________________
૧૬૨
ચાર ગતિનાં કારણા
સુખમાં જીવવાને ખપ હાય, એટલે પછી જીવવાને માટે એ જે કાંઇ જરૂરી લાગે તે કરતા હોય. અવસર આવી લાગે તા, એ મહાપાપે ય કરે. આ માટે, આપણે એવા વિચાર કરવાના છે કે આપણે આ મનુષ્યભવમાં જન્મી ગયા છીએ એ નક્કી છે અને અત્યાર સુધી જીવ્યા છીએ એટલે જીવવાને માટે આપણે અત્યાર સુધીમાં શું શું કર્યું છે, તે આપણે તા જાણીએ જ છીએ; અણસમજુ મટવા અને કાંઈક સમજી થયા, ત્યારથી આપણે આપણી ઈચ્છાનુસાર જીવવાને માટે શું શું કર્યું છે, તે આપણી જાણ બહાર તા નથી ને ? તેમાં, આપણા હાથે જે કાંઈ ખાટું થઈ ગયું હોય અને હજી પણ થતું હોય, તેનું આપણને દુઃખ ખરૂં કે નહિ ? એનું દુઃખ પણ ન હોય, તે સુધરવાના ઉપાય નથી. એનું દુ:ખ હૈયે હાય, તેા જ સુધરવાના ઉપાય છે. આપણે જન્મ્યા ને આટલાં વર્ષાં જીવ્યા, એ જીવવાને માટે જે પાપા કર્યાં અને જે પાપા કરવાં પડતાં હોય, તેનું દુઃખ થતું હોય અગર તેા સમજાવવામાં આવે તે હૈયે દુઃખ પેદા થવાની યાગ્યતા હોય, તે જ આપણને ઉપકારિઓ મચાવી શકે તેમ છે. જન્મ તરીકે મનુષ્યજન્મનાં વખાણ થયાં નથી :
જ્ઞાનિએએ જન્મને દુઃખ રૂપ કહ્યો છે, છતાં પણુ મનુષ્યજન્મનાં વખાણ કર્યાં છે; તેા જન્મને દુઃખ રૂપ કહેનારા જ્ઞાનિએએ, મનુષ્યજન્મનાં વખાણ કેમ કર્યો* ? જ્ઞાનિએ મનુષ્યજન્મનાં જે વખાણ કર્યાં છે, તેના હેતુને સમજીએ નહિ, તા સારી વસ્તુ પામવા છતાં પણુ, એના ચેાગે મળવા જોઇતા લાભ, આપણે મેળવી શકીએ નહિ અને આવી સામગ્રી