________________
૨૩૦
अनादरो विलंबश्च वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च दातुः स्याद्दानदूषणपंचकम् ।।
(૧) દાન લેનાર તરફ અનાદરનો ભાવ થાય, (૨) દાન આપવામાં વિલંબ થાય, (૩) દાન આપતી વખતે વિમુખ થવાય, (૪) અપ્રિય વચન બોલાય અને (૫) આપ્યા પછી પશ્ચાત્તાપ થાય એ દાનનાં પાંચ દૂષણ છે.
T
જિનતત્ત્વ
દાનનાં આ તો મુખ્ય પાંચ ભૂષણ કે પાંચ દૂષણ છે. તે ઉપરાંત પણ બીજાં ભૂષણો કે દૂષણો હોઈ શકે છે. ‘વિવેકવિલાસ'માં કહ્યું છે :
मायाऽहंकारलज्जाभिः
प्रत्युपक्रिययाऽथवा । यत्किंचिद्दीयते दानं न तद्धर्मस्य साधकम् ।।
જે કંઈ દાન માયાકપટથી, અહંકારથી, લજ્જાથી અથવા પ્રત્યુપકાર(બદલા)ના આશયથી દેવામાં આવે તે દાન ધર્મનું સાધક બનતું નથી.
Jain Education International
આમ, આ ભૂષણો કે દૂષણો દ્વારા દાતાની પોતાની પાત્રતા કે અપાત્રતાની ખબર પડી જાય છે. દાનનો માત્ર દેખાવ કરી ઘન આપવા કરતાં પણ વધુ મોટો બદલો મેળવી લેવાની વૃત્તિવાળા દાતાઓ પણ હોય છે. ‘બળતું ઘર કૃષ્ણાર્પણ' કરનારા દાનધર્મદાતાઓ પણ જગતમાં હોય છે. એવાં દાન નિષ્ફળ દાન તરીકે ઓળખાવાય છે. કેટલીક વાર માત્ર બાહ્ય ક્રિયા જ દાનની હોય, પણ તેમાં માત્ર ભાવશૂન્યતા જ નહિ, આશય પણ અધમ હોય છે. નાનાં છોકરાંને બોર આપી કડલી કઢાવી લેવાનું કામ કરનારા પણ કેટલાક હોય છે. મોંઘી ચીજવસ્તુઓ કે ઘરેણાં વગેરે ઉદારતાથી ભેટ આપી સ્ત્રીઓને વશ કરનારા કામલોલુપ માણસો પણ દુનિયામાં જોવા મળે છે. અધમાધમ દાન કેવું હોય તે વિશે પ્રાચીન જૈન સાહિત્યમાં એક પ્રહેલિકા પૂછવામાં આવી છે. ગંગા નદીના પવિત્ર કિનારે એક માણસ રોજ સવારથી સાંજ સુધી અન્નદાન આપે છે. પરંતુ આ દાન એવું છે કે લેનાર ાન લેતાં જ મૃત્યુ પામે છે અને ાતાએ આવી રીતે દાન આપવાને કારણે અવશ્ય નરકતિ મળવાની છે. ધન વિશે આવી સમસ્યા સાંભળતાં વિચારમાં પડી જવાય. કદાચ આ વાત માન્યમાં પણ ન આવે. પણ પ્રહેલિકા પૂછનાર ઉત્તર આપે છે કે એ દાતા તે માછીમાર છે. સવારથી સાંજ સધી અન્નદાન આપી માછલાંને મારે છે અને તેને પરિણામે તે નરકતિ ભોગવનાર છે. આ ાન તે ધન નથી, પણ તેને અધમાધમ દાન તરીકે ઓળખાવવું હોય તો ઓળખાવી શકાય, કારણ કે તેમાં દાતા અને લેનાર બંનેની તેથી દુર્ગંત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org