________________
દાનધર્મ
૨૨૯
દ્રવ્યદાન કરતાં ભાવદાન ચડિયાતું મનાય છે. દ્રવ્યદાનમાં રોકડનાણું, ચીજવસ્તુઓ, ઉપકરણ ઇત્યાદિનો સમાવેશ થાય છે. સ્કૂલ દ્રવ્યના દાન કરતાં પણ આત્માને માટે જ્ઞાનઘન દ્વારા પરિણમતાં સમ્યક ધર્મક્રિયાદિ વધુ ઉપકારક થઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કોઈ માણસ રોજ એક લાખ ખાંડી સુવર્ણનું ધન આપે તો પણ રોજ એક સામાયિક કરનાર માણસની તોલે તે ન આવે.
માણસે ધર્મની આરાધના વિવિધ પ્રકારે કરવાની છે. એમાં સ્કૂલ દ્રવ્યદાન દ્વારા થતી આરાધના નીચી ભૂમિકાએ આવે. સુપાત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે ઊંચા પ્રકારનાં દાન છે. પરંતુ દાન કરતાં પણ તપ, શીલ અને ભાવ દ્વારા થતી શુદ્ધ ધર્મારાધના કેટલીક અપેક્ષાએ ચડિયાતી ગણાવાય છે. અલબત્ત, આ દરેકમાં તરતમતાના ભેદ અને પ્રભેદ હોઈ શકે છે. સ્થળ દ્રવ્યદાન કરતાં અન્ય પ્રકારની આરાધના ચડિયાતી છે એનો અર્થ એ નથી કે ધનનો નિષેધ કરવામાં આવ્યો છે. એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દ્રવ્યના ઘનધર્મમાં જ અટકી ન જતાં એથી ઉચ્ચતમ ધર્મારાધનાનું લક્ષ્ય રાખવું ઘટે. એમાં શુદ્ધ અને ઉચ્ચ ભાવથી કરેલું સુપાત્રદાન તો કર્મનિર્જરા દ્વારા મોક્ષનું સાધન પણ બની શકે છે. બૌદ્ધ ધર્મમાં જે કેટલીક “પારમિતા' નિર્વાણ માટે બતાવી છે તેમાં ‘દાનપારમિતા” પણ છે.
- ધન દેનાર બધા એકસરખી કોટિના હોતા નથી. વળી એક જ વ્યક્તિ દરેક વખતે એક જ સરખા ભાવથી કે મનના અધ્યવસાયથી દાન આપે એવું હંમેશાં બનતું નથી. સુભાષિતકારોએ દાનના ભૂષણ ને દૂષણ પ્રત્યે એટલા માટે નિર્દેશ કર્યો છે. દાનનાં નીચે પ્રમાણે પાંચ ભૂષણ ગણવામાં આવે છે. ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે :
आनंदाश्रूणि रोमांचो बहुमानं प्रियं वचः ।
तथाऽनुमोदना पात्रे दानभूषणपंचकम् ।। (૧) દાન આપતી વખતે આનંદનાં આંસુ વહે, (૨) હર્ષથી રોમાંચનો અનુભવ થાય, (૩) દાન લેનાર પ્રત્યે બહુમાનનો ભાવ રહે, (૪) પ્રિય વચનો બોલાય અને (૫) સત્પાત્રની અનુમોદના કરવામાં આવે - એ દાનનાં પાંચ ભૂષણો છે.
ઘનના પાંચ દૂષણો આ પ્રમાણે છે. “ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org