________________
૨૬૨
ચાર ગતિનાં કારણે
મહારાજાએ પંચેનિદ્રયપ્રાણિવધ આદિ જણાવેલ છે. આ સાંભળીને, તમારે એ વિચાર કરવાને છે કે આપણે એ કારણોથી પર છીએ કે નહિ? અને કદાચ એ કારણથી સર્વથા પર ન હોઈએ, તે પણ, આપણે એ કારણેને સેવવા છતાં પણ, એ કારણથી કેવા પ્રકારે બચી શકીએ?” તમે એવી સ્થિતિમાં છે કે-વગર કર્યો અને વગર કારવ્ય પણ, જો તમે વિવેકી ન બને અને મનને સારી રીતિએ કેળવે નહિ, તે નરકનાં કારણની અનુમોદનાથી બચી શકે નહિ. આ યુગ તે, વર્તમાન પત્રને યુગ ગણાય છે ને ? સૌને વર્તમાન પત્રો વાંચવાનો શોખ ! આજનાં છાપાંઓમાં શું આવવાનું ? એમાં પંચેન્દ્રિયપ્રાણિવધ, મહારંભ અને મહા પરિગ્રહની વાતો ઘણું આવે ને? હજારે પંચેન્દ્રિય પ્રાણિઓની કતલ જેમાં થાય—એવું કામ કર્યું હોય, પણ પરિણામ તરફેણમાં આવ્યું હોય, તે એનાં વખાણ આવે ને? મહારંભી અને મહા પરિગ્રહી આદિનાં પણ વિવેચને અને વખાણે આવે ને? એ વાંચતાં, તમે એમાં રસ અનુભવે, તે તમારું શું થાય? યુદ્ધ ક્યાં ય ચાલતું હોય અને જેમની સાથે તમને કશે પરિચય હાય નહિ એવા માણસે લડતા હોય, પણ તમને લાભ જણાતું હોય, તે એમાં હજારે મરતા હોય તે છતાં પણ, આનંદ આવી જાય ને ? અમુક હાર્યા, અમુક ખેદાનમેદાન થઈ ગયા, અમુક મર્યા, એમાં તમે આનંદ ન અનુભ, તે ન ચાલે? હિંસાને રસ એ હોય છે કે-કેટલાક તે વગર લેવા-દેવાએ, ખાલી વાતના શાખ ખાતર, ભયંકર યુદ્ધોની અનુમોદના કરે છે. તમે આજે એવી હિંસા ન કરતા હો, તે પણ તમારું મન “એવી હિંસા નહિ જ કરવી” એવા