Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨ ચાર ગતિનાં કારણે ણામ પેદા થાય. જેમ સાધુને આઘે. યેગ્ય જીવને આ એ આપે છે, તે આ એઘાના ગે પણ, આ ઘાને હાથમાં લેનારા ભાગ્યવાનના આત્માના પરિણામે ઉપર, એવી અસર પેદા થવા પામે, કે જેને લઈને સર્વવિરતિના પરિણામ ન હોય, તે તે આવે અને હોય તો તે ટક્યા રહે. એઘ હાથમાં હોય, તો તે કેટલાં ય પાપકર્મોથી કે. એને સીનેમા જોવાનું મન થઈ જાય, તે પણ એ જેવા જઈ શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. રાત્રે બહાર ભટકવાનું મન થઈ જાય, તો ય તે બહાર નીકળી શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. એ હાથમાં રાખીને પણ જે આની મર્યાદાને ચૂકે, એની વાત જુદી છે; બાકી, આ વેષ એ છે કે-આત્મામાં જે લાયકાત હોય, તે સર્વવિરતિના પરિણામ ન હોય, તે પેદા કરવામાં મદદગાર થાય અને સર્વવિરતિના પરિણામે હોય, તો તેને સ્થિર કરવામાં તથા જતા અટકાવવામાં મદદગાર બની જાય. આ વેષ વગર સાધુ પણાનું પાલન થઈ શકે નહિ. કેઈ જીવ વિશેષ એમ ને એમ કેવલજ્ઞાન પામી જાય, એ વાત જુદી છે; પણ સર્વવિરતિના પરિણામે જે પ્રગટ્યા હોય, તો તે પરિણામોને ટકાવવાને માટે આ વેષ જરૂરી છે. આ વેષ અપાય છે, તે શું કહેવાય ? સાધુપણું આપ્યું ને સાધુપણું લીધું, એમ જ બોલાય છે ને? તે તમે એ વિચારે કે–સાધુપણું, એ હૈયાની ચીજ છે કે તે આપવા-લેવાની ચીજ છે? સાધુપણું, એ વસ્તુતઃ હૈયાની જ ચીજ છે, તે છતાં પણ વેષની મહત્તા કેટલી? તેમ સમ્યકૃત્વ પણ આપી શકાય અને લઈ શકાય. ચોગ્ય રીતિએ એ જે અપાય, લેવાય અને પળાય, તે એથી લાભ જ થાય.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374