________________
પહેલા ભાગ
૩૯
અપરાધ કરનાર પણ જ્યારે માફી માગતા આવે, ત્યારે એને આપણે એવું આશ્વાસન આપવું જોઈએ કે–એના બીજા પણ દોષો ગળી જવા પામે !
આચાર્યભગવાનને, શ્રી ધના સાર્થવાહ કહે છે કે-“સંત પુરૂષો સર્વ પ્રકારે ગુણાને જ જુએ છે, એટલે જ આપ પૂજ્ય દોષિત એવા મારે માટે પણ આમ કહી છે. પરન્તુ, હું તે। મારા પ્રમાદથી સર્વથા શરમાઉં છું, માટે આપ પ્રસન્ન થાઓ અને સાધુઓને માકલા, કે જેથી હું તેમને મારી ઇચ્છાનુસાર આહાર આપી શકું!'
આચાર્યભગવાને પણ ‘ વર્તમાન ચેાગ ’કહીને, પાછું યાદ આવ્યું કે- તું જાણે છે કે–અમને અકૃત, અકારિત અને અચિત્ત અન્નાદિ જ ઉપકારક થાય છે!
શ્રી ધના સાર્થવાહ કહે છે કે-‘સાધુઓને ઉપકારક થાય તેવું જ હું આપીશ.'
આમ કહીને, શ્રી ધના સાર્થવાહ પેાતાના આવાસે ગયા અને આચાર્યભગવાને મેકલેલા બે સાધુઓ પણ તેમની
પાછળ પાછળ ગયા.
શ્રી ધના સાર્થવાહના હૈયા ઉપર કેવી છાપ પડી હશે ? ખરા મહાત્માએ તા આ, કે જેમને દુઃખની ચિન્તા નહિ અને સુખની સ્પૃહા નહિ, એમ થઇ ગયું હશે ને? મારા ઘણા દાષામાંથી એકને ય જોયા નહિ અને નહિ જેવા ગુણાને જ આગળ કર્યો, એટલે આ મહાત્માએ કેવા ઉદાર અને પરોપકારી છે, એમ એને લાગ્યું હશે ને ? ભક્તિભાવ ખૂબ વધી ગયા છે, આ મહાત્માની ભક્તિ કરવાની ભાવના ઉછાળા મારી રહી છે, પણ ભાગ્યવશાત