેની પ્રતીતિ કરવા માટે અનેક જીવો પહોંચી જાય છે. એટલા માટે જ વર્તમાન સમયમાં પણ દીક્ષાદાનની શોભાયાત્રા વખતે અપાતા દાનને મેળવવા માટે -- નાનુંમોટું નાણું મેળવવા માટે, જાણકાર શ્રીમંતો પણ પડાપડી કરતા હોય છે. વળી, તીર્થંકર ભગવાન પોતાની છાવસ્થામાં તપશ્ચર્યા કરે છે ત્યારે તેમને પ્રથમ પારણું કરાવવારૂપી દાન આપનાર ભવ્યાત્મા અવશ્ય મોક્ષગામી બને છે. કહેવાયું છે : पढमाई पाइणाइ अकरिसु करंति तह करिस्संति । अरिहंता भगवंता जस्स घरे तेसिं धूव सिद्धिं ।। બદલાની કશી આપેક્ષા વગર દાન અપાય તે ઉત્તમ છે. તેમ છતાં દાનનો બદલો એક નહિ તો બીજી રીતે મળ્યા વગર રહેતો નથી એ પણ એટલું જ Page #8 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૩૩ નિશ્ચિત છે. કર્મનો એ સિદ્ધાંત છે. પૂર્વના ધન સાર્થવના ભવમાં સાધુજનોને ઘીનું દાન દેવાથી ઋષભદેવ તીર્થકર થયા હતા. પૂર્વના ભવમાં પારેવાને કરુણાભાવશી અભયદાન દેવાને કારણે શાંતિનાથ ભગવાન ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યા હતા અને તીર્થંકર થયા હતા. પૂર્વના ભવમાં તપસ્વી મુનિમહારાજને લીરનું દાન દેવાથી શાલિભદ્ર અત્યંત ઋદ્ધિવાન થયા હતા. પૂર્વજન્મમાં ઘન દેવાથી કયાવના શેઠે ઘણું સુખ ભોગવ્યું હતું. ઉદાયી રાજ, સંપ્રતિ રાજા, મૂળદેવકુમાર વગેરે દાનવીર તરીકે સુપ્રસિદ્ધ છે. ચંદનબાળા ભગવાન મહાવીરસ્વામીને અળદના બાકળા વહોરાવીને ધન્ય બની ગયાં હતાં તે કોણ નથી જાણતું ? હિન્દુ ધર્મકથાઓમાં કર્ણ, બલિરાજા, વિક્રમાદિત્ય રાજા વગેરેનાં દૃષ્ટાંતો દાન આપવાના વિષયમાં સુપ્રસિદ્ધ છે. જૈન ધર્મમાં પાંચ મહાવ્રતોમાં અપરિગ્રહને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધુઓ અપરિગ્રહવ્રતનું પરિપાલન કરે છે. માટે તેઓએ સ્વયં અનુકંપાથી દ્રવ્યદાન આપવાનું હોતું નથી, પરંતુ તે માટે પ્રેરણા કરી શકે છે. ગૃહસ્થને માટે પરિગ્રહ પરિમાણનું વ્રત હોય છે. સમયે સમયે માણસે પોતાના પરિગ્રહને તપાસી યથાશક્ય તે ઓછો કરવો જોઈએ, એટલે કે વખતોવખત એણે દાન આપતા રહેવું જોઈએ. ગૃહસ્થ બીજાં દુષ્કર વ્રતો ન પાળી શકે તો પણ દાન તો આપી શકે છે. “ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે : नो शीलं प्रतिपालयन्ति गृहिणस्तप्तुं तपो न क्षमा, आर्तध्याननिराकृता जडधियस्तेषां कुतो भावना। इत्येव निपुणेन हन्त मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवकूपतोऽपि सुदृढं दानावलम्बात्परः।। ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્યો બ્રહ્મચર્ય પાળતા નથી, તપ કરવામાં સમર્થ નથી, તેમની જડબુદ્ધિ હોવાથી તેઓ આર્તધ્યાન વડે પરાભવ પામેલા હોય છે. તેથી તેમને ભાવના તો ક્યાંથી જ હોય ? આ પ્રમાણે હોવાથી નિપુણ મનથી વિચાર કરીને મેં નિશ્ચય કર્યો છે કે અત્યંત દઢ એવા દાનધર્મનો આશ્રય લીધા સિવાય સંસારકૂપથી ઊતરવાનો બીજો કોઈ ઉપાય નથી.] દાન હાથનું ભૂષણ છે. સમયે સમયે દાન દેવાથી લોભ કષાય મંદ પડે છે, એટલા માટે જ કેટલાક સાચા શ્રાવકો પરિગ્રહ ઓછો કરવાની બાબતમાં બહુ સજાગ અને સચિત હોય છે. અમુક ઉમરે નવી કમાણી ન કરવી અને જે સંપત્તિ એકત્રિત કરેલી હોય તેમાંથી થોડી થોડી ઓછી કરી શભ કાર્ય માટે Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનતત્ત્વ આપી દેવી એવી ભાવના સાચા શ્રાવકો સેવતા હોય છે. અલબત્ત એવા કેટલાક માણસો પણ છે જે કાળાંધોળાં કે ગોલમાલ કરીને ઘણું ધન એકઠું કરે છે અને પછી સમાજમાં માનપાન માટે દાન કરે છે. પરંતુ હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ આવા માણસો પ્રથમ કાદવ-કીચડમાં પગ ખરડે છે અને પછી સાફ કરવા કોશિશ કરે છે. પોતે પ્રાપ્ત કરેલી લક્ષ્મીનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે માણસે વિચાર કરવો જોઈએ, કારણ કે ધનનો ઉપયોગ દાન, ભોગ અને નાશ એ ત્રણ પ્રકારે થાય છે. दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।। ધનને જવાના ત્રણ માર્ગ છે : દાન, ભોગ અને નાશ, જે આપતો નથી અને ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે. દાન દ્વારા ત્યાગ કરેલી લક્ષ્મી એ જ એનું સાચું રક્ષણ છે એમ શ્રદ્ધાપૂર્વક મનાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી દાન દેવાનું લક્ષ રાખવું જોઈએ. ‘તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે ઃ શ્રદ્ધા હૈયું, અશ્રદ્ધયા તેય, ત્રિયા ટેપ, દિયા રેય, મિયા રેપ, વિવા ફેવ શ્રદ્ધાથી દાન આપો, અરે અશ્રદ્ધાથી પણ આપો, પોતાની સંપત્તિ વધતી જતી હોય તો તે સ્થિતિમાં પણ દાન આપો, ભયથી (સામાજિક ભયથી, અપયશના ભયથી) પણ ઘન આપો અને સંવિદ (વિવેકબુદ્ધિથી) પણ આપો. સામાન્ય રીતે આપણી આસપાસ દાનની ઘણી પ્રવૃત્તિ જોવા મળશે. પોતાની આજીવિકામાંથી યથાવકાશ બીજાને આપવાથી માણસને આંચ આવતી નથી. પોતાની વધી પડેલી સંપત્તિમાંથી કિંચિત્ માત્રમાં દાન કરવું એ જરાય અઘરું નથી. પરંતુ પોતે કષ્ટ વેઠીને પણ બીજાને