________________
૨૩૨
જિનતત્ત્વ
મોટી સંપત્તિરૂપ ગણાતાં અને એનું દાન બહુ મહત્ત્વનું લેખાતું. વર્તમાન સમયમાં તબીબી વિજ્ઞાનની પ્રગતિ પછી રક્તદાન, નેત્રદાન, હૃદયદાન, કિડનીદાન કે દેહદાન વગેરે પ્રકારનાં દાનનો મહિમા પણ વધતો ચાલ્યો છે. જીવંત કે મૃત્યુ પામેલા મનુષ્યદેહની કે તેનાં અંગાંગોની ઉપયોગિતા વધવા લાગી છે, અને એથી બીજા દુ:ખી જીવોને ઉપયોગી થવાની પ્રવૃત્તિનો, માનવતાની ભાવનાના વિકાસ સાથે, ઉપયોગ વધ્યો છે. દાનની પ્રવૃત્તિનો વ્યાપ આમ ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે.
જગતની તમામ પ્રજાઓમાં ધનનું દાન દેવામાં જે કેટલાક લોકો મોખરે છે તેમાં જૈનોનું સ્થાન મહત્ત્વનું છે. જૈન સમાજ સમયે સમયે વ્યક્તિગત સહાયરૂપે કે માનવકલ્યાણની વિવિધ મોટી યોજનાઓ માટે જે ાનનો પ્રવાહ વહેવડાવે છે તે અમાપ છે. દાન એ કોઈ પણ જૈનનો સામાન્ય સગુણ છે. દાન એ જૈનની શોભા છે. જે જીવનમાં ક્યારેય પણ દાન કરતો નથી તે ‘જૈન’ શબ્દને પાત્ર ઠરતો નથી.
દાનનો મહિમા કેટલો છે તે તીર્થંકરોનાં જીવન જોવાથી જણાશે. પોતાનો તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત છે એવું પોતાના અધિજ્ઞાનથી જાણવા છતાં તીર્થંકર ભગાવન દીક્ષા પૂર્વે સ્વહસ્તે એક વર્ષ સુધી, પ્રતિદિન એક કરોડ આઠ લાખ સુવર્ણ મહોર લેખે મહાદાન આપે છે. તે દાન હંમેશાં માત્ર ભવ્યાત્માઓ જ પામી શકે છે. અભવ્ય જીવો તીર્થંકરોએ આપેલું દાન કદાપિ પામી શકતા નથી. એટલા માટે જ તીર્થંકર ભગવાન જ્યારે સાંવત્સરિક દાન આપે છે ત્યારે તે મેળવવા માટે અને મેળવીને પોતાની ભવ્યતા છે તેની પ્રતીતિ કરવા માટે અનેક જીવો પહોંચી જાય છે. એટલા માટે જ વર્તમાન સમયમાં પણ દીક્ષાદાનની શોભાયાત્રા વખતે અપાતા દાનને મેળવવા માટે -- નાનુંમોટું નાણું મેળવવા માટે, જાણકાર શ્રીમંતો પણ પડાપડી કરતા હોય છે.
વળી, તીર્થંકર ભગવાન પોતાની છાવસ્થામાં તપશ્ચર્યા કરે છે ત્યારે તેમને પ્રથમ પારણું કરાવવારૂપી દાન આપનાર ભવ્યાત્મા અવશ્ય મોક્ષગામી બને છે. કહેવાયું છે :
पढमाई पाइणाइ अकरिसु करंति तह करिस्संति । अरिहंता भगवंता जस्स घरे तेसिं धूव सिद्धिं ।।
બદલાની કશી આપેક્ષા વગર દાન અપાય તે ઉત્તમ છે. તેમ છતાં દાનનો બદલો એક નહિ તો બીજી રીતે મળ્યા વગર રહેતો નથી એ પણ એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org