Book Title: Charnanuyoga Part 1 Author(s): Kanhaiyalal Maharaj Publisher: Agam Anuyog PrakashanPage 14
________________ સંપાદકીય... ઉપાધ્યાય કન્વેયાલાલ કમલ' ચરણ” પ્રવૃત્તિ અને પુરુષાર્થનું પ્રતીક છે. "ચરણ” માં મર્યાદા અને સમ્યફ વિવેકનો યોગ હોવાથી તે આચરણ(ગા મહાય) કહેવાય છે. આચરણ અર્થાત્ આચાર-ધર્મ. ચરણાનુયોગનો અર્થ થાય છે આચાર-ધર્મ સંબંધી નિયમાવલી, મર્યાદા વગેરેની વ્યાખ્યા અને સંગ્રહ. પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રંથ પોતાની આ અભિધામાં સાર્થક છે. જૈન સાહિત્યમાં અનુયોગ” નાં બે રૂપ મળે છે. (૧) અનુયોગ વ્યાખ્યા (૨) અનુયોગ- વર્ગીકરણ કોઈપણ પદ વગેરેની વ્યાખ્યા કરવા માટે, તેનું હાર્દ સમજવા સમજાવવા માટે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય -આ ચાર શૈલીઓનો આશ્રય લેવામાં આવે છે. મનુયોગનમનુયા: (ગv[નો મyગોળો) સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડીને તેની ઉચિત વ્યાખ્યા કરવી તેનું નામ છે અનુયોગ-વ્યાખ્યા (નવૂડ વૃત્તિ). અનુયોગ-વર્ગીકરણનો અર્થ છે અભિધેય (વિષય) ની દ્રષ્ટિથી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. જેમકે, અમુક-અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા-અમુક વિષયની છે. આ રીતે વિષયવસ્તુની દ્રષ્ટિથી વર્ગીકરણ કરીને આગમોનો ગંભીર અર્થ સમજવાની શૈલી અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ છે. પ્રાચીન આચાર્યોએ આગમોના ગંભીર અર્થને સરળતાપૂર્વક સમજાવવાને માટે આગમોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કર્યું છે. ૧. ચરણાનયોગ : આચાર સંબંધી આગમ ૨. ધર્મકથાનુયોગ : ઉપદેશપ્રદ કથા તથા દ્રષ્ટાંત સંબંધી આગમ. ૩. ગણિતાનુયોગ : ચન્દ્ર, સૂર્ય, અંતરિક્ષ (ખગોળ) વિજ્ઞાન તથા ભૂગોળનાં ગણિત વિષયક આગમ, ૪. દ્રવ્યાનયોગ : જીવ, અજીવ આદિ નવ તત્ત્વોની વ્યાખ્યા કરનાર આગમ. અનુયોગ-વર્ગીકરણના લાભો : જો કે અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ આગમોના ઉત્તરકાલીન ચિંતક આચાર્યોની દેન છે, પરંતુ તે આગમપાઠી, ઋતાભ્યાસી મુમુક્ષુઓ માટે ઘણી ઉપયોગી છે. આજના યુગમાં તો આ પદ્ધતિની અત્યધિક ઉપયોગિતા છે. વિશાળ આગમ-સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે અત્યંત મુશ્કેલ છે. એટલા માટે જ્યારે જે વિષયનું અનુસંધાન કરવું હોય ત્યારે તે વિષયના આગમપાઠનું અનુશીલન કરીને જિજ્ઞાસાનું સમાધાન કરવું પડે. આ ત્યારે સંભવિત બને જ્યારે અનુયોગ પદ્ધતિથી સંપાદિત આગમોનાં શુદ્ધ સંસ્કરણો પ્રાપ્ય હોય. અનુયોગ પદ્ધતિથી આગમોનો સ્વાધ્યાય કરવાથી અનેક જટિલ વિષયોનું આપમેળે જ સમાધાન થઈ જાય છે, જેમ કે – ૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 826