સહાય કરે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. લાખ રૂપિયાની મૂડીમાંથી હજાર રૂપિયાનું દાન દેનાર કરતાં સો રૂપિયાની મૂડીમાંથી પંચાણું કે સોએ સો રૂપિયાનું દાન દેનાર ચઢિયાતો દાનવીર છે. Not he who has much is rich, but he who gives much. ઘન દેવામાં ‘શૂર’ કે ‘વીર' કહી શકાય એવી વ્યક્તિઓ તો જવલ્લે જ જોવા મળે. (જોકે આજકાલ ‘દાનવીર' શબ્દ બહુ સસ્તો બની ગયો છે) એટલા માટે જ ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે દસ હજાર માણસોમાંથી એકાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ર૩૫ સારો વક્તા મળી શકે, પરંતુ દસ હજારમાંથી એકાદ સાચો દાતા મળે કે ન પણ મળે. शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः। वक्ता दशसहस्रेषु, दाता भवति वा न वा।। સાચું દાન દેનાર વ્યક્તિ કેટલી ચડિયાતી હોય અને એનામાં કેવા કેવા ગુણો રહેલા હોય તે વિશે કહેવાયું છે : तुष्टिश्रद्धा विनय भजना लुब्धताक्षान्ति सत्त्वप्राण त्राण व्यवसित गुणज्ञानकालाज्ञतादयः। दानासक्तिर्जननमृतिभिश्वास्तिकोऽमत्सरेप्यों, दक्षात्मा यो भवति स नरो दातृमुख्यो जिनोक्तः। જે દાની મનુષ્ય તુષ્ટિ, શ્રદ્ધા, વિનય, ભક્તિ, નિર્લોભિતા, ક્ષમા, પ્રાણીદયા, ગુણજ્ઞતા અને કાલજ્ઞતાથી યુક્ત, જન્મ અને મરણ વિશે અનાસક્ત, આસ્તિક, મત્સરથી અને ઈર્ષ્યાથી રહિત તથા દક્ષ હોય તેવા મનુષ્યને જિનેશ્વર ભગવાને ઘનીઓમાં મુખ્ય (શ્રેષ્ઠ) કહ્યો છે. જે માણસો પરાર્થ કશું જ આપી શકતા નથી એવા પણ માણસો છેવટે તો બીજાને માટે જ બધું છોડીને જગતમાંથી વિદાય લેતા હોય છે. એટલે એક અપેક્ષાએ આવા કંજૂસ માણસો મોટા ત્યાગી ગણાય. એટલા માટે જ કટાક્ષમાં કહેવાયું છે : अदातापुरुषस्त्यागी धनं संत्यज्य गच्छति। दातारं कृपणं मन्ये, न मृतोऽप्यथ मुञ्चति ।। [દાન ન આપનાર માણસ હકીકતમાં ત્યાગી છે, કારણ કે છેવટે તે ધનલક્ષ્મીને છોડીને ચાલ્યો જાય છે. જે દાતા છે તે કુપણ છે એમ હું માનું છું, કારણ કે મરતી વખતે તે ધન છોડીને જતો નથી. પુણ્યરૂપી લક્ષ્મી પણ તે સાથે લઈને જાય છે.] જુદી જુદી દૃષ્ટિએ દાનના જુદા જુદા પ્રકાર શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. દાનના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્યદાન અને ભાવદાન. બૌદ્ધ ધર્મના ગ્રન્થ અંગુત્તર નિકાય'માં પણ અભિસદાન” (ભૌતિક દાન) અને “ધર્મદાન' એવા બે મુખ્ય પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જૈન આગમગ્રન્થોમાં સ્થાનાંગસૂત્રના દસમા અધ્યયનમાં દાનના દસ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. 3 दसविहे दाणे पण्णते, तंजहा अणुकंपा संगहे चेव, भया कालुणिते ति त । लज्जाए गारवेणं च, अहम्मे पुण सत्तमे । धम्मे य अट्ठमे वुत्ते, काही ति त कंतति त ।। (૧) અનુકમ્પાદાન, (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણિકદાન, (૫) લજ્જાાન, (૬) ગૌરવાન, (૭) અધર્મદાન, (૮) ધર્માન, (૯) કાહીાન, (૧૦) કંતતીાન. વળી ધર્મદાનના પેટાપ્રકાર તરીકે (૧) અભયાન, (૨) સુપાત્રદાન અને (૩) જ્ઞાનદાન એમ ત્રણ ગણાવવામાં આવ્યા છે. જિનતત્ત્વ ‘દાનકુલકમાં ધર્મદાન, અર્થદાન અને કામાન એમ ત્રણ પ્રકારો બતાવી ધર્મદાનની વિશેષતા દર્શાવવામાં આવી છે. धम्मत्थकामभेया तिविहं दाणं जयंमि विक्खायं । तहवि आ जिजिंदमुणिणो धम्मिय दाणं प्रसंसंति ।। [ધર્માન, અર્થાન અને કામદાન એમ ત્રણ પ્રકારનું દાન દુનિયામાં વિખ્યાત છે, પણ જિનેશ્વર ભગવાનના શાસનના મુનિઓ ધાર્મિક દાનની જ પ્રશંસા કરે છે.] કેટલાક ગ્રંથોમાં દાનના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) અભયદાન, (૨) અનુકંપાદાન, (૨) જ્ઞાનદાન અને (૪) ભક્તિઘન. ભક્તિદાન તે સુપાત્રદાનનું બીજું નામ છે અને તેમાં સાત ક્ષેત્ર – (૧) સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા, (૫) જિનાગમ, (ડ) જિનમંદિર અને (૭) જિનબિંબ ને સુપાત્ર ગણવામાં આવ્યાં છે. -- વળી દાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે : (૧) અભયદાન, (૨) સુપાત્રદાન, (૩) અનુકંપાદન, (૪) ઉચિત દાન અને (૫) કીર્તિદાન. વળી, નવ પ્રકારનાં પુણ્યના આધારે અન્નદાન, વસ્ત્રદાન, વસતિાન, ઔષધિદાન વગેરે પ્રકારો ઘનના ગણાવવામાં આવે છે. ગરીબ ખેડૂતોને જમીનનું દાન આપવા માટે વિનોબાજીએ ‘ભૂદાન’ની પ્રવૃત્તિ ઉપાડી હતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ જેટલી જેટલી ચીજવસ્તુઓ તેટલા પ્રકારનાં દાન એમ ગણવા જઈએ તો અંત ન આવે. વળી દાનની પ્રવૃત્તિને પાર વગરનો અવકાશ રહે છે. થોડામાંથી થોડું પણ માણસ આપી શકે છે : એટલા માટે કહેવાય છે કે Charity is infinitely divisable. He who has a little can always give a little. 