Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા. અત્યારે ઠેકાણે ઠેકાણે કસાઈબાનાં થયેલાં કે થતાં દેખાય છે તેમાં જાનવ નિર્દયપણે કપાય છે. તેને સર્વને તમે અટકાવ શી રીતે કરી શકશે.? તેટલા પિસા ખર્ચવાની અને તેમનું મન મનાવવામાં તમારી તાકાત છે? જે નજ હેયતે. પછી જેટલા પૈસા ગરીબ અને દુઃખી જાનવના બચાવ માટે તમે ઉઘરાવી એકઠા કરો તે સઘળા પૈસા જીવદયા પ્રસારક મંડળ મુંબઈ, પ્રાણી રક્ષક સંસ્થાધુલીયા, વગેરે સ્થલે આપે કે જ્યાં થોડા પૈસાથી ઘણું જીવેને બચાવ થાય. એટલું જ નહિ પણ માંસ ખાનારા રાજી ખુશીથી માંસ ખાવાનું જ છોડી દે એવો સચેટ ઉપદેશ સર્વત્ર દેલાવવાને પ્રબંધ અનેક રીતે જ્યાં કરવામાં આવે અને જ્યાં તેવી મદદની પણ જરૂર હોય. જે સંસ્થાએ કેવળ જીવદયાના પ્રસાર માટેજ, નિઃસ્વાર્થ પણે કામ કરતી હોય તેને જ બનતી સઘળી મદદ એક સરખી રીતે હોંશથી આપવામાં આવે, તે તે સંસ્થાઓ તેમના ધારેલા કાર્યમાં બહુજ ફતેહમદીથી આગળ વધી શકે એ વાત નિઃસંદેહ છે પરંતુ મને કહેવા ઘા કે આ કામ કેવળ જેનેજ કરવાનું છે એમ નથી પણ દરેક આસ્તિક હિન્દુને કરવાનું હોવાથી સહુએ તેવા કાર્યમાં બનતી મદદ આપવી જોઈએ. તેમજ તેમની શોભા રહેલી છે. પરંતુ દરેક ખુશાલીના દિવસે તેમજ પર્યુષણ જેવા પવિત્ર દિવસે સઘળા જૈન બંધુએ તેમજ બહેનેએ નહિ વિસરી જવા જેવી એક અગત્યની ફરજ તરફ ખાસ લક્ષ દેવા ગ્ય છે. તે એ છે કે ઉક્ત જાનવર કરતાં અનંત ગણું પુન્યાઇથી મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ અને બુદ્ધિ બળસાથે શુદ્ધદેવ ગુરુધર્મની સેવા કરવાની સારી સામગ્રીવાળી ઉમદા તક પામ્યા છતાં ઉત્તમ પ્રકારની વ્યાવહારિક નૈતિક અને ધાર્મિક કેળવણીના અભાવે સીદાતા સાધર્મભાઈ બહેને તરફ જેવી ઉદાર લાગણી બતાવીને તેમને તન-મન-ધનથી ઉદ્ધાર કર જોઈએ તેવી ઉદાર લાગણું બતાવવા હવે ઉપેક્ષા કે દુર્લક્ષ નહિ કરતાં સંપૂર્ણ કાળજી અને દીલજી રાખવા તત્પર થવું જોઈએ. વીતરાગ પ્રભુના શાસનમાં બધાં સગપણ કરતાં, સાધર્મનું સગપણ ઘણું જ ચઢીયાત કહ્યું છે, તે હવે જમાનાને ઓળખી સુજ્ઞ શ્રીમંતોએ સિદ્ધ કરી બતાવવું જોઈએ. માનપાનની લખલૂંટમાં ખર્ચાતાં નાણું હવે ગ્ય દિશામાં ખર્ચને બીજા મુગ્ધ શ્રીમતનું પણ તે તરફ લક્ષ ખેંચવું જોઈએ. સ્વમ બંધુઓ સર્વ વાતે સુખી હશે તે તેઓ ધર્મને ટકાવી રાખશે અને દીપાવી પણ શકશે. તેથી તેમને જ સર્વ રીતે ઉદ્ધાર કરવા, કમર કશી ઉદાર શ્રીમંતાએ, તન-મન-ધનને બળે ભેગ આપવો જોઈએ. એમ કરવાથી પુષ્કળ પુ કમાણી કરી શકાશે અને યશ કે પણ વાગશે, તેમજ તેથી કઈક બીજા ભાઈબહેને પણ ઉત્તમ માર્ગે વળી ઉભયલકમાં સુખી થશે, ડેવે તે આવાં શાસન હિતના કાર્યમાં પાછી પાન કરવી નહિજ જોઈએ. મુનિદ્રા કપુરવિજયજી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39