Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 12
________________ દાનધર્મ જેટલી જેટલી ચીજવસ્તુઓ તેટલા પ્રકારનાં દાન એમ ગણવા જઈએ તો અંત ન આવે. વળી દાનની પ્રવૃત્તિને પાર વગરનો અવકાશ રહે છે. થોડામાંથી થોડું પણ માણસ આપી શકે છે : એટલા માટે કહેવાય છે કે Charity is infinitely divisable. He who has a little can always give a little. 72 દ્રવ્યદાનના તેમ ભાવદાનના સન્માનદાન, સમયદાન, નમસ્કારદાન, પ્રેમદાન વગેરે અનેક પ્રકાર ગણાવી શકાય. શ્રીમદ્ ભગવદ્ગીતા માં સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણની દૃષ્ટિએ દાનના સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : दातव्यमिति यदानं दीयतेऽनुपकारिणे। देशे काले च पात्रे च तहानं सात्त्विकं स्मृतम्।। यत्तु प्रत्युपकारार्थ फलमुद्दिश्य वा पुनः। दीयते च परिकिलष्टं तदानं राजसं स्मृतम् ।। अदेशकाले यदानमपात्रेभ्यश्च दीयते। असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ।। (૧) દેશ, કાળ અને પાત્ર અનુસાર, કર્તવ્યબુદ્ધિથી, ગરમાગ્યું અને બદલામાં કશું મેળવવાની ઇચ્છા વગર જે દાન અપાય તે સાત્વિક દાન છે. (૨) બદલો મેળવવાની ઇચ્છાથી, ફળની આકાંક્ષા સાથે, ચિત્તમાં કુલેશ રાખીને જે દાન અપાય તે રાજસ દાન છે. (૩) દેશ અને કાળ જોયા વગર, અપાત્રને આદરસત્કાર વગર કે અવજ્ઞાના ભાવ સાથે જે ઘન આપવામાં આવે તે તામસ દાન કહેવાય છે. એવી જ રીતે “પારાશરસ્મૃતિમાં દાનના ઉત્તમ, મધ્યમ, અધમ અને નિષ્ફળ એવા ચાર પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. अभिगम्योत्तमं दानमाहूयैव तु मध्यम्। अधमं याचमानाय सेवादानं तु निष्फलम्।। જે વ્યક્તિ ધન લેવા યોગ્ય હોય તેને વગરમાગ્યે સામે જઈને દાન આપવું તે ન ઉત્તમ પ્રકારનું છે. તેને પોતાની પાસે બોલાવીને દાન આપવું તે મધ્યમ પ્રકારનું છે. તેના માગ્યા પછી આપવું તે અધમ દાન છે, અને ધન માગનાર પાસે બદલામાં કશીક કામસેવા કરાવી લઈને દાન આપવું તે નિષ્ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25