Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૨૩૪ જિનતત્ત્વ આપી દેવી એવી ભાવના સાચા શ્રાવકો સેવતા હોય છે. અલબત્ત એવા કેટલાક માણસો પણ છે જે કાળાંધોળાં કે ગોલમાલ કરીને ઘણું ધન એકઠું કરે છે અને પછી સમાજમાં માનપાન માટે દાન કરે છે. પરંતુ હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ આવા માણસો પ્રથમ કાદવ-કીચડમાં પગ ખરડે છે અને પછી સાફ કરવા કોશિશ કરે છે. પોતે પ્રાપ્ત કરેલી લક્ષ્મીનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે માણસે વિચાર કરવો જોઈએ, કારણ કે ધનનો ઉપયોગ દાન, ભોગ અને નાશ એ ત્રણ પ્રકારે થાય છે. दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।। ધનને જવાના ત્રણ માર્ગ છે : દાન, ભોગ અને નાશ, જે આપતો નથી અને ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે. દાન દ્વારા ત્યાગ કરેલી લક્ષ્મી એ જ એનું સાચું રક્ષણ છે એમ શ્રદ્ધાપૂર્વક મનાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી દાન દેવાનું લક્ષ રાખવું જોઈએ. ‘તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે ઃ શ્રદ્ધા હૈયું, અશ્રદ્ધયા તેય, ત્રિયા ટેપ, દિયા રેય, મિયા રેપ, વિવા ફેવ શ્રદ્ધાથી દાન આપો, અરે અશ્રદ્ધાથી પણ આપો, પોતાની સંપત્તિ વધતી જતી હોય તો તે સ્થિતિમાં પણ દાન આપો, ભયથી (સામાજિક ભયથી, અપયશના ભયથી) પણ ઘન આપો અને સંવિદ (વિવેકબુદ્ધિથી) પણ આપો. સામાન્ય રીતે આપણી આસપાસ દાનની ઘણી પ્રવૃત્તિ જોવા મળશે. પોતાની આજીવિકામાંથી યથાવકાશ બીજાને આપવાથી માણસને આંચ આવતી નથી. પોતાની વધી પડેલી સંપત્તિમાંથી કિંચિત્ માત્રમાં દાન કરવું એ જરાય અઘરું નથી. પરંતુ પોતે કષ્ટ વેઠીને પણ બીજાને સહાય કરે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. લાખ રૂપિયાની મૂડીમાંથી હજાર રૂપિયાનું દાન દેનાર કરતાં સો રૂપિયાની મૂડીમાંથી પંચાણું કે સોએ સો રૂપિયાનું દાન દેનાર ચઢિયાતો દાનવીર છે. Not he who has much is rich, but he who gives much. ઘન દેવામાં ‘શૂર’ કે ‘વીર' કહી શકાય એવી વ્યક્તિઓ તો જવલ્લે જ જોવા મળે. (જોકે આજકાલ ‘દાનવીર' શબ્દ બહુ સસ્તો બની ગયો છે) એટલા માટે જ ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે દસ હજાર માણસોમાંથી એકાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25