SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્મ ૨૪૩ માટે એવો યોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે માણસે તે તક ઝડપી લેવી જોઈએ. ક્યારેક સુપાત્ર ચાલ્યું જાય છે, ક્યારેક કાળ વીતી જાય છે અને ક્યારેક અવસર ચૂકી જતાં, સમય વીતતાં મનના ભાવો પણ બદલાવા લાગે છે. “ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીને સુપાત્રદાન વિશે જે પ્રશ્ન કરે છે તે નીચે પ્રમાણે છે : समणोवासगस्सणं भंते । तहारूवं समणं वा, माहणं वा, फासुएसणिज्जेणं असणપાળવામ-સાળ પકામમાણસ વિ ? गोयमा एगंतसो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जइ। ગૌતમસ્વામી પૂછે છે, “હે ભગવાન! કોઈ શ્રમણોપાસક જો તથારૂપ શ્રમણ અથવા માહણને પ્રાસુક એષણીય અશન, પાણ, ખાઈમ અને સાઈમરૂપી ચાર પ્રકારનો આહાર આપે તો તેને શો લાભ થાય ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એથી તેને એકાન્ત કર્મનિર્જરા થાય છે. એથી એને જરા સરખું પણ પાપકર્મ બંધાતું નથી.” આથી સ્પષ્ટ છે કે સુપાત્રદાનનો મહિમા ઘણો મોટો છે, કારણ કે તેમાં પાપકર્મ માટે અવકાશ નથી અને કર્મની નિર્જરાનું તે કારણ બને છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે સુપાત્રદાન આપવા છતાં કેટલાક કર્મની નિર્જરા નથી પામતા તેનું કારણ શું ? તેનો ઉત્તર એ છે કે સુપાત્ર પણ સર્વ પ્રકારના આરંભથી રહિત હોય, વળી આપવા માટેની ખાવાપીવાની વસ્તુઓ આધાકમદિના દોષથી રહિત હોય અને આપનાર કપટરહિત તથા શુદ્ધ ભાવવાળો હોય એવી રીતે ત્રણેનો યોગ મળે તો જ કર્મની નિર્જરારૂપી ફળ પ્રાપ્ત થાય. એટલા માટે જ કહેવાયું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલાં અને ગુરુને કહ્યું તેવાં અન્નપાનાદિક દ્રવ્યો વડે દેશ, કાળ, શ્રદ્ધા અને સત્કારના ક્રમપૂર્વક અત્યંત ભક્તિથી સાધુભગવંતોને -- સુપાત્રોને દાન આપવું જોઈએ. ઉપદેશચિંતામણિમાં સુપાત્ર દાન વિશે વિચારણા કરતાં કવિ જયશેખરસૂરિ તેના મહિમાની ગાથા ટાંકે છે : जं कालविसेसेणं पत्ते भावेण दिज्जए दाणं। तं कप्पहमचिंतामणीणमाहप्पभवहरइ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249447
Book TitleDandharm
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy