________________
દાનધર્મ
૨૪૭
દાનનો અન્ય એક મહત્ત્વનો પ્રકાર તે અનુકંપાદાન છે. એ દયાદાન કે કરુણાદાન તરીકે પણ ઓળખાય છે. સંસારમાં જેમ સુખ છે તેમ દુ:ખ પણ છે અને દુઃખમાં બીજાની સહાયની જરૂર પડે છે. સ્વજનનું મૃત્યુ, સંકટ, કુદરતી આપત્તિ, અસાધ્ય રોગ, દેવાળું, દરિદ્રતા, અન્યાય, લાચારી વગેરેને કારણે માણસને માથે જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે તે જોનારના હૃદયમાં દયા કે કરુણાનો ભાવ જો ઊભરાય છે તો તરત મદદ કરવાનું મન થાય છે. આવું અનુકંપાદાન જાતિ, ધર્મ, સંપ્રદાય, રાજ્ય વગેરેના ભેદભાવથી પર રહીને આપવામાં આવે તો તે વધુ ફળ આપનાર બને છે. જ્યાં હૃદયમાં સાચી માનવતા છે તેમાં અનુકંપાદાન પ્રગટ થયા વગર રહે નહિ. જૈન ધર્મ તો પશુપંખી સહિત નાનામોટા સર્વ પ્રત્યે દયાનો ભાવ રાખીને તે પ્રમાણે તેનું પાલન કરવાનું કહે છે. એટલે જૈનોમાં અનુકંપાદાનનો મહિમા પણ ઘણો બધો છે. એથી દયા, ઉદારતા, હૃદયની વિશાળતા, જીવો પ્રત્યે મૈત્રી અને આત્મીયતાની ભાવના વિકાસ પામે છે. અનુકંપાદાન પુણ્યોપાપાર્જનનું મોટું નિમિત્ત બને છે. પોતે મેળવેલી અઢળક સંપત્તિ તે સમાજના સીધી કે આડકતરા શોષણ દ્વારા પ્રાપ્ત થઈ છે એવી સમજણ બહુ ઓછા શ્રીમંતોને હોય છે. જો આવી સમજણ આવે તો કર્તવ્યબુદ્ધિથી અને શ્રદ્ધાથી સમાજને અનુકંપાદાન આપવું જોઈએ.
અનુકંપાદાનના વિષયમાં જૈન ધર્મમાં એક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ ગરીબ કે દુખી હોય તેને સહાય કરવા માટે દાનની રકમ આપવામાં આવે પરંતુ એ રકમથી જો તે માંસાહાર કરવાનો હોય અથવા વ્યસની હોવાને કારણે તે દારૂ, જુગાર કે અન્ય વ્યસનમાં તે રકમ વાપરવાનો હોય તો તેવી વ્યક્તિને દાન આપવું કે નહિ ? આ ઘણો વિવાદાસ્પદ પ્રશ્ન છે. વ્યવહાર અને સિદ્ધાંતની દૃષ્ટિએ તથા માનવતા અને આત્મધર્મની દૃષ્ટિએ એના જુદા જુઘ ઉત્તરો છે. અલબત્ત દાન દેતી વખતે લેનાર વ્યક્તિની પરિસ્થિતિ અને દાનમાં મળેલી વસ્તુ વાપરવા માટેના આશય વિષે બધી જ માહિતી હોતી નથી. એટલે જ્યાં ખબર કે જાણકારી હોય ત્યાં અહિંસાદિ ધર્મની પુષ્ટિ થાય એવી રીતે દાન આપવું જોઈએ, પરંતુ જ્યાં કશી માહિતી ન હોય ત્યાં કેવળ અનુકંપાના ભાવથી પણ દાન અવશ્ય આપવું જોઈએ. દાતાના હૃદયમાં અનુકંપાનો ભાવ રહ્યા કરે તે જ ઇષ્ટ છે. જો અનુકંપાદાનનો નિષેધ કરવામાં આવે તો પરંપરાએ સુપાત્રદાન, શાનદાન, અભયદાનનો પણ નિષેધ કરવાનો વખત આવશે. સાધુને અન્ન-વસ્ત્રાદિનું દાન આપવાથી તે
Jain Education International -
For Private & Personal Use Only
www.jainelibrary.org