SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્મ ત્યારે તેનો જવાબ આપતાં તેમણે કહ્યું : દેને વાલા ઓર હૈ, ભેજત હૈ દિન-રેન; લોગ નામ હમરો કહે, તાકે નીચે નૈન. દાનના ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જે ભિન્ન ભિન્ન પ્રકારો ગણાવવામાં આવે છે, તે બધાં જ વર્ગીકરણોમાં અભયદાનને મુખ્ય ગણવામાં આવ્યું છે. એક અપેક્ષાએ બધાં દાનમાં સર્વશ્રેષ્ઠ દાન તે અભયદાન છે. પોતાના તરફથી અન્ય જીવોને ભય રહે નહિ, અભય પ્રાપ્ત થાય તો તેથી તે જીવો સુખેથી રહી શકે છે, વેરભાવનું કારણ ટળી જાય છે અને એથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થપાય છે. અભયદાનમાં પણ પોતાના તરફથી બીજા જીવોને મૃત્યુનો—–હિંસાનો ભય ન રહે એ ઉત્તમ સ્થિતિ છે. એટલે અભયદાનને ચરિતાર્થ કરનારે પોતના જીવનમાં સર્વ પ્રથમ અહિંસાની સાચી ઉદાર ભાવનાની સ્થાપના કરવી જોઈએ. ૨૩૯ અભયદાન એટલે કોઈને પણ ભયરહિત થવામાં ઉપકારક થવું. ભય અનેક પ્રકારના હોય છે. જૈન શાસ્ત્રોમાં જીવોને રહેતા કે થતા વિવિધ પ્રકારના અનેક ભયનું વર્ગીકરણ મુખ્ય સાત પ્રકારના ભયમાં કરવામાં આવ્યું છે. એ સાત ભય નીચે પ્રમાણે છે : (૧) ઈહલોકભય, (૨) પરલોકભય, (૩) આદાનભય, (૪) અકસ્માતભય, (૫) આજીવિકાભય, (૬) અપયશભય અને (૭) મરણભય. આ બધા ભયમાં મૃત્યુનો ભય મોટો છે. દરેકને પોતાનો જીવ વહાલો છે. મનુષ્ય હોય કે પશુપક્ષી, આપત્તિના પ્રસંગે પોતાનો જીવ બચાવવા કેટલી દોડાદોડી તે કરી મૂકે છે ! એટલે જ જગતના સર્વ જીવો પ્રત્યે આત્મીયતા, આત્મૌપમ્યનો ભાવ કેળવી તેમને અભયનું દાન કરવું તે શ્રેષ્ઠ દાન છે એમ શાસ્ત્રકારો કહે છે. સંસારમાં વખતોવખત વિસંવાદ, સંઘર્ષ, યુદ્ધ વગેરે થાય છે. મોટાં યુદ્ધોમાં તો હજારો-લાખો માણસોનો સંહાર થાય છે. ઘણાં ભયંકર ઘાતક શસ્ત્રોની શોધ થતી જાય છે. એટલે જગતમાં ભયનું વાતાવરણ નિર્માયા કરે છે. વેરની અને સંહારની પરંપરા ચાલે છે. આ તો મનુષ્યોના ભયની વાત થઈ. પણ મનુષ્યોના આહાર માટે પ્રાણીઓનો કેટલો બધો સંહાર દિવસે દિવસે વધતો જાય છે ! એ સર્વને અભયરહિત કરવા હોય તો શું કરવું ? જ્યાં સુધી માણસની પાસે ઘાતક શસ્ત્ર કે યંત્ર છે ત્યાં સુધી તો બીજાને એનો ભય રહેવાનો. વળી ભયભીત કે પશુ પોતે પણ સ્વબચાવમાં બીજાની હિંસા કરવા પ્રેરાવાનાં. એટલે માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249447
Book TitleDandharm
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy