Book Title: Buddhiprabha 1917 09 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ ૧૭૦ બુદ્ધિ ભા. જ્યારે હાલના વખતમાં પણ એવું બને છે ત્યારે તે વખતે એવું બને તે તેમાં જરાપણું આશ્ચર્ય પામવા જેવું નથી. ઝયખ-ઉન-નિસાના લખાણેની પણ દુઃખદાયક સ્થિતિ છે. જે તેનાં લખાણે હાર પડયાં છે તે તેના લેખેને આ સંગ્રહ વિચારતાં પ્રમાણમાં ઘણાં અલ્પ છે. રહેવારના પહેરમાં રહેલા ઉઠી નાનાદિક કર્મ કરી, નમાઝ પડયા પછી અને કુરાનને પાઠ થઈ ગયા પછી, સાહિત્યનાં શિષ્ટ પુસ્તકોને અભ્યાસ કરવાને તેને નિયમ હતું. તે થઈ ગયા પછી ગમે તે કવિની “દિવાન” લઈને તેમાંથી જે રાહમાં લખાએલી ગઝલમાં તેને આનંદ પડત તેજ શહમાં પિતે પણ એક્ષદ ગઝલ રચતી. અને આવી રીતે સેંકડે ગઝલે તેને હાથે લખાઈ હશે, પણ માત્ર ઘેડીજ અપવાદ રૂપે બાદ કરતાં તેમાંની ઘણી ખરી અત્યારે હયાત નથી. ફારસી કવિ હરીફેઝ વાંચે તેને ઘણેજ ગમતો અને આ “બુલ બુલ” અને “ગુલ”ના શેખીન જીવડાના શબ્દ અને વચનેમાંથી તેને પ્રેરણા મળતી હતી. ઈસ્લામ ધર્મના એક મહાન કવિ મૌલાન રૂમીની માફક એણે પણ આશરે ૩૦૦ લીટીઓની એક મસનબ લખી હતી, પણ આપણા કમનશીબે તેનું નામ કે નિશાન આજ કાંઈ નથી. ઝયબ-ઉન-નિસાના લેખની આવી શોચનીય અવસ્થા થવાનું કારણ ફક્ત એકજ છે–તેના પિતા ઓરંગઝેબના મૃત્યુ પછી મેગલ રાજ્યમાં પ્રસરેલી અંધાધુની. તેના મૃત્યુ પછી ડાં જ વર્ષમાં એરંગઝેબને કાળ થયે અને તરતજ મેગલ રાજ્યની પડતીની શરૂઆત થઈ. અને આ વખતથી રાજ્યમાં જે કાવાદાવા શરૂ થયા અને આશરે ૧૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યા તેવા વખતમાં એ ઉત્તમ લખાણોની દરકાર કોણ કરે? અને સંભાળથી તેને સંગ્રહ પણ કોણ કરે? પણ આખરે હિજરી સાલ ૧૧૩૫ માં તેનું “દિવાન” એટલે તેના લખાણને સંગ્રહ કેની જાણમાં આ. અને ત્યાર પછી જેમ જેમ તેની વધારે ગઝલે હાર પ્રકાશમાં આવતી ગઈ, ગમે તેમ તેમ તે “દિવાન” માં ઉમેરાતી ગઈ. આમ છતાં તેને આ કાવ્ય સંગ્રહ-દિવાન અધુરજ છે. તેનાં કાવ્ય વિષે કાંઈ પણ કહેતાં પહેલાં તેના શેષ જીવનના સંબંધમાં બે શબ્દ લખવા અસ્થાને નહિ ગણાય. તેના ચારિત્ર્યમાં મોટામાં મહેટ અંશ સાદાઈને હતે. આ સાદાઈ તે એકલી તેનાં લખાણમાંજ જણાઈ આવતી હતી પણ તેના પહેરવેરામાં પણ તે દેખાતી. સ્ત્રી જતીની કુદરતી બક્ષિસસન્દરતા તેનામાં હોવા છતાં તેણે કોઈ દિવસ–બાળપણનાં થોડા વર્ષ બાદ કરતાંસમજણમાં આવ્યા પછી, બહાર ડેલી કે ભપકે બતાવવાની ઈચ્છા નથી કરી. અને આ સાદાઈની સાથે તેનામાં અંતરનું માયાળુપા તેમજ હસમુખેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36