________________
૪૦
ચાર ગતિનાં કારણા
અને છે એવું કે–સાધુઓને ખપે એવું કાંઇ જ અન્નપાનાદિ એ વખતે તૈયાર નથી. ભક્તિભાવથી તરએાળ હૈયાવાળા બનેલા શ્રી ધના સાર્થવાહ, સાધુઓને વહેારાવવા યેાગ્ય અન્નપાનાદિની શેાધ કરે છે, ત્યાં તેમની નજર તાજા ઘી ઉપર પડી.
શ્રી ધના સાર્થવાહ ખેલ્યા કે− આ કાંઈક કલ્પે એવું છે.' એટલે એમના ભાવને જાણીને, મુનિઓએ પણ ‘ખપશે’ –એમ સૂચવીને, પેાતાનું પાત્ર ધર્યું!
મુનિએ અવસરના જાણુ હતા. શ્રી ધના સાર્થવાહ અત્યારે કેવી ભાવનામાં રમે છે, તેને તેમને ખ્યાલ હતા. એમને, શ્રી ધના સાર્થવાહની એ ભાવનાને, જરા ય આંચ આવવા દેવી નહાતી. આથી, શ્રી ધના સાર્થવાહ ઘી વહેારાવવાને ઈચ્છે છે એમ જાણ્યું, તે તેના પણ નિષેધ કર્યો નહિ. મહાત્મા, માસખમણુના પારણે દહીં મળી જાય તે દહીંથી પારણું કરી લેતા અને પાછા માસખમણને આદરતા, એટલે મહાત્માઓએ એકલું ઘી કેમ વહેાયું, એ વિચાર જ કરવા જેવા નથી.
શ્રી ધના સાર્થવાહે ઘીથી મુનિઓના પાત્રને ભરી દીધું અને મુનિએએ પણ પાત્રને ભરાવા દીધું.
સાધુઓએ પાત્રને ઘીથી ભરવા દીધું, કેમ કે–સાધુઓને તેા નિર્દોષ તે કિંમતી અને દાષિત તે નકામું !
શ્રી ધના સાર્થવાહ જે વખતે સાધુઓને વહેારાવી રહ્યા હતા, તે વખતે ‘હું ધન્ય છું, હું ભાગ્યશાળી છું’–એવા વિચારોથી, તેમના શીરની રામરાજી વિકસ્વર થતી હતી. એ ભક્તિમય આનંદમાં, એમણે, મિથ્યાત્વને હડસેલી મૂકયું અને સમ્યક્ત્વને પ્રગટાવી દ્વીધું !