________________
૨૩૮
જિનતત્ત્વ
દાન છે. “ચન્દ્રચરિત્ર'માં પણ એ જ રીતે નીચે પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમાધમ પ્રકાર દર્શાવ્યા છે :
उत्तमोऽप्रार्थितो दत्ते मध्यमः प्रार्थितः पुनः ।
याचकैर्याच्यमानोऽपि दत्ते न त्वधमाधमः।। જેઓ પોતાના નામ માટે કે પોતાના વડીલો, પૂર્વજો ઇત્યાદિના સ્મરણાર્થે સંસ્થાઓમાં નામ, ફોટો, પૂતળું વગેરે મૂકવાની શરતે દાન આપે છે તેને કીર્તિદાન કહેવામાં આવે છે. બદલામાં કશુંક મેળવી લેવાની વૃત્તિથી અપાયેલું એ દાન રાજસ કે તામસ પ્રકારનું દાન કહેવાય. એ બહુ ઊંચા પ્રકારનું દાન નથી, તો પણ એનો નિષેધ નથી કારણ કે એવા પ્રકારના દાનથી અન્ય લોકોમાં પ્રેરણા કે અનુમોદના થાય છે. એટલા વ્યવહારની દૃષ્ટિએ કીર્તિદાનની ઉપયોગિતા અવશ્ય ગણાય છે. કીર્તિદાન કરતાં ગુપ્તદાન વધુ ચડિયાતું ને મોટું ફળ આપનારું મનાયું છે એમાં સંશય નથી.
દાન આપનાર દાન આપ્યા પછી પોતે એનાં વખાણ ન કરવા જોઈએ. કહ્યું છે : “ન દુત્વ પરિચ્છીચેત !” ગુપ્ત દાનનો જેટલો મહિમા છે એટલો પ્રગટ દાનનો નથી. એટલી હદ સુધી કહેવાયું છે કે તમારા જમણા હાથે દાન આપ્યું હોય એની તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ.
સામાન્ય રીતે ઘન આપનારનો હાથ ઉપર હોય છે અને લેનારનો હાથ નીચે હોય છે. આથી આપનારમાં સભાનતા, ગૌરવ, અહંકાર, બીજા પ્રત્યે તુચ્છતા વગેરેના ભાવ આવી જવાનો સંભવ છે. અને લેનારમાં દીનતા, લાચારી, લઘુતા, લજ્જા વગેરેના ભાવો આવવા સંભવ છે. તેમ ન થાય માટે ઉત્તમ માર્ગ એ છે કે ગુપ્ત દાન અપાય અને તે પણ એવી રીતે અપાય કે પોતે કોને દાન આપ્યું છે તેની દાતાને ખબર ન રહે અને પોતાને કોના તરફથી દાન મળ્યું છે એની જાણ દાન મેળવનારને પણ ન થાય. આવી રીતે ગુપ્તધન આપવાની અનુકૂળતા ન રહે ત્યારે દાન આપીને પોતે બીજા કોઈ ઉપર ઉપકાર નથી કરતા, પરંતુ પોતાની જાત ઉપર ઉપકાર કરે છે એવો શુભ ભાવ સેવવો જોઈએ. સંત શેખ સાહેબ જ્યારે પણ દાન આપતા ત્યારે નીચું માથું રાખીને આંખો ઢાળીને દાન આપતા. (અન્ય સંતો માટે પણ આ દંતકથા પ્રચલિત છે.) લોકોએ એમને પ્રશ્ન કર્યો કે --
કૈસી સીખે શેખજી એસી દેના દેન? જ્યાં જ કર નીચા કરે, ત્ય નીચા રાખો નેન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org