________________
સંપાદકીય...
ઉપાધ્યાય કન્વેયાલાલ કમલ' ચરણ” પ્રવૃત્તિ અને પુરુષાર્થનું પ્રતીક છે. "ચરણ” માં મર્યાદા અને સમ્યફ વિવેકનો યોગ હોવાથી તે આચરણ(ગા મહાય) કહેવાય છે. આચરણ અર્થાત્ આચાર-ધર્મ. ચરણાનુયોગનો અર્થ થાય છે આચાર-ધર્મ સંબંધી નિયમાવલી, મર્યાદા વગેરેની વ્યાખ્યા અને સંગ્રહ.
પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રંથ પોતાની આ અભિધામાં સાર્થક છે. જૈન સાહિત્યમાં અનુયોગ” નાં બે રૂપ મળે છે. (૧) અનુયોગ વ્યાખ્યા (૨) અનુયોગ- વર્ગીકરણ
કોઈપણ પદ વગેરેની વ્યાખ્યા કરવા માટે, તેનું હાર્દ સમજવા સમજાવવા માટે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય -આ ચાર શૈલીઓનો આશ્રય લેવામાં આવે છે. મનુયોગનમનુયા: (ગv[નો મyગોળો) સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડીને તેની ઉચિત વ્યાખ્યા કરવી તેનું નામ છે અનુયોગ-વ્યાખ્યા (નવૂડ વૃત્તિ).
અનુયોગ-વર્ગીકરણનો અર્થ છે અભિધેય (વિષય) ની દ્રષ્ટિથી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. જેમકે, અમુક-અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા-અમુક વિષયની છે. આ રીતે વિષયવસ્તુની દ્રષ્ટિથી વર્ગીકરણ કરીને આગમોનો ગંભીર અર્થ સમજવાની શૈલી અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ છે.
પ્રાચીન આચાર્યોએ આગમોના ગંભીર અર્થને સરળતાપૂર્વક સમજાવવાને માટે આગમોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કર્યું છે. ૧. ચરણાનયોગ : આચાર સંબંધી આગમ ૨. ધર્મકથાનુયોગ : ઉપદેશપ્રદ કથા તથા દ્રષ્ટાંત સંબંધી આગમ. ૩. ગણિતાનુયોગ : ચન્દ્ર, સૂર્ય, અંતરિક્ષ (ખગોળ) વિજ્ઞાન તથા ભૂગોળનાં ગણિત
વિષયક આગમ, ૪. દ્રવ્યાનયોગ : જીવ, અજીવ આદિ નવ તત્ત્વોની વ્યાખ્યા કરનાર આગમ. અનુયોગ-વર્ગીકરણના લાભો :
જો કે અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ આગમોના ઉત્તરકાલીન ચિંતક આચાર્યોની દેન છે, પરંતુ તે આગમપાઠી, ઋતાભ્યાસી મુમુક્ષુઓ માટે ઘણી ઉપયોગી છે. આજના યુગમાં તો આ પદ્ધતિની અત્યધિક ઉપયોગિતા છે.
વિશાળ આગમ-સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે અત્યંત મુશ્કેલ છે. એટલા માટે જ્યારે જે વિષયનું અનુસંધાન કરવું હોય ત્યારે તે વિષયના આગમપાઠનું અનુશીલન કરીને જિજ્ઞાસાનું સમાધાન કરવું પડે. આ ત્યારે સંભવિત બને જ્યારે અનુયોગ પદ્ધતિથી સંપાદિત આગમોનાં શુદ્ધ સંસ્કરણો પ્રાપ્ય હોય.
અનુયોગ પદ્ધતિથી આગમોનો સ્વાધ્યાય કરવાથી અનેક જટિલ વિષયોનું આપમેળે જ સમાધાન થઈ જાય છે, જેમ કે –
૧૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org