72 દ્રવ્યદાનના તેમ ભાવદાનના સન્માનદાન, સમયદાન, નમસ્કારદાન, પ્રેમદાન વગેરે અનેક પ્રકાર ગણાવી શકાય. શ્રીમદ્ ભગવદ્ગીતા માં સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણની દૃષ્ટિએ દાનના સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : दातव्यमिति यदानं दीयतेऽनुपकारिणे। देशे काले च पात्रे च तहानं सात्त्विकं स्मृतम्।। यत्तु प्रत्युपकारार्थ फलमुद्दिश्य वा पुनः। दीयते च परिकिलष्टं तदानं राजसं स्मृतम् ।। अदेशकाले यदानमपात्रेभ्यश्च दीयते। असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ।। (૧) દેશ, કાળ અને પાત્ર અનુસાર, કર્તવ્યબુદ્ધિથી, ગરમાગ્યું અને બદલામાં કશું મેળવવાની ઇચ્છા વગર જે દાન અપાય તે સાત્વિક દાન છે. (૨) બદલો મેળવવાની ઇચ્છાથી, ફળની આકાંક્ષા સાથે, ચિત્તમાં કુલેશ રાખીને જે દાન અપાય તે રાજસ દાન છે. (૩) દેશ અને કાળ જોયા વગર, અપાત્રને આદરસત્કાર વગર કે અવજ્ઞાના ભાવ સાથે જે ઘન આપવામાં આવે તે તામસ દાન કહેવાય છે. એવી જ રીતે “પારાશરસ્મૃતિમાં દાનના ઉત્તમ, મધ્યમ, અધમ અને નિષ્ફળ એવા ચાર પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. अभिगम्योत्तमं दानमाहूयैव तु मध्यम्। अधमं याचमानाय सेवादानं तु निष्फलम्।। જે વ્યક્તિ ધન લેવા યોગ્ય હોય તેને વગરમાગ્યે સામે જઈને દાન આપવું તે ન ઉત્તમ પ્રકારનું છે. તેને પોતાની પાસે બોલાવીને દાન આપવું તે મધ્યમ પ્રકારનું છે. તેના માગ્યા પછી આપવું તે અધમ દાન છે, અને ધન માગનાર પાસે બદલામાં કશીક કામસેવા કરાવી લઈને દાન આપવું તે નિષ્ફળ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનતત્ત્વ દાન છે. “ચન્દ્રચરિત્ર'માં પણ એ જ રીતે નીચે પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમાધમ પ્રકાર દર્શાવ્યા છે : उत्तमोऽप्रार्थितो दत्ते मध्यमः प्रार्थितः पुनः । याचकैर्याच्यमानोऽपि दत्ते न त्वधमाधमः।। જેઓ પોતાના નામ માટે કે પોતાના વડીલો, પૂર્વજો ઇત્યાદિના સ્મરણાર્થે સંસ્થાઓમાં નામ, ફોટો, પૂતળું વગેરે મૂકવાની શરતે દાન આપે છે તેને કીર્તિદાન કહેવામાં આવે છે. બદલામાં કશુંક મેળવી લેવાની વૃત્તિથી અપાયેલું એ દાન રાજસ કે તામસ પ્રકારનું દાન કહેવાય. એ બહુ ઊંચા પ્રકારનું દાન નથી, તો પણ એનો નિષેધ નથી કારણ કે એવા પ્રકારના દાનથી અન્ય લોકોમાં પ્રેરણા કે અનુમોદના થાય છે. એટલા વ્યવહારની દૃષ્ટિએ કીર્તિદાનની ઉપયોગિતા અવશ્ય ગણાય છે. કીર્તિદાન કરતાં ગુપ્તદાન વધુ ચડિયાતું ને મોટું ફળ આપનારું મનાયું છે એમાં સંશય નથી. દાન આપનાર દાન આપ્યા પછી પોતે એનાં વખાણ ન કરવા જોઈએ. કહ્યું છે : “ન દુત્વ પરિચ્છીચેત !” ગુપ્ત દાનનો જેટલો મહિમા છે એટલો પ્રગટ દાનનો નથી. એટલી હદ સુધી કહેવાયું છે કે તમારા જમણા હાથે દાન આપ્યું હોય એની તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. સામાન્ય રીતે ઘન આપનારનો હાથ ઉપર હોય છે અને લેનારનો હાથ નીચે હોય છે. આથી આપનારમાં સભાનતા, ગૌરવ, અહંકાર, બીજા પ્રત્યે તુચ્છતા વગેરેના ભાવ આવી જવાનો સંભવ છે. અને લેનારમાં દીનતા, લાચારી, લઘુતા, લજ્જા વગેરેના ભાવો આવવા સંભવ છે. તેમ ન થાય માટે ઉત્તમ માર્ગ એ છે કે ગુપ્ત દાન અપાય અને તે પણ એવી રીતે અપાય કે પોતે કોને દાન આપ્યું છે તેની દાતાને ખબર ન રહે અને પોતાને કોના તરફથી દાન મળ્યું છે એની જાણ દાન મેળવનારને પણ ન થાય. આવી રીતે ગુપ્તધન આપવાની અનુકૂળતા ન રહે ત્યારે દાન આપીને પોતે બીજા કોઈ ઉપર ઉપકાર નથી કરતા, પરંતુ પોતાની જાત ઉપર ઉપકાર કરે છે એવો શુભ ભાવ સેવવો જોઈએ. સંત શેખ સાહેબ જ્યારે પણ દાન આપતા ત્યારે નીચું માથું રાખીને આંખો ઢાળીને દાન આપતા. (અન્ય સંતો માટે પણ આ દંતકથા પ્રચલિત છે.) લોકોએ એમને પ્રશ્ન કર્યો કે -- કૈસી સીખે શેખજી એસી દેના દેન? જ્યાં જ કર નીચા કરે, ત્ય નીચા રાખો નેન. Page #14 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ત્યારે તેનો જવાબ આપતાં તેમણે કહ્યું : દેને વાલા ઓર હૈ, ભેજત હૈ દિન-રેન; લોગ નામ હમરો કહે, તાકે નીચે નૈન. દાનના ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જે ભિન્ન ભિન્ન પ્રકારો ગણાવવામાં આવે છે, તે બધાં જ વર્ગીકરણોમાં અભયદાનને મુખ્ય ગણવામાં આવ્યું છે. એક અપેક્ષાએ બધાં દાનમાં સર્વશ્રેષ્ઠ દાન તે અભયદાન છે. પોતાના તરફથી અન્ય જીવોને ભય રહે નહિ, અભય પ્રાપ્ત થાય તો તેથી તે જીવો સુખેથી રહી શકે છે, વેરભાવનું કારણ ટળી જાય છે અને એથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થપાય છે. અભયદાનમાં પણ પોતાના તરફથી બીજા જીવોને મૃત્યુનો—–હિંસાનો ભય ન રહે એ ઉત્તમ સ્થિતિ છે. એટલે અભયદાનને ચરિતાર્થ કરનારે પોતના જીવનમાં સર્વ પ્રથમ અહિંસાની સાચી ઉદાર ભાવનાની સ્થાપના કરવી જોઈએ. ૨૩૯ અભયદાન એટલે કોઈને પણ ભયરહિત થવામાં ઉપકારક થવું. ભય અનેક પ્રકારના હોય છે. જૈન શાસ્ત્રોમાં જીવોને રહેતા કે થતા વિવિધ પ્રકારના અનેક ભયનું વર્ગીકરણ મુખ્ય સાત પ્રકારના ભયમાં કરવામાં આવ્યું છે. એ સાત ભય નીચે પ્રમાણે છે : (૧) ઈહલોકભય, (૨) પરલોકભય, (૩) આદાનભય, (૪) અકસ્માતભય, (૫) આજીવિકાભય, (૬) અપયશભય અને (૭) મરણભય. આ બધા ભયમાં મૃત્યુનો ભય મોટો છે. દરેકને પોતાનો જીવ વહાલો છે. મનુષ્ય હોય કે પશુપક્ષી, આપત્તિના પ્રસંગે પોતાનો જીવ બચાવવા કેટલી દોડાદોડી તે કરી મૂકે છે ! એટલે જ જગતના સર્વ જીવો પ્રત્યે આત્મીયતા, આત્મૌપમ્યનો ભાવ કેળવી તેમને અભયનું દાન કરવું તે શ્રેષ્ઠ દાન છે એમ શાસ્ત્રકારો કહે છે. સંસારમાં વખતોવખત વિસંવાદ, સંઘર્ષ, યુદ્ધ વગેરે થાય છે. મોટાં યુદ્ધોમાં તો હજારો-લાખો માણસોનો સંહાર થાય છે. ઘણાં ભયંકર ઘાતક શસ્ત્રોની શોધ થતી જાય છે. એટલે જગતમાં ભયનું વાતાવરણ નિર્માયા કરે છે. વેરની અને સંહારની પરંપરા ચાલે છે. આ તો મનુષ્યોના ભયની વાત થઈ. પણ મનુષ્યોના આહાર માટે પ્રાણીઓનો કેટલો બધો સંહાર દિવસે દિવસે વધતો જાય છે ! એ સર્વને અભયરહિત કરવા હોય તો શું કરવું ? જ્યાં સુધી માણસની પાસે ઘાતક શસ્ત્ર કે યંત્ર છે ત્યાં સુધી તો બીજાને એનો ભય રહેવાનો. વળી ભયભીત કે પશુ પોતે પણ સ્વબચાવમાં બીજાની હિંસા કરવા પ્રેરાવાનાં. એટલે માણસ Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ જગતમાં અભયાનની ભાવના પ્રસરાવવા અને તેવા પ્રકારનું પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જન્માવવા માટે માણસે પોતે પહેલાં નિઃશસ્ત્ર થવું જોઈશે અને ભયરહિત બનવું પડશે. આ તો પ્રાથમિક આવશ્યકતા છે. પરંતુ એથી આગળ જઈ અહિંસા, પ્રેમ, કરુણાની ભાવનાને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરવી જોઈશે. જ્યાં સાચી અહિંસા હોય છે ત્યાં જીવોનો પરસ્પર જાતિગત વેરભાવ હોય તો તે પણ ચાલ્યો જાય છે. અહિંસાની સાથે સાથે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચે મહાવ્રતોનું પરિપાલન બીજા જીવોને તે તે પ્રકારનું અભયદાન આપવા માટે વ્યક્તિને પાત્ર બનાવે છે. ૨૪૦ મૃત્યુના ભય ઉપરાંત જીવને અન્ય પ્રકારના ભય હોય તો તે પણ દૂર થઈ જાય છે. તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં જીવને કોઈ પણ પ્રકારનો ભય રહતો નથી. એટલે જ તીર્થંકર ભગવાન માટે ‘શક્રસ્તવમાં વપરાયેલાં વિશેષણોમાંનું એક વિશેષણ તે ‘અમયવવાળું’ પણ છે. શાંતિનાથ ભગવાન પૂર્વના મેઘરથ રાજાના ભવમાં પક્ષીને બચાવવા પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવે છે એ અભયદાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. મહાભારતમાં શિબિરાજાનું પણ તેવું જ ઉદાહરણ છે. નેમિનાથ ભગવાન પોતાના લગ્નના જમણવાર નિમિત્તે એકઠાં કરાયેલાં પશુઓને છોડાવે છે. મેઘકુમાર પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવે છે. ગર્દભિલ્લ મુનિ અને સંયતિ રાજા પણ પશુઓને અભયદાન દેવા માટે પ્રસિદ્ધ છે. અન્ય જીવને બચાવવા જતાં પોતાના પ્રાણનો પણ ભોગ આપ્યાનાં ઉદહરણો દુનિયામાં જોવા મળે છે. અન્ય જીવો પ્રતિ અંતરમાં સાચી પ્રીતિ અને કરુણા વગર એમ બની શકે નહિ. અભયાનનો હિન્દુ ધર્મમાં પણ એટલો જ મહિમા દર્શાવાયો છે. નીચેના કેટલાક શ્લોક પરથી તે જણાશે : वरमेकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा । न तु विप्रेसहस्रेभ्यो गोसहस्रमलङ्कृतम् ।। હજારો બ્રાહ્મણોને અલંકારો વડે શણગારેલી ગાયો દાનમાં આપવી તેના કરતાં એક જ પ્રાણીને અભયરૂપી દક્ષિણા આપવી તે વધુ ઉત્તમ છે. વળી કહ્યું છે : जीवानां रक्षणं श्रेष्ठ, जीवा जीवितकाङ्क्षिणः । तस्मात्समस्तदानेभ्योऽभयदानं પ્રશસ્યતે।। (માર્કંડેયપુરાણ) Page #16 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૧ સર્વ જીવોને જીવવાની ઇચ્છા હોય છે, તેથી સર્વ જીવોનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. એટલા માટે જ સમસ્ત પ્રકારનાં દાનોમાં અભયદાનની અધિક પ્રશંસા થાય છે. આ અને આના મા એક છે. આ મ મ મા यो ददाति सहस्राणि गवामश्वशतानि च। अभयं सर्वसत्त्वेभ्यस्तधानमतिरिच्यते ।। (મહાભારત–શાંતિપર્વ) જે મનુષ્ય હજારો ગાયો અને સેંકડો અશ્વોનું દાન કરે છે તેના કરતાં સર્વ પ્રાણીઓને જે અભયદાન આપે છે તે વધી જાય છે. * * * अभयं सर्वभूतेभ्यो दत्वा यश्चरते मुनिः। न तस्य सर्वभूतेभ्यो भयमुत्पद्यते क्वचित् ।। જે મુનિ સર્વ પ્રાણીઓને અભયદાન આપીને વિચરે છે તેને સર્વ પ્રાણીઓ તરફથી ક્યારેય ભય ઉત્પન્ન થતો નથી. અભયદાન પછી બીજા મહત્ત્વના દાન તરીકે જૈન શાસ્ત્રગ્રંથોમાં સુપાત્રદાનને ગણાવ્યું છે. સુયોગ્ય વ્યક્તિને દાન આપવું તે ઉભયને માટે ગૌરવભર્યું છે. સુપાત્ર શબ્દમાં સુ + પા + 2 એમ ત્રણ અક્ષરો છે. એટલે પાપ અને ત્ર એટલે રક્ષણ. જેઓ પોતાની જાતને અને ઉપદેશ દ્વારા અન્યને પાપથી બચાવે છે તે “પાત્ર' કહેવાય છે. એમાં પણ જે વધુ સારી યોગ્યતાવાળા હોય તે “સુપાત્ર' કહેવાય છે. સાધુસંતો સુપાત્ર કહેવાય છે. જે વ્યક્તિમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, શીલ, દયા, સંયમ વગેરે ગુણો હોય તે સુપાત્ર ગણાય. મુખ્યત્વે સાધુ-સંતોમાં