________________
૨૪૭
દાનધર્મ
ક્યાંય પણ અપાયો નથી. પરંતુ શક્તિનું માપ તો દરેકે પોતપોતાની મેળે પ્રામાણિકતાથી અને શુદ્ધ ભાવથી કાઢવું જોઈએ. દાન આપતી વખતે પોતાના આગળપાછળના સંજોગોનો અને ભિન્નભિન્ન અપેક્ષાઓનો વિચાર પણ કરવો પડે છે. એટલા માટે ાન દેવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. માણસે પોતાના ઉત્સાહના પૂરને ન અટકાવવું જોઈએ એ સાચું, કારણ કે આવેલા સાવો ઝાઝી વાર ટકે કે ન ટકે પરંતુ કોઈ માણસ પોતાનું દેવું જાણીજોઈને ન ચૂકવતો હોય અને દાન કરવા નીકળે તો તે યોગ્ય ગણાય નહિ. કેટલાક માણસો આરંભમાં અત્યુત્સાહને કારણે ઘણું બધું દાન આપે છે, ખ્યાતિ પામે છે, પરંતુ પછીથી યાચકોનો જ્યારે ધસારો થાય છે, ત્યારે ત્રાસ, ખેદ, ઉદ્વેગ અનુભવે છે. યાચકો પ્રત્યે રોષે ભરાય છે, અપમાન કરે છે અને એમને ધિક્કારવા લાગે છે. કેટલીક વાર આરંભના અતિશય દાનને કારણે મળેલી પ્રતિષ્ઠાને કારણે એ આડાઅવળા ધંધા કરવા લાગે છે, ધનનાં આપેલાં વચનો પાળતો નથી. એટલા માટે દાન આપવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. ‘પંચસૂત્ર’માં કમાણી અનુસાર ઉચિત દાન આપવાની ભલામણ એટલા માટે કરી છે કે જેથી દાન આપવાની માણસની પ્રવૃત્તિ કાયમ ચાલ્યા કરે. અવિવેકી દાન ક્યારે બંધ થઈ જશે તે કહેવાય નહિ પણ ઉચિત દાન દીર્ઘ કાળ સુધી સતત ચાલ્યા કરે છે. વળી દાન એવી રીતે આપવું જોઈએ કે જેથી પોતાનામાં રહેલો દાનનો ગુણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો રહે.
દાન આપતી વખતે પાત્રની ઉચિતતા પણ જોવી જોઈએ. કેટલાંક દાન વૃથાદાન જેવાં નીવડે છે. જેને દાનની જરૂર નથી એને દાન આપવાથી કંઈ અર્થ સરતો નથી. વૃથા પાનું ધનાજ્યેષુ એટલા માટે જ કહેવાય છે. વળી જે વ્યક્તિને જે ઉચિત હોય તેનું ાન દેવું જોઈએ. અનુચિત વસ્તુનું દાન આપવાથી તે દાન વૃથા બને છે. કહ્યું છે :
यतिने काञ्चनं दत्ते, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्ते स दाता नरकं व्रजेत ।।
[તિ-સાધુને સોનું આપનાર, બ્રહ્મચારીને પાન આપનાર અને ચોરને અભયદાન આપનાર દાતા નરકે જાય છે.]
આમ, દાન દેવામાં વિવિધ પરિસ્થિતિ પ્રવર્તે છે અને પ્રત્યેક પરિસ્થિતિને વ્યાવહારિક અને સૈદ્ધાન્તિક એમ વિભિન્ન અપેક્ષાથી તપાસી શકાય છે. તે દરેકમાં ઔચિત્ય એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org