________________
૨૪૨
જિનતત્વ
અન્ય રીતે ધનનો ઉપયોગ કરવા કરતાં સુપાત્રને આપવાથી વિશેષ લાભ થાય છે. નીચેના શ્લોક પરથી તેનો મહિમા જણાશે :
व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे दशगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत् ।।
(પૂર્વેશતરંજી ) વ્યાજે ધન આપવાથી તે ધન બમણું થઈ શકે છે, વેપારમાં ધન ચારગણું થાય છે, સારા ક્ષેત્રમાં વાપરવાથી દશગણું થાય છે, અને પાત્ર વ્યક્તિને આપેલું ધન અનંતગણું થાય છે એમ કહ્યું છે. સુપાત્રદાનનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે :
चारित्रं चिनुते तनोति विनयं ज्ञानं नयत्युन्नति, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यापदम् । पुण्यं कन्दलयत्यधं दलयति स्वर्ग ददाति क्रमानिर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् ।।
(લિકુર પ્રાર) પવિત્ર ધનને સુપાત્રમાં સ્થાપન કર્યું હોય તો તે ચારિત્રને એકઠું કરે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને ઉન્નત કરે છે, પ્રશમ-શમતાને પોષે છે, તપને બળવાન કરે છે, આગમને ઉલ્લસિત-વિકસ્વર કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે. પાપનો નાશ કરે છે, સ્વર્ગને આપે છે ને અનુક્રમે – પરંપરાએ – મોક્ષલક્ષ્મીને પણ આપે છે.
દાન આપવું અને તે પણ સુપાત્રને દાન આપવું એ આપણે ધારીએ તેટલું સરળ નથી. માણસની પાસે ન્યાયનીતિથી પ્રાપ્ત થયેલું શુદ્ધ ધન હોવું એ પહેલી આવશ્યકતા છે. એવું ધન હોય પણ દાન આપવા જેટલી હૃદયની ઉદારતા ન હોય. ક્યારેક હૃદયની ઉદારતા હોય પણ ત્યારે પોતાની પાસે એવું અને એટલું ધન ન હોય. ક્યારેય ધન હોય અને હૃદયની ઉદારતા હોય તો પણ દાન લેનાર યોગ્ય પાત્ર ન હોય. ચિત્તની ઉદારતા, યોગ્ય ધન અને સુપાત્રઆ ત્રણેનો યોગ તો પ્રબળ પુણ્યના ઉદય વિના થવો શક્ય નથી. એટલે જ કહેવાયું છે :
केसिं च होई वित्तं चितं केसिपि उभयमन्नेसिं। चित्तं वित्तं च पात्रं च तिन्नि लभन्ति पुण्हेहिं ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org