એવા ગુણ હોય છે એટલે તે દાનના વિશેષ અધિકારી બને છે. ગૃહસ્થોમાં પણ કેટલાક સુપાત્ર હોય છે. એટલા માટે સુપાત્રના ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : ઉત્તમ, મધ્ય અને જઘન્ય, સાધુસાધ્વી, સંત-સંન્યાસીઓ ઉત્તમ સુપાત્ર છે, વ્રતધારી શ્રાવક-શ્રાવિકા મધ્યમ સુપાત્ર છે અને માર્ગાનુસારી સાધર્મિક બંધુઓ જઘન્ય સુપાત્ર ગણાય છે. ઉત્તમ સુપાત્ર એવાં સાધુ-સાધ્વીઓમાં પણ માર્ગમાં ચાલવાથી થાકી ગયેલા, રોગ વગેરેને કારણે પીડા અનુભવતાં, લોચ કરેલાં, અધ્યયન કરવાવાળાં તથા ઉત્તર પારણાંવાળાં સુપાત્રોને દાન આપવાથી વધુ ફળ મળે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જિનતત્વ અન્ય રીતે ધનનો ઉપયોગ કરવા કરતાં સુપાત્રને આપવાથી વિશેષ લાભ થાય છે. નીચેના શ્લોક પરથી તેનો મહિમા જણાશે : व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे दशगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत् ।। (પૂર્વેશતરંજી ) વ્યાજે ધન આપવાથી તે ધન બમણું થઈ શકે છે, વેપારમાં ધન ચારગણું થાય છે, સારા ક્ષેત્રમાં વાપરવાથી દશગણું થાય છે, અને પાત્ર વ્યક્તિને આપેલું ધન અનંતગણું થાય છે એમ કહ્યું છે. સુપાત્રદાનનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે : चारित्रं चिनुते तनोति विनयं ज्ञानं नयत्युन्नति, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यापदम् । पुण्यं कन्दलयत्यधं दलयति स्वर्ग ददाति क्रमानिर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् ।। (લિકુર પ્રાર) પવિત્ર ધનને સુપાત્રમાં સ્થાપન કર્યું હોય તો તે ચારિત્રને એકઠું કરે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને ઉન્નત કરે છે, પ્રશમ-શમતાને પોષે છે, તપને બળવાન કરે છે, આગમને ઉલ્લસિત-વિકસ્વર કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે. પાપનો નાશ કરે છે, સ્વર્ગને આપે છે ને અનુક્રમે – પરંપરાએ – મોક્ષલક્ષ્મીને પણ આપે છે. દાન આપવું અને તે પણ સુપાત્રને દાન આપવું એ આપણે ધારીએ તેટલું સરળ નથી. માણસની પાસે ન્યાયનીતિથી પ્રાપ્ત થયેલું શુદ્ધ ધન હોવું એ પહેલી આવશ્યકતા છે. એવું ધન હોય પણ દાન આપવા જેટલી હૃદયની ઉદારતા ન હોય. ક્યારેક હૃદયની ઉદારતા હોય પણ ત્યારે પોતાની પાસે એવું અને એટલું ધન ન હોય. ક્યારેય ધન હોય અને હૃદયની ઉદારતા હોય તો પણ દાન લેનાર યોગ્ય પાત્ર ન હોય. ચિત્તની ઉદારતા, યોગ્ય ધન અને સુપાત્રઆ ત્રણેનો યોગ તો પ્રબળ પુણ્યના ઉદય વિના થવો શક્ય નથી. એટલે જ કહેવાયું છે : केसिं च होई वित्तं चितं केसिपि उभयमन्नेसिं। चित्तं वित्तं च पात्रं च तिन्नि लभन्ति पुण्हेहिं ।। Page #18 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૩ માટે એવો યોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે માણસે તે તક ઝડપી લેવી જોઈએ. ક્યારેક સુપાત્ર ચાલ્યું જાય છે, ક્યારેક કાળ વીતી જાય છે અને ક્યારેક અવસર ચૂકી જતાં, સમય વીતતાં મનના ભાવો પણ બદલાવા લાગે છે. “ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીને સુપાત્રદાન વિશે જે પ્રશ્ન કરે છે તે નીચે પ્રમાણે છે : समणोवासगस्सणं भंते । तहारूवं समणं वा, माहणं वा, फासुएसणिज्जेणं असणપાળવામ-સાળ પકામમાણસ વિ ? गोयमा एगंतसो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जइ। ગૌતમસ્વામી પૂછે છે, “હે ભગવાન! કોઈ શ્રમણોપાસક જો તથારૂપ શ્રમણ અથવા માહણને પ્રાસુક એષણીય અશન, પાણ, ખાઈમ અને સાઈમરૂપી ચાર પ્રકારનો આહાર આપે તો તેને શો લાભ થાય ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એથી તેને એકાન્ત કર્મનિર્જરા થાય છે. એથી એને જરા સરખું પણ પાપકર્મ બંધાતું નથી.” આથી સ્પષ્ટ છે કે સુપાત્રદાનનો મહિમા ઘણો મોટો છે, કારણ કે તેમાં પાપકર્મ માટે અવકાશ નથી અને કર્મની નિર્જરાનું તે કારણ બને છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે સુપાત્રદાન આપવા છતાં કેટલાક કર્મની નિર્જરા નથી પામતા તેનું કારણ શું ? તેનો ઉત્તર એ છે કે સુપાત્ર પણ સર્વ પ્રકારના આરંભથી રહિત હોય, વળી આપવા માટેની ખાવાપીવાની વસ્તુઓ આધાકમદિના દોષથી રહિત હોય અને આપનાર કપટરહિત તથા શુદ્ધ ભાવવાળો હોય એવી રીતે ત્રણેનો યોગ મળે તો જ કર્મની નિર્જરારૂપી ફળ પ્રાપ્ત થાય. એટલા માટે જ કહેવાયું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલાં અને ગુરુને કહ્યું તેવાં અન્નપાનાદિક દ્રવ્યો વડે દેશ, કાળ, શ્રદ્ધા અને સત્કારના ક્રમપૂર્વક અત્યંત ભક્તિથી સાધુભગવંતોને -- સુપાત્રોને દાન આપવું જોઈએ. ઉપદેશચિંતામણિમાં સુપાત્ર દાન વિશે વિચારણા કરતાં કવિ જયશેખરસૂરિ તેના મહિમાની ગાથા ટાંકે છે : जं कालविसेसेणं पत्ते भावेण दिज्जए दाणं। तं कप्पहमचिंतामणीणमाहप्पभवहरइ ।। Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જિનતત્ત્વ કાલવિશેષે પાત્રને ભાવથી જે દાન અપાય છે તે દાન કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નના પ્રભાવને પણ હઠાવી આપે છે. દાતા તો સુપાત્રને દાન આપે, પરંતુ સુપાત્ર એવા મુનિઓએ દાન લેતી વખતે દાતાના મનના ભાવોનો પણ વિચાર કરીને તે પછી જો યોગ્ય લાગે તો જ દાન લેવું જોઈએ. કવિ જયશેખરસૂરિ ઉપદેશચિંતામણિ'માં બીજી એક ગાથા નીચે પ્રમાણે ટાંકે છે : करुणाइ परिखाए लोभेण भयेण अमरिसेणं वा । जसपसिठा दाणं अरिहंति कयावि न हु मुणिणो।। કરૂણાથી, પરીક્ષાથી, લોભથી, ભયથી અથવા અદેખાઈથી તેમજ યશ અને જ્યોતિષાદિ નિમિત્તથી દાન લેવાને ક્યારેય પણ મુનિઓ યોગ્ય નથી. મારા આપ્યા વિના આ બિચારા મુનિઓનું શું થશે એમ વિચારવું તે કરુણા કહેવાય, મુનિઓ નિર્લોભી હોય છે એમ સાંભળ્યું છે પણ તે સાચું છે કે નહિ તે માટે મારું આપેલું લે છે કે નહિ એમ વિચારવું તે પરીક્ષા કહેવાય, દાન આપવાથી તે ભવમાં કે બીજા ભવ માટે ભોગાદિકની પ્રાર્થના કરવી તે લોભ કહેવાય, આ મુનિઓને સત્કારપૂર્વક હું દાન નહિ આપું તો તેઓ મને શાપ આપશે એમ વિચારવું તે ભય કહેવાય, અમુક માણસે દાન આપ્યું છે પણ તેનાથી હું જરાય ઓછો નથી એમ વિચારીને આપવું તે અમર્ષ કહેવાય. ધન લેનારના કે બીજાના મુખથી પ્રશંસા સાંભળવાની ઇચ્છા કરવી તે યશ કહેવાય. મેં દાન આપ્યું છે એટલે હવે તે મુનિ હું જ્યારે પણ પૂછીશ ત્યારે જ્યોતિષ, મંત્રવિદ્યા વગેરે મને કહેશે.' – સાચા મુનિઓએ આવી રીતે મળતું દાન લેવું ન જોઈએ. પોતાના વિસ્તારની બુદ્ધિથી યોગ્ય ભક્તિદાન લેવાને જ તેમનો અધિકાર છે. સુપાત્રદાનની જેમ જ્ઞાનદાન અથવા શ્રુતદાનનું પણ એટલું જ મહત્ત્વ સ્વીકારાયું છે. એક અપેક્ષાએ સર્વ દાનોમાં શ્રુતદાનને પ્રધાન ગણવામાં આવ્યું છે, કારણ કે એ દાનથી જ આત્મા મોક્ષમાર્ગ પર આરૂઢ થઈ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. અન્ય કેટલાક પ્રકારનાં દાનો તે મેળવનારને ભૌતિક સુખસગવડ કે અનુકૂળતા કરી આપનારાં હોય છે, જે દરેકની પરંપરાએ પરિણતિ એકસરખી ન હોય. સાચું જ્ઞાનદાન, આપનાર અને લેનાર બંનેના આત્માને Page #20 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ વધુ વિશુદ્ધ બનાવનાર હોય છે. સર્વ પ્રકારનાં શ્રુતદાનોમાં તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના-દાન આપે છે તે સર્વોત્તમ છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનદાનના વિતરણ વખતે તે ગ્રહણ ક૨ના૨ની પાત્રતા કે અપાત્રતાનો વિચાર કરવો જોઈએ. જ્ઞાનદાનને લાયક પાત્રમાં પણ બાળક જેવા, મંદબુદ્ધિવાળા અને બુદ્ધપંડિત) એવા પ્રકારો હોય છે અને ઉત્સર્ગપ્રિય, અપવાદપ્રિય અને પારિણામિક એવા પ્રકારો પણ હોય છે. તે દરેકની પાત્રતા અનુસાર જ્ઞાનદાન કરવું જોઈએ, કે જેથી જે કક્ષાએ લેનારનો આત્મા હોય ત્યાંથી તે ઊંચે ચડે. ‘ધર્મરત્નપ્રકરણ'માં કહ્યું છે : सव्यंपि जओ दाणं दिन्नं पत्तम्मि दायगाण हियं । इहरा अणत्थजणगं पहाणदाणं च सुयदाणं ।। [જે સર્વ દાન યોગ્ય પાત્રને દેવાયું હોય તો તે તેના આપનારને હિતકર થાય છે. અન્યથા તે અનર્થ ઉત્પન્ન કરે છે. બધાં દાનમાં શ્રુતદાન તે પ્રધાન દાન છે.] વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે જેઓ જીવાજીવાદિ તત્ત્વોને જાણનાર હોય અને સમભાવથી સર્વ કોઈ જીવોની રક્ષા માટે ઉદ્યમી હોય તે જ્ઞાનદાન માટે યોગ્ય પાત્ર કહેવાય. જેઓ પરિગ્રહમાં અને આરંભસમારંભમાં તીવ્ર આસક્તિવાળા હોય તેઓ જ્ઞાનદાનને માટે કુપાત્ર ગણાય. તેઓને અપાયેલું જ્ઞાનદાન અનર્થ કરનારું અને વિપરીત ફળ આપનારું બનવા સંભવ છે. એટલા માટે અપાત્ર કે કુપાત્રને શ્રુતદાન ન આપવું જોઈએ. ધર્મરત્નપ્રકરણ'માં કહ્યું છે : सुठुयरं च न देयं एयमपत्तम्मि नायतत्तेहिं । इय देणावि सुद्धा इहरा मिच्छत्तत्रमगणाइ । । ૨૪૫ [જ્ઞાનતત્ત્વ એટલે તત્ત્વના જાણકારે, આગમોના સદ્ભાવને જાણનાર મહાત્માઓએ આવું ઉત્તમ શ્રુતજ્ઞાન અપાત્રને આપવું ન જોઈએ. રાગવાન, દ્વેષવાન, મૂઢ કે ભ્રમિત મતિવાળા અપાત્રને શ્રુતદાન આપવાથી દેશના અશુદ્ધ થાય છે અને મિથ્યાત્વમાં ગમન થાય છે.] દાનના એક પ્રકાર તરીકે ઉચિતદાન ગણાવવામાં આવે છે. વસ્તુતઃ ઉચિતતા અથવા ઔચિત્ય એ દાનનું લક્ષણ હોવું ઘટે છે. માણસે પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. શક્તિ કરતાં ઓછું દાન આપવાનો બોધ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ દાનધર્મ ક્યાંય પણ અપાયો નથી. પરંતુ શક્તિનું માપ તો દરેકે પોતપોતાની મેળે પ્રામાણિકતાથી અને શુદ્ધ ભાવથી કાઢવું જોઈએ. દાન આપતી વખતે પોતાના આગળપાછળના સંજોગોનો અને ભિન્નભિન્ન અપેક્ષાઓનો વિચાર પણ કરવો પડે છે. એટલા માટે ાન દેવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. માણસે પોતાના ઉત્સાહના પૂરને ન અટકાવવું જોઈએ એ સાચું, કારણ કે આવેલા સાવો ઝાઝી વાર ટકે કે ન ટકે પરંતુ કોઈ માણસ પોતાનું દેવું જાણીજોઈને ન ચૂકવતો હોય અને દાન કરવા નીકળે તો તે યોગ્ય ગણાય નહિ. કેટલાક