Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ બુદ્ધિપ્રભા. ગિરિબાળાની દાસીનું નામ સુધા હતું. એ છોકરીને નાચતાં તથા ગાતાં આવડતું અને ગીતે જોડી કહાડતા પણ આવડતું હતું. કઈ કઈ દહાડે પિતાની શેઢણીને, દિલગીર હૃદયે કહેતી પણ ખરી કે તમારા જેવી સુંદર શેઠાણ આવા મૂર્ખના હાથમાં ક્યાંથી આવી? પિતાના સિદર્યનાં વખાણ સાંભળીને ગિરિબાલાને અંતરમાં ઘણો આનંદ થતે પણ તે બહાર કશું જણાવતી ન હતી. એને બદલે જ્યારે જ્યારે સુધા એ પ્રમાણે વખાણ કરવા લાગતી ત્યારે ત્યારે ગિરિબાલા ! તું જુઠું બોલે છે એમ કહેતી. એટલે સુધા સમ ખાઈને કહેતી કેને જે કહે છે તે તદન ખરૂં જ કહે છે. પણ સમ ખાવાની જરૂરજ શી હતી? ગિરિબાલા મનમાં પિતાની સુંદરતાને પ્રભાવ સમજતી હતી, સુધા એક ગાયન ગાતી તેને ભાવાર્થ એ હતું કે, તારા પગને તળીએ હુ તારે ગુલામ છું એમ લખવા દે, એ સાંભળી ગિરિબળાના મનમાં થતું કે એના પગની પાનીએ એટલી બધી સુંદર હતી કે પુરૂષનાં છતાયેલાં હૃદય ઉપર પ્રમાણે ત્યાં લખે છે એમાં કાંઈ નવાઈ જેવું ન હતું. પણ ગેપીનાથ જે સ્ત્રીને ગુલામ થઈ રહ્યા હતે તેનું નામ લવંગ હતું એ જાતે એક “એકટ્રેસ” હતી, અને પ્રેમમાં નિષ્ફળ થવાથી મૂછ પામતી સ્ત્રીને “પાટ ” એ તે ભજવી શકતી હતી કે ગોપીનાથનું ચિત્ત લલચાયું હતું. હજુ ગોપીનાથ એની સ્ત્રીની કાબુમાંથી છેકજ ગયે નહોતે ત્યાં સુધી લવંગાની અપૂર્વ અભિનય કળાનાં વખાણુ પતિને મઢેથી ગિરીબાલાએ સાંભળ્યાં હતાં. અને એ ઉપરથી રંગ–ભૂમિપર એને જોવાની ઉત્કંઠા ગિરિબાલને થઈ હતી. પણે આપણા હિંદુસંસારમાં સ્ત્રીઓ ભાગ્યેજ નાટકમાં લઈ જવામાં આવે છે એટલે ગોપીનાથે પનીને પિતાની સાથે નાટક જોવા લઈ જવા રાખી ને પા. એ ઉપરથી ગિરિબાળાએ ગાંઠના પૈસા ખર્ચીને સુધાને એના અત્યંત વખણાએલા “પાર્ટ ”માં, લવંગાને જોવા મેકલી. પણ જ્યારે સુધાએ લવંગાની એકટીંગ-હાવભાવ વિષે પિતાની શેઠાણી આગળ વાત કરી ત્યારે ગોપીનાથને મોંએથી જે વખાણ સાંભળ્યાં હતાં તે તે દૂર રહ્યાં પણ લવંગે કાંઈ ખરા હાવભાવ કરતી નથી પણ ચાળા ચણા વધારે કરે છે એમ ગિરિબાળાએ સાંભળ્યું. પણ આખરે લવંગનું આકર્ષણ વધવાથી ગેપીનાથ ગિરિબાળાને છેડીને જતો રહ્યો. એટલે ગિરિબાળાને સુધાની વાતમાં શંકા પડવા લાગી. તેમાં પણ સુધાએ તે પિતાનેજ કકકે ખરે કર્યો અને વધારામાં ઉમેર્યું કે લવંગ કલેડાના બુધાવી ઉજળી છે! પણ ગિરિબાળાને હજુ ખાતરી ન થઈ એટલે એના મનનું પૂરે પુરૂં સમાધાન કરવાને માટે પિતે જાતે જ નાટકમાં જવાનો નિશ્ચય કર્યો. મનુષ્ય સ્વભાવ એવે વિચિત્ર છે કે જે બાબતની ના કહી હોય તે કરવામાં ઍર આનંદ મળે છે. કાંઈક આજ આનંદ અનુભવતી ગિરિબાળા નાટકમાં ગઈ, ઈ તે ખરી પડ્યું ત્યાં ગયા પછીએ એની બીક ઓછી થઈ નહિ પણ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39