Book Title: Dandharm Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ દાનધર્મ એકલદોકલ વ્યક્તિ જે ન કરી શકે તેવાં મોટાં કાર્યો નાનીમોટી સામુદાયિક દાનપ્રવૃત્તિથી સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. એ દરેક કાર્યની ઉપયોગિતા એકસ૨ખી ન હોય, કારણ કે દરેકની પાછળ રહેલું સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક ધ્યેય એકસરખું ન હોય. એવાં દૂરદર્શી ધ્યેયને સમજવાના અભાવને કારણે કે પૂર્વગ્રંથિના કારણે એક યા અન્ય વર્ગ તરફથી વખતોવખત ટીકા થવાનો પણ સંભવ રહે. પરંતુ એકંદર દાનની પ્રવૃત્તિઓની ઉપયોગિતા સર્વસ્વીકૃત છે. ૨૦૧ જે સમાજમાં આર્થિક અસમાનતા મોટા પ્રમાણમાં છે, ત્યાં દ્રવ્યાનની પ્રવૃત્તિને ઘણો અવકાશ રહેવાનો. જ્યાં સમાજવાદ, સામ્યવાદ કે કલ્યાણરાજ્ય (welfare state) દ્વારા આર્થિક અસમાનતા બહુધા દૂર થઈ ગઈ હોય ત્યાં લક્ષ્મી દ્વારા થતી દ્રવ્ય-દાનની પ્રવૃત્તિને ઓછો અવકાશ રહે છે. ગરીબોના કલ્યાણ માટે દાન-પ્રવૃત્તિ અત્યાવશ્યક છે, ઇષ્ટ છે; પરંતુ એવી પ્રવૃત્તિ જ્યાં ઘણી થતી હોય ત્યાં શોષકશોષિત વર્ગોનું પ્રમાણ મોટું છે. સમાજનું એ ભૂષણ નહિ, બલકે દૂષણ ગણાય. આદર્શ સ્થિતિ તો એ ગણાય કે જ્યાં દાતા ઘણા હોય પણ લક્ષ્મીનું દાન લેવાવાળા યાચક કોઈ ન હોય અથવા ખુદ યાચક પોતે દાતા બની જાય. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ થવું ઘણું અઘરું છે; નિર્માણ થયા પછી એવી સ્થિતિ ચિરકાળ ટકાવી રાખવી ઘણી કઠિન છે; અને જ્યાં ટકે છે ત્યાં અન્ય પ્રકારનાં સ્થૂલ કે સૂક્ષ્મ દૂષણો સમાજમાં કે સત્તાધારી વર્ગમાં પ્રગટ થાય છે. મનુષ્યની પ્રકૃતિ એવી છે કે સર્વથા સંપૂર્ણ અને આદર્શ કહી શકાય એવી કાયમી આર્થિક વ્યવસ્થા સંભવિત નથી. બધાંને સારું ઘર, સારું ખાવાનું, સારાં કપડાં, હરવાફરવાનાં સારાં સાધનો અને અન્ય પ્રકારની સર્વ સામગ્રી મળી રહે એવા આદર્શ સમાજની રચના સમગ્ર વિશ્વને માટે શક્ય નથી. ભૂતકાળમાં એવું ક્યારેય થયું નથી અને ભવિષ્યમાં થશે કે કેમ તે પ્રશ્ન છે. ગરીબ કે જરૂરિયાતવાળા માણસોને પૈસાની મદદ કરવી એટલો જ અર્થ દાનનો નથી. વ્યવહારમાં કેટલાંય સામુદાયિક સત્કાર્યો કે તેવી યોજનાઓ માટે લોકો પોતાના પૈસા આપે છે. એટલે દાન શબ્દ ઉદારતાથી આપેલી આર્થિક સહાયના અર્થમાં વિશેષ રૂઢ થયેલો છે. ‘ફીયતે રૂતિ વાનમૂ’ એવી દાનની વ્યાખ્યા આપવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે ઉપયોગી પાળેલાં પ્રાણીઓ માણસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25