માણસો આરંભમાં અત્યુત્સાહને કારણે ઘણું બધું દાન આપે છે, ખ્યાતિ પામે છે, પરંતુ પછીથી યાચકોનો જ્યારે ધસારો થાય છે, ત્યારે ત્રાસ, ખેદ, ઉદ્વેગ અનુભવે છે. યાચકો પ્રત્યે રોષે ભરાય છે, અપમાન કરે છે અને એમને ધિક્કારવા લાગે છે. કેટલીક વાર આરંભના અતિશય દાનને કારણે મળેલી પ્રતિષ્ઠાને કારણે એ આડાઅવળા ધંધા કરવા લાગે છે, ધનનાં આપેલાં વચનો પાળતો નથી. એટલા માટે દાન આપવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. ‘પંચસૂત્ર’માં કમાણી અનુસાર ઉચિત દાન આપવાની ભલામણ એટલા માટે કરી છે કે જેથી દાન આપવાની માણસની પ્રવૃત્તિ કાયમ ચાલ્યા કરે. અવિવેકી દાન ક્યારે બંધ થઈ જશે તે કહેવાય નહિ પણ ઉચિત દાન દીર્ઘ કાળ સુધી સતત ચાલ્યા કરે છે. વળી દાન એવી રીતે આપવું જોઈએ કે જેથી પોતાનામાં રહેલો દાનનો ગુણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો રહે. દાન આપતી વખતે પાત્રની ઉચિતતા પણ જોવી જોઈએ. કેટલાંક દાન વૃથાદાન જેવાં નીવડે છે. જેને દાનની જરૂર નથી એને દાન આપવાથી કંઈ અર્થ સરતો નથી. વૃથા પાનું ધનાજ્યેષુ એટલા માટે જ કહેવાય છે. વળી જે વ્યક્તિને જે ઉચિત હોય તેનું ાન દેવું જોઈએ. અનુચિત વસ્તુનું દાન આપવાથી તે દાન વૃથા બને છે. કહ્યું છે : यतिने काञ्चनं दत्ते, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्ते स दाता नरकं व्रजेत ।। [તિ-સાધુને સોનું આપનાર, બ્રહ્મચારીને પાન આપનાર અને ચોરને અભયદાન આપનાર દાતા નરકે જાય છે.] આમ, દાન દેવામાં વિવિધ પરિસ્થિતિ પ્રવર્તે છે અને પ્રત્યેક પરિસ્થિતિને વ્યાવહારિક અને સૈદ્ધાન્તિક એમ વિભિન્ન અપેક્ષાથી તપાસી શકાય છે. તે દરેકમાં ઔચિત્ય એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૭ દાનનો અન્ય એક મહત્ત્વનો પ્રકાર તે અનુકંપાદાન છે. એ દયાદાન કે કરુણાદાન તરીકે પણ ઓળખાય છે. સંસારમાં જેમ સુખ છે તેમ દુ:ખ પણ છે અને દુઃખમાં બીજાની સહાયની જરૂર પડે છે. સ્વજનનું મૃત્યુ, સંકટ, કુદરતી આપત્તિ, અસાધ્ય રોગ, દેવાળું, દરિદ્રતા, અન્યાય, લાચારી વગેરેને કારણે માણસને માથે જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે તે જોનારના હૃદયમાં દયા કે કરુણાનો ભાવ જો ઊભરાય છે તો તરત મદદ કરવાનું મન થાય છે. આવું અનુકંપાદાન જાતિ, ધર્મ, સંપ્રદાય, રાજ્ય વગેરેના ભેદભાવથી પર રહીને આપવામાં આવે તો તે વધુ ફળ આપનાર બને છે. જ્યાં હૃદયમાં સાચી માનવતા છે તેમાં અનુકંપાદાન પ્રગટ થયા વગર રહે નહિ. જૈન ધર્મ તો પશુપંખી સહિત નાનામોટા સર્વ પ્રત્યે દયાનો ભાવ રાખીને તે પ્રમાણે તેનું પાલન કરવાનું કહે છે. એટલે જૈનોમાં અનુકંપાદાનનો મહિમા પણ ઘણો બધો છે. એથી દયા, ઉદારતા, હૃદયની વિશાળતા, જીવો પ્રત્યે મૈત્રી અને આત્મીયતાની ભાવના વિકાસ પામે છે. અનુકંપાદાન પુણ્યોપાપાર્જનનું મોટું નિમિત્ત બને છે. પોતે મેળવેલી અઢળક સંપત્તિ તે સમાજના સીધી કે આડકતરા શોષણ દ્વારા પ્રાપ્ત થઈ છે એવી સમજણ બહુ ઓછા શ્રીમંતોને હોય છે. જો આવી સમજણ આવે તો કર્તવ્યબુદ્ધિથી અને શ્રદ્ધાથી સમાજને અનુકંપાદાન આપવું જોઈએ. અનુકંપાદાનના વિષયમાં જૈન ધર્મમાં એક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ ગરીબ કે દુખી હોય તેને સહાય કરવા માટે દાનની રકમ આપવામાં આવે પરંતુ એ રકમથી જો તે માંસાહાર કરવાનો હોય અથવા વ્યસની હોવાને કારણે તે દારૂ, જુગાર કે અન્ય વ્યસનમાં તે રકમ વાપરવાનો હોય તો તેવી વ્યક્તિને દાન આપવું કે નહિ ? આ ઘણો વિવાદાસ્પદ પ્રશ્ન છે. વ્યવહાર અને સિદ્ધાંતની દૃષ્ટિએ તથા માનવતા અને આત્મધર્મની દૃષ્ટિએ એના જુદા જુઘ ઉત્તરો છે. અલબત્ત દાન દેતી વખતે લેનાર વ્યક્તિની પરિસ્થિતિ અને દાનમાં મળેલી વસ્તુ વાપરવા માટેના આશય વિષે બધી જ માહિતી હોતી નથી. એટલે જ્યાં ખબર કે જાણકારી હોય ત્યાં અહિંસાદિ ધર્મની પુષ્ટિ થાય એવી રીતે દાન આપવું જોઈએ, પરંતુ જ્યાં કશી માહિતી ન હોય ત્યાં કેવળ અનુકંપાના ભાવથી પણ દાન અવશ્ય આપવું જોઈએ. દાતાના હૃદયમાં અનુકંપાનો ભાવ રહ્યા કરે તે જ ઇષ્ટ છે. જો અનુકંપાદાનનો નિષેધ કરવામાં આવે તો પરંપરાએ સુપાત્રદાન, શાનદાન, અભયદાનનો પણ નિષેધ કરવાનો વખત આવશે. સાધુને અન્ન-વસ્ત્રાદિનું દાન આપવાથી તે - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જિનતત્ત્વ સુપાત્ર હોવાથી જ્ઞાનાભ્યાસ અને સ્વપરકલ્યાણમાં પ્રવૃત્ત બની શકે, પણ કોઈ સાધુ અન્નવસ્ત્રાદિ મેળવ્યા પછી પ્રમાદમાં પડી રહે, કામભોગના વિચાર, તીવ્ર અભિલાષ કે પ્રવૃત્તિ કરે તો તે બધી માહિતી દરેક વખતે મેળવવી દાતાને માટે શક્ય નથી. કોઈ બીજાને જ્ઞાનદાન કરે પણ તે મેળવનાર વ્યક્તિ તેથી કદાચ અહંકાર કરે, તેનો દુરુપયોગ પણ કરે. આવી અનેક પ્રકારની સમવિષમ પ્રવૃત્તિઓની શક્યતા છે. અને અનુક્રમે વિવિધ પ્રકારની ઉત્તરક્રિયાની પરંપરાની પણ શક્યતા છે. એટલે તે દરેકમાં શુભાશય અને શુભપ્રવૃત્તિ રહેશે એમ પહેલેથી કેમ કહી શકાય ? એટલા માટે