Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 20
________________ દાનધર્મ વધુ વિશુદ્ધ બનાવનાર હોય છે. સર્વ પ્રકારનાં શ્રુતદાનોમાં તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના-દાન આપે છે તે સર્વોત્તમ છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનદાનના વિતરણ વખતે તે ગ્રહણ ક૨ના૨ની પાત્રતા કે અપાત્રતાનો વિચાર કરવો જોઈએ. જ્ઞાનદાનને લાયક પાત્રમાં પણ બાળક જેવા, મંદબુદ્ધિવાળા અને બુદ્ધપંડિત) એવા પ્રકારો હોય છે અને ઉત્સર્ગપ્રિય, અપવાદપ્રિય અને પારિણામિક એવા પ્રકારો પણ હોય છે. તે દરેકની પાત્રતા અનુસાર જ્ઞાનદાન કરવું જોઈએ, કે જેથી જે કક્ષાએ લેનારનો આત્મા હોય ત્યાંથી તે ઊંચે ચડે. ‘ધર્મરત્નપ્રકરણ'માં કહ્યું છે : सव्यंपि जओ दाणं दिन्नं पत्तम्मि दायगाण हियं । इहरा अणत्थजणगं पहाणदाणं च सुयदाणं ।। [જે સર્વ દાન યોગ્ય પાત્રને દેવાયું હોય તો તે તેના આપનારને હિતકર થાય છે. અન્યથા તે અનર્થ ઉત્પન્ન કરે છે. બધાં દાનમાં શ્રુતદાન તે પ્રધાન દાન છે.] વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે જેઓ જીવાજીવાદિ તત્ત્વોને જાણનાર હોય અને સમભાવથી સર્વ કોઈ જીવોની રક્ષા માટે ઉદ્યમી હોય તે જ્ઞાનદાન માટે યોગ્ય પાત્ર કહેવાય. જેઓ પરિગ્રહમાં અને આરંભસમારંભમાં તીવ્ર આસક્તિવાળા હોય તેઓ જ્ઞાનદાનને માટે કુપાત્ર ગણાય. તેઓને અપાયેલું જ્ઞાનદાન અનર્થ કરનારું અને વિપરીત ફળ આપનારું બનવા સંભવ છે. એટલા માટે અપાત્ર કે કુપાત્રને શ્રુતદાન ન આપવું જોઈએ. ધર્મરત્નપ્રકરણ'માં કહ્યું છે : सुठुयरं च न देयं एयमपत्तम्मि नायतत्तेहिं । इय देणावि सुद्धा इहरा मिच्छत्तत्रमगणाइ । । ૨૪૫ [જ્ઞાનતત્ત્વ એટલે તત્ત્વના જાણકારે, આગમોના સદ્ભાવને જાણનાર મહાત્માઓએ આવું ઉત્તમ શ્રુતજ્ઞાન અપાત્રને આપવું ન જોઈએ. રાગવાન, દ્વેષવાન, મૂઢ કે ભ્રમિત મતિવાળા અપાત્રને શ્રુતદાન આપવાથી દેશના અશુદ્ધ થાય છે અને મિથ્યાત્વમાં ગમન થાય છે.] દાનના એક પ્રકાર તરીકે ઉચિતદાન ગણાવવામાં આવે છે. વસ્તુતઃ ઉચિતતા અથવા ઔચિત્ય એ દાનનું લક્ષણ હોવું ઘટે છે. માણસે પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. શક્તિ કરતાં ઓછું દાન આપવાનો બોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25