Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ દાનધર્મ देयं भोज घनं धनं सुविधिना नो संचितव्यं कदा श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याद्यापि कीर्तियतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यन्ति भो मक्षिका अस्माकं मधु दानभोगरहितं नष्टं चिरात् संचितम् ॥ [હે ભોજરાજા ! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક બહુ દાન દેવું, પણ એકઠું કર્યા ન કરવું, કારણ કે દાનથી જ શ્રી કર્ણરાજા, બલિરાજા અને વિક્રમરાજાની કીર્તિ હજુ સુધી પ્રસિદ્ધ છે. એટલા કારણે જ અહો, મધમાખીઓ પોતાના હાથપગને બહુ ઘસે છે અને એ દ્વારા જણાવે છે કે ‘ઘણા વખતથી સંચિત કરેલું અમારું મધ દાન અને ભોગથી રહિત હોવાથી તત્કાળ નાશ પામ્યું છે’.] જગતમાં દાનની ક્રિયા એટલી સતત અને વ્યાપકપણે પરાપૂર્વથી ચાલતી આવી છે કે સમયે સમયે અનેક મહાત્માઓએ દાનનો અપાર મહિમા પોતપોતાની વિવિધ શૈલીથી સધન અને સચોટ ભાષામાં વ્યક્ત કર્યો છે. સેંકડો એવી પંક્તિઓ સુભાષિત જેવી બની ગઈ છે. દાનનો અર્થ ફક્ત ધન પૂરતો સીમિત નથી. આ સંસારમાં કોઈ પણ જીવ અન્ય જીવોના સહકાર વિના કે કુદરતી તત્ત્વોના આલંબન વિના પોતાનું જીવન ટકાવી ન શકે. સ્થૂલ દૃષ્ટિએ જોઈએ તો ધરતી પર વસતા માનવીને હવા, પાણી અને પ્રકાશની જરૂર જીવન ટકાવવા માટે પડે છે. પૃથ્વી, વાયુ, તેજ વગેરેમાં પણ તે પ્રકારના સ્થૂલસૂક્ષ્મ જીવો છે એમ જો સ્વીકારીએ તો કોઈ પણ જીવને જીવવા માટે બીજા જીવોની જરૂર પડે છે એ નિર્વિવાદ સત્ય છે. એ દૃષ્ટિએ તમામ જીવો વચ્ચે પરસ્પર અનુગ્રહ અને આલંબનની ઘટના સતત, અવિરત ચાલે છે. એટલા માટે જ વાચક ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે - ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ વળી એમણે દાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે : ૨૨૭ 'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।' આમ દાનની પ્રવૃત્તિનાં ત્રણ મહત્ત્વનાં અંગો છે: (૧) પોતાની માલિકીની કોઈ વસ્તુ હોવી, (૨) તેનો અતિસર્ગ એટલે કે ત્યાગ કરવો, (૩) એ ત્યાગ બીજાના કલ્યાણ માટે હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 25