________________
૨૪૮
જિનતત્ત્વ
સુપાત્ર હોવાથી જ્ઞાનાભ્યાસ અને સ્વપરકલ્યાણમાં પ્રવૃત્ત બની શકે, પણ કોઈ સાધુ અન્નવસ્ત્રાદિ મેળવ્યા પછી પ્રમાદમાં પડી રહે, કામભોગના વિચાર, તીવ્ર અભિલાષ કે પ્રવૃત્તિ કરે તો તે બધી માહિતી દરેક વખતે મેળવવી દાતાને માટે શક્ય નથી. કોઈ બીજાને જ્ઞાનદાન કરે પણ તે મેળવનાર વ્યક્તિ તેથી કદાચ અહંકાર કરે, તેનો દુરુપયોગ પણ કરે. આવી અનેક પ્રકારની સમવિષમ પ્રવૃત્તિઓની શક્યતા છે. અને અનુક્રમે વિવિધ પ્રકારની ઉત્તરક્રિયાની પરંપરાની પણ શક્યતા છે. એટલે તે દરેકમાં શુભાશય અને શુભપ્રવૃત્તિ રહેશે એમ પહેલેથી કેમ કહી શકાય ? એટલા માટે તો દાતાનું કર્તવ્ય જ્યાં પોતાને યોગ્ય લાગે ત્યાં દાન આપવાનું છે અને પછી ત્યાંથી ખસી જવાનું છે. એટલા માટે જ ‘નેકી કર ઔર કૂવેમેં ડાલ' એમ કહેવાય છે. દાન આપનાર પોતાના દાનની વ્યવસ્થા કેવી રીતે થાય છે તેની વર્ષો સુધી દેખભાળમાં કે વહીવટમાં જો પડી જાય છે, તો ત્યાં દાન આપ્યા પછી ક્લેશ, પશ્ચાત્તાપ, આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન વગેરેના પ્રસંગો આવવાનો ઘણો સંભવ રહે છે. એટલા માટે જ ‘વવા યાનેન વર્ધત’ એ નિયમાનુસાર હ્રદયમાં દયાની વૃદ્ધિ માટે દાન આપતાં રહેવું એમ કહેવાય છે. દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ અનુકંપાના ભાવથી અન્ય ધર્મીઓને દાન ન આપે ત્યાં સુધી ‘મહાશ્રાવક'ના બિરુદને યોગ્ય ન ગણાય. એવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના સમયમાં દાનની બાબતમાં જિનમતની નિંદા-લઘુતા ન થાય એ માટે ફેશી ગણધરના ઉપદેશથી પ્રદેશી રાજાએ દીન, અનાથ, દુ:ખી વગેરે સર્વ માટે દાનશાળા મંડાવી હતી.
અનુકંપાદાન વિષે ‘હિતોપદેશમાલા’માં શ્રી પ્રભાનંદસૂરિ લખે છે : दीणाण अणाहाण य बन्धवरहियाण वाहिविहुराण । चारय पडियाण विएसियाण बसणावलीढाणं । । अंधाण य पंगूण य कुणीमरकुज्जाणं वामणाणं च । बालाण य बुड्ढाण य, छुहियाण मिवासियाणं च ।। एवं विहाण पाणीण, दिंति करुणामहन्नवा जमिए । तं अणुकंपायाणं मन्नइ सन्नाणसालीहिं ।।
[દીન, અનાથ, બાંધવરહિત, વ્યાધિથી દુ:ખી, જેલમાં પુરાયેલા, વિદેશથી આવેલા (થાકેલા મુસાફરો), વ્યસનોમાં સપડાયેલા અંધ, પંગુ, ઠૂંઠા, કુબડા, વામણા, બાળક, ઘરડા, ભૂખ્યાં, તરસ્યાં એવાં દુ:ખી પ્રાણીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org