Book Title: Chaturvinshati Prabandh Author(s): Hiralal R Kapadia Publisher: Farbas Gujarati Sabha View full book textPage 6
________________ પ્રસ્તાવના હરિહર-પ્રબન્ધ અને અમારચન્દ્ર-પ્રબન્ધ ગુજરાતના ઈતિહાસ સાથે સંબંધ ધરાવે છે. અમરચન્દ્રના પ્રબન્ધમાં વિરધવલના પુત્રરૂપે જે વીસલદેવને વૃત્તાન્ત છે તે પ્રબચિન્તામણિમાં નથી. એટલે એ વૃત્તાન્ત માટે તે પ્રસ્તુત ગ્રંથ જ ઉપયોગી થઈ પડે છે. વળી આ ગ્રંથ બીજા ગ્રંથકારોને પણ ખપમાં આવ્યું છે, એ હકીકત પણ આની ઉપયુક્તતા સિદ્ધ કરે છે. ગ્રંથરચના– શ્રી રાજશેખરસૂરિએ વિ. સં. ૧૮૦૫( ઇ. સ. ૧૩૪૯)માં 8 શુક્લ સપ્તમીને દિને “દિલ્હી” નગરમાં દર્શનપોષક મહણસિંહના આવાસમાં રહીને પ્રબકેશની રચના કરી. એ ગ્રંથનો પ્રારંભ શ્રીષભદેવ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી એ ચાર તીર્થકરોની સ્તુતિ, ભારતીને પ્રાર્થના અને પોતાના ગુરુના સંસ્મરણપૂર્વક કરાવે છે. એવી પ્રબન્ધ પછી સાતમા સિવાય બાકીના બધા ગદ્યમાં રચાયેલા છે. કેટલીક વાર ગૂર્જર ભાષાના શબ્દોને સંસ્કૃતને સ્વાંગ સજાવેલો જોવાય છે.? આ પ્રમાણે રચાયેલા ચતુર્વિશતિપ્રબન્ધરૂપ મૂળને સામે રાખી પ્રસ્તુત ભાષાતર વાંચવા સંસ્કૃતના સામાન્ય અભ્યાસી પ્રેરાય એ વિશેષ સંભવ છે. એથી તેમની અનુકૂળતા સચવાય તે માટે અને તેમ થતાં સંસ્કૃત સાહિત્યક્ષેત્રમાં યથેષ્ટ વિહાર કરવા માટે તેમને ગ્ય તાલીમ મળે તે વાતે શબ્દાર્થ ઉપર વિશેષ લક્ષ્ય આપવું દુરસ્ત જણાયું છે. આમ કરવા જતાં કેટલેક સ્થળે દરાન્વયતા કે કિલષ્ટતા ઉપસ્થિત થઈ હશે, પરંતુ આ તે ભાષાંતર છે, કિંતુ રૂપાંતર નથી એ હકીકત ધ્યાનમાં લઈ આને સહૃદય સાક્ષરો ન્યાય કરશે, એવી આશા છે. ગ્રંથનું મહત્વ આ ચતુર્વિશતિપ્રબન્ધનું મહત્વ કેટલું છે તે વિવિધ ગ્રંથકારોએ નિજ નિજ કૃતિ રચતાં એને જે આશ્રય લીધે છે તે કહી આપે છે ૧ નાભિનંદનજિનેદારપ્રબન્ધ ગુજરાતનું વર્ણન પૂરું પાડે છે. આ હકીક્તની ગુજરાતીમાં માહિતી મેળવનારને પ્રથાન (પુ. ૧૧, અં. ૪, પૃ. ૨૭-૨૮૦) જેવું અનુકુળ થઈ પડશે. ૨ એના પરિચય માટે જુઓ પૃ. ૨૨૨. ૩ જુઓ ચતુર્વિશતિપ્રબન્ધનું કિંચિત પ્રાસ્તાવિક (પૃ. ૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 266