તો દાતાનું કર્તવ્ય જ્યાં પોતાને યોગ્ય લાગે ત્યાં દાન આપવાનું છે અને પછી ત્યાંથી ખસી જવાનું છે. એટલા માટે જ ‘નેકી કર ઔર કૂવેમેં ડાલ' એમ કહેવાય છે. દાન આપનાર પોતાના દાનની વ્યવસ્થા કેવી રીતે થાય છે તેની વર્ષો સુધી દેખભાળમાં કે વહીવટમાં જો પડી જાય છે, તો ત્યાં દાન આપ્યા પછી ક્લેશ, પશ્ચાત્તાપ, આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન વગેરેના પ્રસંગો આવવાનો ઘણો સંભવ રહે છે. એટલા માટે જ ‘વવા યાનેન વર્ધત’ એ નિયમાનુસાર હ્રદયમાં દયાની વૃદ્ધિ માટે દાન આપતાં રહેવું એમ કહેવાય છે. દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ અનુકંપાના ભાવથી અન્ય ધર્મીઓને દાન ન આપે ત્યાં સુધી ‘મહાશ્રાવક'ના બિરુદને યોગ્ય ન ગણાય. એવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના સમયમાં દાનની બાબતમાં જિનમતની નિંદા-લઘુતા ન થાય એ માટે ફેશી ગણધરના ઉપદેશથી પ્રદેશી રાજાએ દીન, અનાથ, દુ:ખી વગેરે સર્વ માટે દાનશાળા મંડાવી હતી. અનુકંપાદાન વિષે ‘હિતોપદેશમાલા’માં શ્રી પ્રભાનંદસૂરિ લખે છે : दीणाण अणाहाण य बन्धवरहियाण वाहिविहुराण । चारय पडियाण विएसियाण बसणावलीढाणं । । अंधाण य पंगूण य कुणीमरकुज्जाणं वामणाणं च । बालाण य बुड्ढाण य, छुहियाण मिवासियाणं च ।। एवं विहाण पाणीण, दिंति करुणामहन्नवा जमिए । तं अणुकंपायाणं मन्नइ सन्नाणसालीहिं ।। [દીન, અનાથ, બાંધવરહિત, વ્યાધિથી દુ:ખી, જેલમાં પુરાયેલા, વિદેશથી આવેલા (થાકેલા મુસાફરો), વ્યસનોમાં સપડાયેલા અંધ, પંગુ, ઠૂંઠા, કુબડા, વામણા, બાળક, ઘરડા, ભૂખ્યાં, તરસ્યાં એવાં દુ:ખી પ્રાણીઓને Page #24 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૯ કરૂણાના સાગર એવા માણસો પોતાનું જે કંઈ આપે છે તેને કેવળજ્ઞાનીઓએ અનુકંપાદાન કહ્યું છે.] એટલા માટે જ મોક્ષફળને મેળવવાની બાબતના દાનને વિશે સુપાત્રઅપાત્રનો વિચાર કરવો જોઈએ, પરંતુ દીનદુઃખી લોકો માટે કરુણાભાવથી અપાતા દાનનો નિષેધ કરવામાં નથી આવ્યો. કહ્યું છે : जं मुखठा दाणं तं पइ एसो विही समर उं। अणुकंपादाणं पुण जिणेहिं न कयावि पडिसिद्धं ।। [જે મોક્ષને અર્થે દાન છે તેના સંબંધમાં આ વિધિ (સાધુ વિના બીજા કોઈને દાન ન આપવું) કહ્યો છે, પરંતુ જિનેશ્વરોએ અનુકંપાદાનનો ક્યાંય નિષેધ કર્યો નથી.] इयं मोक्षफले दाने पात्रापात्रविचारणा। दयादानं तु सर्वज्ञैः कुत्रापि न निषिध्यते।। આ પાત્ર છે અને આ અપાત્ર છે એવો વિચાર મોક્ષરૂપી ફળ મેળવવાના દાનને વિશે કરવાનો છે. પરંતુ દયાદાન (અનુકંપાદાન)નો તો સર્વજ્ઞોએ ક્યાંય પણ નિષેધ કર્યો નથી.] એટલા માટે જ “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે કે – जे एणं पडिसेहति वितिज्छेयं करेंति ते। જે આનો – અનુકંપાદાનનો અસ્વીકાર કરે છે તે વૃત્તિ-આજીવિકાનો છેદ કરે છે. ભગવાન મહાવીરના સમયમાં તંગિયા નગરીના આદર્શ શ્રાવકો એટલા માટે અનુકંપાદાન આપતા હતા. કેટલાક માણસો પોતાની તેવી શક્તિ ન હોવાને કારણે દાન આપી શકતા નથી. કેટલાક પોતાની શક્તિ હોવા છતાં દાન આપતા નથી અને બીજાએ આપેલા દાનથી, શ્રેણિક મહારાજની કપિલદાસીની જેમ આનંદિત થતા નથી, પરંતુ દાન આપનારની ઠેષપૂર્વક ઈર્ષા, નિંદા કે ટીકા કરવા લાગે છે. પોતાની શક્તિ હોય કે નહિ, અન્ય માણસે આપેલા દાનની સાચા દિલથી અનુમોદના કરવી તે પણ એટલું જ ફળ આપનાર છે એમ શાસ્ત્રકારો કહે છે : Page #25 -------------------------------------------------------------------------- ________________ 250 જિનતત્ત્વ फलं यच्छति दातृभ्यो दानं नानास्ति संशयः। फलं तुल्यं ददात्येतदाश्चर्य त्वनुमोदकम् / / (ઉપદેશપ્રાસાદ) દાન દાતારને ફળ આપે છે, તેમાં તો કંઈ પણ સંશય નથી; પરંતુ દાતારના જેવું ફળ અનુમોદના કરનારને પણ આપે છે એ આશ્ચર્ય છે. વળી કહેવાયું છે કે : चिरादेकेन दानादिक्लेशैःपुण्यं यदर्जितम् / तस्यानुमोदनाभावात् क्षणादन्यस्तदर्जयेत् / / એક મનુષ્ય ચિરકાળ સુધી દાનાદિકના ક્લેશ વડે-કષ્ટ વડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્ય બીજો મનુષ્ય એક ક્ષણ વાર તેની અનુમોદના કરવાથી ઉપાર્જન કરે છે. દાનનો કેટલો બધો મહિમા છે તે વર્ણવતાં ‘ધર્મ-કલ્પદ્રુમ માં કવિએ સરસ કહ્યું છે : दानं दुर्गतिवारणं गुणगणप्रस्तारविस्तारणं, तेजःसन्ततिधारणं कृतविपच्छ्रेणीसमुत्सारणम् / अंहःसन्ततिदारणं भवमहाकूपारनिस्तारणम्, धर्माभ्युन्नति कारणं विजयते श्रेयः सुखाकारणम् / / દાન દુર્ગતિને નિવારનાર છે, ગુણના સમૂહને વિસ્તારનાર છે, તેજના સમૂહને ધારણ કરનાર છે, વિપત્તિના સમૂહનો નાશ કરનાર છે, પાપના સમૂહને વિદારનાર છે, ભવરૂપી સમુદ્રમાંથી તારનાર છે, ધર્મની અમ્મુન્નતિનું કારણ છે અને મોક્ષના સુખને અપાવનાર છે. એવું દાન વિજય પામે છે. આમ, દાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એનું સ્વરૂપ અત્યંત ગહન છે, એના પ્રકાર અનેક છે અને એનો મહિમા અપાર છે.