Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ બુદ્ધિપ્રભા બે બહેનોને છુપાઈને જોઈ છે અને અમીના ઉપર તે પ્રસન્ન થઈ તેને મહારાણી બનાવવા ચાહે છે. થોડાક વખતમાં તે તેને રાજમહેલમાં બેલાવશે. બદલે લેવાને આના કરતાં બીજે કઈ સા અવસર મળશે નહીં.” પત્ર વાંચી લેખાએ દઢતાથી અમીનાને હાથ પકડી કહ્યું: “ઈશ્વરની ઈચ્છા અહીં ખિી જણાઈ આવે છે. અમીન, હવે નાદાની ના કર. હવે તારા જીવનની ફર્ઝ અદા કર, છોકરમત છોડી દે.” એટલામાં દાલિયા આઘે ઉભેલે જણા. અમીનાએ જોયું કે તે ઉભે ઉભે તેના તરફ જોઈને હત્યા કરતે હતો. દાલિયાના હાસ્યથી અભિમાન અને અમીના કહેવા લાગી. “ જાણતા નથી, દાલિયા ! હું આજ મહારાણી બનવા જાઉ છું તે ?” દાલિયાએ હસતાં હસતાં કહ્યું. બહુ વિગત માટે તે નહીંને? અમિના પીડિત અને વિમિત ચિત્તે વિચારવા લાગી. “આ જંગલી હરણ સાથે માણસ જેવું વર્તન રાખવું એ મારી ભૂલ છે. ” પણ ફરીથી દાલિયા તરફ નજર ગયા પછી તે બેલીઃ “દાલિયા, શં રાજને માર્યા પછી, હું પાછી આવીને તને મળી શકીશ નહીં?” વાજતે ગાજતે હાથી, ઘોડા અને સેનાનીઓના પાયદળ સાથે બહુ મૂલ્ય પાલખીમાં બેસાડીને બે બહેનેને રાજમહેલમાં આણવામાં આવી. - અમીન અલેખાં પાસેથી ખંજર લઈને તેને નિહાળી નિહાળીને જેવા લાગી, તેની ધારની તપાસ કર્યા પછી, તેણે તેને ચામડાના મ્યાનમાં મુકયું અને પોતાના બદનમાં તે છુપાવી દીધું. અમીનાની અત્યંત ઈચ્છા હતી કે-- મૃત્યુ-યાત્રા પહેલાં એકવાર દાલિયાને મળી લેવાય તે સારૂ પણ દાલિયાને પત્તા નહતે. કાલ સાયંકાલથી દાલિયા નું પડ આગળ દેખાયોજનહતો. દાલિયા કાલે હસતે હતા તે શું અમીનાના અભિમાનની સળગતી જવાલાની દરકાર નહીં કરવાનું સૂચવતું હતું? ઘેરથી પાલખી ઉપર ચઢતા પહેલાં અમીનાએ પિતાના બચપણના આશ્ચયદાતા તરફ અશુભરી આંખોથી જોયું. રેતાં શતાં માછીને હાથ પકડીને અમીના કહેવા લાગી. “બુદ્રા બાપા, હું જાઉં છું પણ તિની નહીં હોય ત્યારે તમારૂં ઘર કેવું સંભાળશે ?” માછીએ બાળકની પેઠે રડવા માંડયું. અમીના બોલી “બાપા, જે દાલિયા આવે તો આ વીંટી તેને આપજે અને મારું નામ દઈને કહેજો કે અમીને જતી વખત આવી ગઈ છે.” પાલખી રાજમહેલની અંદર લેવામાં આવ્યા પછી, અને બહેને તેમાંથી ઉતરીને મહેલમાં ગઈ. અમીનાના હોં ઉપર આજ હસવું જણાતું નથી,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36