________________
દાનધર્મ
૨૪૯
કરૂણાના સાગર એવા માણસો પોતાનું જે કંઈ આપે છે તેને કેવળજ્ઞાનીઓએ અનુકંપાદાન કહ્યું છે.]
એટલા માટે જ મોક્ષફળને મેળવવાની બાબતના દાનને વિશે સુપાત્રઅપાત્રનો વિચાર કરવો જોઈએ, પરંતુ દીનદુઃખી લોકો માટે કરુણાભાવથી અપાતા દાનનો નિષેધ કરવામાં નથી આવ્યો. કહ્યું છે :
जं मुखठा दाणं तं पइ एसो विही समर उं।
अणुकंपादाणं पुण जिणेहिं न कयावि पडिसिद्धं ।। [જે મોક્ષને અર્થે દાન છે તેના સંબંધમાં આ વિધિ (સાધુ વિના બીજા કોઈને દાન ન આપવું) કહ્યો છે, પરંતુ જિનેશ્વરોએ અનુકંપાદાનનો ક્યાંય નિષેધ કર્યો નથી.]
इयं मोक्षफले दाने पात्रापात्रविचारणा।
दयादानं तु सर्वज्ञैः कुत्रापि न निषिध्यते।। આ પાત્ર છે અને આ અપાત્ર છે એવો વિચાર મોક્ષરૂપી ફળ મેળવવાના દાનને વિશે કરવાનો છે. પરંતુ દયાદાન (અનુકંપાદાન)નો તો સર્વજ્ઞોએ ક્યાંય પણ નિષેધ કર્યો નથી.] એટલા માટે જ “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે કે –
जे एणं पडिसेहति वितिज्छेयं करेंति ते। જે આનો – અનુકંપાદાનનો અસ્વીકાર કરે છે તે વૃત્તિ-આજીવિકાનો છેદ કરે છે. ભગવાન મહાવીરના સમયમાં તંગિયા નગરીના આદર્શ શ્રાવકો એટલા માટે અનુકંપાદાન આપતા હતા.
કેટલાક માણસો પોતાની તેવી શક્તિ ન હોવાને કારણે દાન આપી શકતા નથી. કેટલાક પોતાની શક્તિ હોવા છતાં દાન આપતા નથી અને બીજાએ આપેલા દાનથી, શ્રેણિક મહારાજની કપિલદાસીની જેમ આનંદિત થતા નથી, પરંતુ દાન આપનારની ઠેષપૂર્વક ઈર્ષા, નિંદા કે ટીકા કરવા લાગે છે. પોતાની શક્તિ હોય કે નહિ, અન્ય માણસે આપેલા દાનની સાચા દિલથી અનુમોદના કરવી તે પણ એટલું જ ફળ આપનાર છે એમ શાસ્ત્રકારો કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org