Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 354
________________ પહેલે ભાગ ૩૩૭ સંરક્ષણના વિચારો આવે, એમાં પણ ઘણા ભેદ પડી જાય. એક માણસ સંરક્ષણની ઈચ્છા કરે, છતાં જાય તે મુંઝાય નહિ, એમ પણ બને ને ? વિરાગી સુશ્રાવકે ય અવસર જોગ સંરક્ષણ કરે, છતાં “સંરક્ષણ કરવું પડે એવી સ્થિતિમાં રહેવું, તે સારું છે–એમ તો એ માને નહિ ને? પિસા આવે તે તેને પચાવવાની અને જાય છે તેને ખમી ખાવાની તાકાત કેટલી કેળવી છે? કેટલાકને એવું હોય છે કે-પૈસા પચાવવાની તાકાત નહિ અને પિસા મળવાનું પુણ્ય ખરૂં, એટલે એનામાં સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન ઉગ્ર પ્રકારનું પણ આવે ને? એક કડીઓ પાલખ ઉપર બેઠે બેઠો કામ કરતે હતો. ત્યાં કેઈએ આવીને એને સમાચાર આપ્યા કે–“તારી લોટરી લાગી ગઈ હજારો રૂપીઆ તને મળ્યા.” કડીઓ એ સાંભળીને પિતાના લાભને જીરવી શક્યો નહિ ! હર્ષના આવેશમાં, એ એવો આવી ગયો કે–ભાન ભૂલ્યા અને આટલા બધા રૂપીઆ મને મળ્યા ?”—એમ બોલતે, એ જ્યાં પિતાના હાથ પહેળા કરવા જાય છે, ત્યાં તે એ પાલખ પરથી નીચે ગબડી પડ્યો અને જે એ પડયો, તે તરત જ મરી ગયે. પાત્રતા વગરના જે હોય, તેઓને ધન મળી જાય, તે હવે એ મારી પાસેથી જ જવું જ નહિ જોઈએ”—એવી ધુનમાં આવી જાય ને ? તો ત્યાં સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કેવા ઉગ્ર પ્રકારનું હોઈ શકે? તેથી વિચાર કરો કે પૈસા મળ્યા છે, એટલે મારું એ પ્રકારનું પુણ્ય તો છે, પણ પૈસાને પચાવવા જેવું હૈયું મારી પાસે છે કે નહિ ?' પચાવવાનું હૈયું ન હેય, તો શું થાય? સાચવવાને માટે, કાંઈ કાંઈ વિકલ્પ કર્યો ૨૨.

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374