Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 362
________________ પહેલે ભાગ ૩૪૫ વ્યવહારમાં ને ધર્મસ્થાનમાં ય અસત્ય : તમે પૈસાદાર હો, ત્યારે તમારી ખરી સ્થિતિને છૂપાવવાનું તમને કેટલું બધું મન થાય છે ? પૈસાદાર તરીકેની આબરૂ હોય અને પૈસા રહ્યા ન હોય, તેવા વખતે લોકના પૈસાથી પિસાદાર તરીકેની આબરૂને સાચવી રાખવાને માટે, કેટકેટલાં અસત્યોને કેળવીને બેલો છે? અને, જ્યારે પાસે પૈસા હોય, ત્યારે ય કોઈને પૈસા આપવા ન પડે–એ માટે, કેટકેટલાં અસત્યને કેળવીને બોલો છો? તમારી સ્થિતિ, મોટે ભાગે, તમે તમારા અંગત મિત્રથી પણ છૂપાવવાને માથે ને? ઓછી સ્થિતિવાળાને તે ન કહે, પણ સરખે સરખાને પણ પિતાની સ્થિતિ સાચા રૂપમાં જણાવે નહિ, કેમ કે-જે એ જાણે, તે અવસરે માગી બેસે ને ? જ એની સાથે બેઠા હોય, સાથે ખાધું-પીધું હોય, સ્નેહ-સંબંધની ઘણું ઘણી વાતે કરી હોય, છતાં એને ય એની જરૂર વખતે આપવાની ઈચછા હોય નહિ! આવા માણસેનો વ્યવહાર, કે હોય છે? આ પેલાને શેઠ કહે અને પેલો આને શેઠ કહે! પૈસા બચી જાય, એ માટે કેળવી કેળવીને અસત્ય બલવાની કુટેવ, ધર્મસ્થાનોમાં ય તમારો પીછો છોડે નહિ, તે એ કેટલું બધું ખરાબ કહેવાય? મંદિરમાં કે ઉપાશ્રયમાં કોઈ ઉછામણી થતી હોય અને તેમાં વધતે વધતે ભાવના ટકી ન શકે એટલે અટકી જાવ, ત્યારે કોઈ પૂછે કે શેઠ તમે આગળ કેમ વધ્યા નહિ?” એ વખતે તમે શું કહો? એવા વખતે, પિતાની સ્થિતિ પહોંચતી હોવા છતાં પણ, ધીમે રહીને પોતાની સ્થિતિ પહેચતી નથી–એવું બતાવી દેવાની કુનેહ નહિ વાપરનારા કેટલા?

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374