Book Title: Charnanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 13
________________ જૈનદર્શનના વિખ્યાત વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયા પ્રાચીન ભારતીય વિદ્યાઓના પ્રતિનિધિ વિદ્વાન છે. તેમનો આત્મીય સહયોગ સંપાદનકાર્યમાં પ્રારંભથી જ રહ્યો છે. તેઓએ અત્યધિક ઉદારતા તથા નિઃસ્વાર્થ ભાવનાથી આ કાર્યમાં માર્ગદર્શન આપ્યું, સહયોગ આપ્યો, સમય-સમય પર મૂલ્યવાન પરામર્શન પણ આપ્યું. આથી તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવી અમારું કર્તવ્ય છે. ગુજરાતી ભાષાન્તરનું સંશોધન પ્રમાર્જન-સંપાદન આદિનો કાર્યભાર ગુજરાત યુનિવર્સીટીના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રમણીકભાઈએ સંભાળ્યો તેમના પણ આભારી છીએ. પૂજ્ય ઉપાધ્યાય શ્રી કમલ મુનિજી મોટી ઉમર હોવા છતાં અમદાવાદ પધાર્યા અને તેમના સાન્નિધ્યમાં ૧ જાન્યુઆરી ૯૬ એ અનુયોગ લોકાર્પણ સમારોહનું મોટું આયોજન શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની અધ્યક્ષતામાં થયું. શ્રેષ્ઠીવર્ય શ્રીદીપચંદભાઈગાર્ડ, શ્રી ઉત્તમચંદભાઈ મહેતા, શ્રી પૂરણરાજ જી બોહરા, હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ, શ્રીમતી સુશીલાબેન પાલનપુરવાળા વગેરે વિશેષ અતિથિ તરીકે પધાર્યા અને તેઓનો બહુજ સહકાર મળ્યો, તથા અનેક નામી અનામી મૂકદાતાઓનો સહયોગ મળ્યો છે. તેમને અમે ઋણી છીએ. આગમ અનુયોગ ટ્રસ્ટના સહયોગી સદસ્ય મંડળના પણ અમે આભારી છીએ કે જેઓના આર્થિક અનુદાનથી આટલું વિશાળ વ્યયસાધ્ય કાર્ય પુરૂ કરવામાં અમે શક્તિમાન બન્યા છીએ. શ્રી ચુનીલાલ ધોરીભાઈ પટેલ તેમજ તેમના સુપુત્રો જ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ ધરાવનાર સેવાભાવી શ્રી નવનીતભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ (પાર્શ્વનાથ કોર્પોરેશન) અમદાવાદવાળા પરિવારના અમે અત્યંત આભારી છીએ કે જેમણે આ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ ઉપાડયો છે. શ્રી નવનીતભાઈ (પાશ્વનાથ કોર્પો.)નો કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરીએ, જ્યારે જ્યારે આગમ અનુયોગનાં કાર્યમાં જરૂરત પડે છે. ત્યારે તન-મન-ધનથી, ખંત, નિષ્ઠાથી સહયોગ આપે છે. તેમના મૂક યોગદાન માટે ધન્યતા અનુભવીએ છીએ. આ કાર્યમાં સંપૂર્ણ સહકાર ને પુસ્તકો મોકલવા વગેરેની વ્યવસ્થાના સહભાગી થવા માટે નારણપુરા સંઘના પણ વિશેષ આભારી છીએ. ગુજરાતી ભાષાન્તરની પ્રેસકોપી મહાસતી શ્રી ડૉ. અનુપમાજી તથા વિરતી સાધનાજીએ કરી આપી તથા ગુજરાતી ટાઈપકોપી વડોદરાવાળા શ્રી જીતુભાઈ કાપડીયાએ કરી આપી તેમના આભારી છીએ. કાર્યાલયની વ્યવસ્થા સંભાળતા શ્રી શામજીભાઈ તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટસંબંધી અને પ્રૂફરીડીંગ ઈત્યાદિ કાર્ય તન્મયતાથી કરી આપવા માટે શ્રી માંગીલાલજી શર્મા ધન્યવાદને પાત્ર છે.. પ્રેસવાળા શ્રી દીલીપભાઈ (સ્કન-ઓ-ગ્રાફિક્સ), ધરણીધર પ્રિન્ટર્સ એ સુંદર, સમયસર અને શુદ્ધ મુદ્રણ કરી આપ્યું તે માટે તેઓનો પણ અત્રે આભાર માનીએ છીએ. અસ્તુ... વિનીત બળદેવભાઈ ડોસાભાઈ પટેલ (અધ્યક્ષ) જયન્તિલાલ ચંદુલાલ સંઘવી (માનદ્મંત્રી), a કભિ ા Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 826