Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ઝય-ઉન-નિસા. 91 સ્વભાવ હતે. અને આ સર્વ કારણેને લઈને ન્હાનેથી છેક મોટાં સુધીનાં સર્વને તે પ્રિય થઈ પડી હતી. નીચેની એક લ્હાની કથાનક સ્પષ્ટ કરશે કે આ સહૃદય શાહજાદીમાં ઘણું ઉમદા ગુણો હતા. તે કદીપણું ગુસે નહોતી થતી એ બતાવવાને પણ એજ ટુચકો બહુ ઉપયેગી થઈ પડશે. એમ કહેવાય છે કે એક દહાડે તેની બાંદી (દાસી) એ તેને એક કાચને ઘણજ સુંદર અરીસે હશે તે ભૂલથી ફેડી નાં. હવે આ તખતો તેને પિતાના પિતા રંગઝેબ તરફથી ભેટ દાખલ મ હતું અને તેથી કુદરતી રીતે જ તેને અતિશય પ્રિય હતા. હવે તખતે કુટી ગયે એટલે પેલી બાંદી પિતાની બાનુ શેઠાણી) પાસે “પાંપણે નીરવવી” ડુસકાં ખાતી આવી અને તેને કહ્યું કે –અકસ્માત મહારાથી ન્હમારે આયને કુટી ગયે. પ્રશાંત, એગીના જેવું મુખપર હાસ્ય લાવીને જરાપણું દિલ દુઃખાવ્યા વિના ઝયબ-ઉન-નિસાએ કહ્યું ઠીક થયું. એ સાધન નાશ પામ્યું એના જેવું બીજું એકે સારૂં નહિ. રેશન-આ બેગમે રાજ્યમાં જે સત્તા ભોગવી હતી તથા નૂરજહાનના જીવનપરથી એટલું તે પૂરવાર થઈ શકે છે કે મેગલ શાહજાદીએ પડદનશીન રહિને શસ્ત્રકિય વિષમાં ભાગ લઈ શકતી. અને ઓરંગઝેબ જે પાદશાહુ પણ ઝયબ-ઉન-નિશાને-અલબત પડદા નશીન રહિનેજ-વિચાર તેમજ આચારમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપ, અને રાજ્યકારભારમાં છૂટથી આગળ પડતું. ભાગ લેવા દેતે હતે. મેગલ પાદશાહના નાનખાનાનું ઘણું જ સરસ વન કંચ મુસાફર બર્નિયરે કરેલું છે. તે લખે છે કે ઝનાનખાનામાં–એ દિવ્ય ને મનહર આવાસમાં ઘણું ઓરડાઓ–વિભાગ હોય છે. અને તે એક બીજાથી અલગ અલગ હોય છે, અને તેમાં રહેનારના માન મરતબા મુજબ શણગારેલા હોય છે. લગભગ દરેક વિભાગની પાછળ કે આગળ વહેતા પાણીને નિર્મળ ઝરે વહન કરી રહ્યા હોય છે અને આખા ઝનાનખાનાના મહાલયની ચારે કેર બાગબગીચા ઈત્યાદિ આવી રહેલા છે. જેમાં સુંદર આનંદપ્રદ શીતળ છાયાવાળા વૃક્ષે જેની બંને બાજુએ આવી રહેલાં છે એવા રસ્તા, મધુર વેલીઓથી સુશો. બિત કુંજે, ન્હાના ન્હાના નિર્મળ અને સ્વચ્છ પાણીનાં ઝરણાં, ઝાડની ગુફાઓ અને સુંદર ભેયાં જેમાં ગ્રીષ્મ ઋતુમાં દિવસના વખતે ઠંડક મળે અને મોટી વિશાળ અને ઉંચી અગાસીઓ જ્યાં રાત્રે શીતળ ને સુગંધમય પવનની મંદમંદ લહરીઓ નિદ્રાનું આહાન કરી રહી હોય છે. એ સર્વ એ હૃદય પ્રફુલ કરે એવા એ નિવાસસ્થાન જેને ઝનાખાનું કહે છે તેની અંદર આવી રહેલાં છે. ઝયબઉન-નિસાને ઉગ્ર આત્મા જેટલે વિચારપૂર્ણ અને એટલે તુચ્છ વાસનાથી દ્વર હતું તેનાથી નીચી કેટીના જીવને આ સ્વર્ગીય ભૂવન ઘણુંજ પ્રિય થઈ પડયું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36